લીંબડીમાં આ ગાય વગર વિવાયે છેલ્લા ૧૧ વર્ષથી બે ટાઈમ ૩-૩ લીટર દૂધ આપે છે, આ ગાયને જોવા માટે લોકો દુર દુરથી આવે છે.

લીંબડીમાં આ ગાય વગર વિવાયે છેલ્લા ૧૧ વર્ષથી બે ટાઈમ ૩-૩ લીટર દૂધ આપે છે, આ ગાયને જોવા માટે લોકો દુર દુરથી આવે છે.

હાલના ચાલી રહેલા સમયમાં ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે કે તે જાણીને દરેક લોકો ચોકી ઉઠતા હોય છે, હાલમાં એક તેવી જ ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભોયકા ગામમાંથી સામે આવી હતી, આ ગામમાં આવેલા રામદેવપીરના મંદિરે અગિયાર વર્ષ પહેલાં એક ત્રણ વર્ષની ગાયની વાછરડી દાનમાં આવી હતી.

આ વાછરડી છેલ્લાં અગિયાર વર્ષથી વિહાયા વગર, બચ્ચાને જન્મ આપ્યા વગર સવારે અને સાંજે ત્રણ ત્રણ લીટર દૂધ આપતી હતી, આ ગાય એવી હતી કે તેને દિવસમાં ગમે તે સમયે દોહી શકાય, તેથી દરેક લોકો આ ગાયને એક ચમત્કાર માનતા હતા, આ ગાય આજે પણ રામદેવપીરના મંદિરમાં જોવા મળે છે, આ ગાયનું નામ જકલ રાખ્યું હતું.

તેથી આ ગાયની સારસંભાળ છેલ્લા અગિયાર વર્ષથી રામદેવપીરના ભક્ત જેસિંગભાઇ તળશીભાઈ બલોલિયા કરી રહ્યા હતા, આ ગાય સવાર અને સાંજે એમ છ લિટર દૂધ આપે છે તે ગાયના દૂધને વેચવામાં આવતું ન હતું, તે ગાયના દૂધથી મંદિરમાં દર્શને આવતા ભક્તો માટે ચા, પાણી અને જે દૂધ વધે તેમાંથી છાશ બનાવવામાં આવતી હોય છે.

ત્યારબાદ જે દૂધ વધે તેને એક પણ રૂપિયો લીધા વગર ગામના લોકોમાં વહેંચી દેવામાં આવે છે અને તેમાંથી જે ઘી બને છે તેને રામદેવપીરના મંદિરમાં અખંડ જ્યોત માટે અને પ્રસાદી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ ગાય છેલ્લાં અગિયાર વર્ષથી વિહાયા વગર દૂધ આપે છે તે ચમત્કાર જોઈને દરેક લોકો ચોકી ઉઠે છે.

આ મંદિરમાં દર રવિવારે ભક્તો મોટી સંખ્યામાં રામદેવપીરના દર્શન કરવા માટે આવે છે, તેથી તે દિવસે અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. આ ગાય વિષે વેટરનિટી ડો.સંદિપ પટેલે જણાવતા કહ્યું હતું કે ગાય કે વાછરડીમાં અડરના હોર્મોન્સ ડેવલોપ થાય અને મિલ્ક સિક્રેશનના ડેવલપમેન્ટના વિવાયા વગર પણ ગાય દૂધ આપી શકે છે, આવા કિસ્સાઓ કોઈ વાર ભાગ્યે જ જોવા મળતા હોય છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *