સંજય રાવલઃ આ ગુજરાતીએ બદલી છે હજારો લોકોની જિંદગી,જુઓ તેની અત્યાર સુધીની તસવીરો..
એક સફળ બિઝનેસમેન, ફિલ્મ પ્રોડ્યુસર અને એવા વક્તા જેમણે હજારો લોકોની જિંદગી બદલી નાખી છે. ચાલો મળીએ સંજય રાવલને..સંજય મેનાબેન રાવલનો જન્મ 5 સપ્ટેમ્બર 1966ના દિવસે પાલનપુરમાં થયો હતો.
સંજય રાવલના પપ્પાની પાલનપુરમાં નાનકડી દુકાન હતી. સંજયે B.Sc. (Science) અને LLB કર્યું છે.
ભણવાનું પૂર્ણ કર્યા બાદ તેમણે પોતાનો બિઝનેસ શરૂ કર્યો. જેમાં તેમને ઘણા સારા-નરસા અનુભવો થયા.પર્સનલ લાઈફ તેમને થયેલા કડવા અનુભવોને સંજય રાવલે લોકોને પ્રેરણા આપવામાં ઉપયોગ કર્યા. સંજય રાવલે તેમની જેમ જ મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકોને મોટિવેટ કરવાનું શરૂ કર્યું.
આજે તો સંજય રાવલ જાણીતા મોટિવેશનલ સ્પીકર છે. દેશભરમાંથી તેમને ખાસ સેમિનાર માટે આમંત્રણ મળે છે.સંજય રાવલ લાઈફના સિમ્પલ ફન્ડાને સરળ ભાષામાં લોકો સુધી પહોંચાડે છે.
સંજય સોશિયલ મીડિયાના માધ્યમથી સતત લોકો સાથે જોડાયેલા રહે છે. તેઓ મોટિવેશનલ ક્વૉટ્સ પણ પોસ્ટ કરે છે.સંજય રાવલે લખેલી બુક્સ ‘હવે મને પહેલા કરતા સારું લાગે છે’, ‘મને ગમે છે તમને પણ ગમશે’ બેસ્ટ સેલર્સ છે.
લેખક હોવાની સાથે સંજય રાવલ સફળ બિઝનેસમેન અને ફિલ્મ પ્રોડ્યુસર પણ છે.
સંજય રાવલે ફિલ્મ વિટામિન શી પ્રોડ્યુસ કરી છે. જેમાં RJ ધ્વનિત લીડ રોલમાં હતા.સંજય રાવલના મોટિવેશનના કારણે, તેમને સાંભળીને આજે હજારો લોકોના જીવન બદલાયા છે.
જીવનની મુશ્કેલીઓ વિશે સંજય રાવલ કહે છે કે, ‘દરેક મુશ્કેલીની પાછળ એક તક છુપાયેલી હોય છે તેને જોતા શીખી લો.’સંજય રાવલ વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, લોકોને મોટિવેટ કરવા માટે અનેક કાર્યક્રમો કરે છે. લોકોમાં નવી આશા અને ઉમંગ જગાવે છે.
સુખ અને ખુશી વિશે સંજય કહે છે કે, ‘આપણું સુખ, ખુશી બહારથી આવે છે. જે સકારણ હોય છે. એટલે જ એવે જવામાં કે આવવામાં બહુ વાર નથી લાગતી.’
લોકોને પ્રેરણા આપતા સંજય ફરવાના પણ શોખીન છે. તેઓ સોશિયલ મીડિયા પર તસવીરો પણ પોસ્ટ કરતા રહે છે.