આ દીકરીએ UPSC પાસ કરી પિતાનું અધૂરું સપનું પૂરું કર્યું – આખા ભારતમાં 53મો નંબર લાવી રોશન કર્યું માતા-પિતાનું નામ
ગુજરાતના વિદ્યાર્થીઓ સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં ખૂબ મહેનત અને પરિશ્રમ કરીને ઉત્તમ પરિણામ લાવતા હોય છે ત્યારે ઉત્તરાખંડની મુદ્રા ગેરોલા એ યુ પી એસ સી સિવિલ સર્વિસિસ માં 53 મો રેન્ક મેળવ્યો છે તેની સાથે તેણે ગયા વર્ષે યુપીએસસી ની પરીક્ષામાં 165 માં રેન્ક મેળવીને પોતાના પરિવારને ગર્વ અપાવ્યું હતું. મુદ્રા ગાયરોલા બાળપણથી જ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી તેમના અભ્યાસ દરમિયાનના પરિણામો ખૂબ જ સારા હતા. તેણે ધોરણ 10માં 96% મેળવ્યા હતા.
તેની સાથે જ ધોરણ 12 માં 97 ટકા મેળવ્યા હતા ત્યારબાદ તેણે મુંબઈથી ડેન્ટલ નો અભ્યાસ કર્યો હતો. તેમાં પણ તે ગોલ્ડ મેડાલિસ્ટ હતી ડીગ્રી પૂર્ણ થયા બાદ તેણે દિલ્હીમાં આવીને એમડીએસ માં એડમિશન લીધું હતું. તેણે તે દરમિયાન યુપીએસસી તરફ ધ્યાન દોર્યું હતું તેમાં તેણે ખૂબ જ લગાવ અને મહેનત સાથે તૈયારી કરી હતી. આ સફરમાં તેમને ઘણીવાર હારનો પણ સામનો કરવો પડ્યો હતો. જ્યારે મુદ્રા યુપીએસસી 2018 ની પરીક્ષામાં ઇન્ટરવ્યૂ માં પહોંચી હતી. ત્યારે તેમની પસંદગી થઈ ન હતી તેણે 2019 માં ફરીવાર પ્રયાસ કર્યો. પરંતુ આ યાદીમાં પણ તે સ્થાન મેળવી શકે ન હતી.
તે પછી તેણે 2020 યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષામાં મુખ્ય તબક્કામાં પહોંચી હતી. તે વર્ષ 2021 ની પરીક્ષામાં મુદ્રાએ 165 મો રેન્ક મેળવ્યો હતો. અંતે તેનું સપનું સાકાર થયું હતું તે આઇપીએસ બની ચૂકી હતી. પરંતુ આ સફરમાં તેમને વારંવાર હાર નો સામનો કરવો પડ્યો હતો છતાં પણ તેમને હાર ન માની અને સખત મહેનત ચાલુ રાખી. મુદ્રા ના પિતાનું સપનું તેમની પુત્રી આઈએએસ બને તેવું હતું તે વધુ જણાવતા કહે છે. કે તેમને પણ સિવિલ સર્વિસીસ માં જોડાવાનું સપનું હતું પરંતુ વર્ષ 1973 માં યુપીએસસી ની પરીક્ષા આપી હતી .પણ તે ઇન્ટરવ્યૂ માંથી બહાર થઈ ગયા હતા અરુણે ફરીવાર 1974 માં પરીક્ષા આપી હતી. પરંતુ બીમારીના કારણે તે ઇન્ટરવ્યૂ આપી શક્યા ન હતા.
પરંતુ આજે તેમની દીકરીએ તેમનું સપનું સાકાર કર્યો છે. તેથી જ તેમની આંખોમાં ખુશીઓના આંસુસરી પડ્યા હતા. ક્યારે હાર ન હોય માનવાનો આ ગુણ તે તેના પિતા પાસેથી જ શીખી હતી તેમના પિતા પણ ક્યારેય જીવનમાં હાર ન માનતા હતા. આ પરીક્ષામાં પાંચ લાખથી પણ વધુ ઉમેદવારો બેઠા હતા. જ્યારે સપ્ટેમ્બર 2022 માં લેવાયેલી મુખ્ય પરીક્ષા માં કુલ 13000 વિદ્યાર્થી બેઠા હતા. જેમાંથી 2529 ઉમેદવારો જ સફળ થયા હતા. આ પરીક્ષા ખૂબ જ અઘરી આવતી હોય છે પરંતુ મુદ્રા એ પોતાની મહેનત થકી આજે પોતાનું અને પોતાના પરિવારનું સપનું સાકાર કર્યું છે.