રસ્તે જતા લોકોને ભેટી પડે છે આ યુવતી, ‘કડલ થેરેપી’ આપીને કરે છે અધધધ…કમાણી
આજના સમયમાં જ્યાં મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે ત્યાં પૈસા ઊભા કરવાની અલગ અલગ રીતો પણ જોવા મળી રહી છે. આ બધા વચ્ચે એક એવી મહિલાની કહાની હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જે લોકોને ભેટે છે અને આ ‘જાદુની જપ્પી’થી પૈસા કમાય છે.
આજના સમયમાં જ્યાં મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે ત્યાં પૈસા ઊભા કરવાની અલગ અલગ રીતો પણ જોવા મળી રહી છે. આ બધા વચ્ચે એક એવી મહિલાની કહાની હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જે લોકોને ભેટે છે અને આ ‘જાદુની જપ્પી’થી પૈસા કમાય છે. એટલું જ નહીં આ તેનો વ્યવસાય છે અને કાયદેસર રીતે તેણે તેનો કોર્સ કર્યો છે અને પ્રોફેશનલ રીતે કામ કરે છે.
લોકોને આપે છે ‘જાદુની જપ્પી’
હકીકતમાં આ મહિલાનું નામ મિસી રોબિન્સન છે. આ મહિલા ઓસ્ટ્રેલિયાના એક શહેરની રહીશ છે અને આ મહિલા લોકોને ગળે લગાવીને સારા એવા પૈસા ઊભા કરે છે. મહિલાની આ નોકરીને પ્રોફેશનલ કડલર ના નામથી ઓળખાય છે. આ નોકરીની ખાસ વાત એ છે કે લોકો પ્રોફેશનલ કડલર પાસે પ્રેમ અને શાંતિ મેળવવા માટે આવે છે અને તેના બદલામાં પૈસા આપે છે.
કડલિંગ માટે સેશન અને ટાઈમિંગ પણ અપાય છે
મીડિયા રિપોર્ટ્સ મુજબ આ મહિલા એકલતાનો ભોગ બનેલા અને પરેશાન લોકોને ગળે લગાવીને તેમની પરેશાનીઓ સાંભળે છે અને આ પ્રકારે તેમના તણાવને દૂર કરવામાં મદદ કરે છે. તેણે કડલિંગ માટે સેશન અને ટાઈમિંગ પણ બનાવી રાખ્યા છે. આ કામના બદલામાં તે લોકો પાસેથી એક સેશનના લગભગ 8 હજાર રૂપિયા વસૂલે છે.
લાઈસન્સ કડલ થેરેપિસ્ટ
મોટી સંખ્યામાં લોકો મહિલા પાસે આ કામ માટે પહોંચે છે. મહિલાના આ કામને ‘કડલ થેરેપી’ કહે છે. અસલમાં આ મહિલા એક મેન્ટલ હેલ્થ એક્ટિવિસ્ટ અને લાઈસન્સ કડલ થેરેપિસ્ટ છે. તેને કડલ થેરેપી ઓસ્ટ્રિલયા દ્વારા સર્ટિફાઈડ કરવામાં આવેલી છે. તે એક કલાક ભેટવાના સેશન માટે 150 ડોલર (લગભગ 12 હજાર રૂપિયા) ફી લે છે. તે સતત પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે.