Rajkotના આ બ્રાહ્મણ પહેરે છે સવા કિલો સોનાની જનોઈ! સાથે રાખે છે પિસ્તોલ…
તમે કોઈ વ્યક્તિના હાથમાં સોનું, ગળામાં સોનું, પગમાં સોનું કે સોનાના ઘરેણાં પહેરેલા જોયા હશે. પરંતુ શું તમે કોઈ એવા વ્યક્તિને જોયા છે જેમણે દોરીમાંથી બનેલી જનોઈના બદલે સોનાની જનોઈ ધારણ કરી હોય. નહીં… તો અમે તમને એવા ગુરુજીની કહાની બતાવીશું જે 10, 20 ગ્રામ કે 100 ગ્રામ નહીં પરંતુ સવા કિલો સોનાની જનોઈ ધારણ કરે છે.
આ ગુરુજીનું નામ છે વિજયભાઈ જોષી. વિજયભાઈ જોશી Rajkot શહેરના ગજાનન માલસર આશ્રમના ગુરુજી છે. તેમને સોનાની જનોઈ ધારણ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો તે જાણવાનો પ્રયાસ અમારા સંવાદદાતાએ કર્યો.
મોટાભાગના ધાર્મિક પુસ્તકોમાં અનેક જગ્યાએ એક ગરીબ બ્રાહ્મણ હતો તે પ્રકારનો ઉલ્લેખ જોવા મળે છે. ત્યારે બ્રાહ્મણ કદાપી ગરીબ હોતો નથી આ વાતને સાર્થક કરવા માટે ગજાનન માલસર આશ્રમના ગુરુજી વિજયભાઈ જોશી સવા કિલોની સોનાની જનોઈ ધારણ કરે છે.
તો સાથે જ પોતાની કમર પર શસ્ત્ર એટલે કે રિવોલ્વર પણ રાખે છે. જ્યારે કે, પોતાના મુખેથી કંઠસ્થ સંસ્કૃતના શ્લોકનું પઠન કરી શાસ્ત્રનો પણ પરિચય આપે છે. તો ચાલો જાણીએ કે આ ગુરુજી છે કોણ???
સવા કિલો સોનાની જનોઈ!
હાલમાં સોનાનો જે ભાવ ચાલી રહ્યો છે તે મુજબ સામાન્ય લોકો માટે સોનું ખરીદવું ખૂબ જ મુશ્કેલ છે ત્યારે ૧૦ કે ૨૦ ગ્રામ નહિ પરંતુ લંકાપતિ રાવણની જેમ સવા કિલો સોનાની જનોઈ Rajkot અને માલસર ગજાનંદ આશ્રમના ગુરુજી વિજય જોશી પહેરે છે..
ત્યારે અનેક હિન્દુ ધાર્મિક પુસ્તકોમાં લખવામાં આવ્યું એક ગામ હતું અને તે ગામમાં ગરીબ બ્રાહ્મણ રહેતો હતો ત્યારે આ વિધાનને ક્યાંક ને ક્યાંક ગજાનંદ આશ્રમના ગુરુજી ખોટું સાર્થક કરતા હોય તેવું લાગે છે અને સાથોસાથ કમર પર પિસ્ટલ રાખી શસ્ત્રનો પરિચય આપે છે.
બ્રાહ્મણ કદી ગરીબ હોતો નથી
માલસર ગજાનન આશ્રમ ખાતે સેવાકીય પ્રવૃત્તિ કરનારા ગુરુજી વિજયભાઈ જોશીએ બ્રાહ્મણ કદાપિ ગરીબ નથી હોતો આ વાત સાર્થક કરવા માટે શરીર પર સવા કિલોની સોનાની જનોઈ ધારણ કરે છે. તો સાથે જ પોતાની કમર પર રિવોલ્વર રાખી આજના યુગમાં બ્રાહ્મણ રાષ્ટ્રહિત માટે તેમજ દુષ્ટોના નાશ માટે શસ્ત્ર ઉઠાવી દુષ્ટોનો સંહાર પણ કરી શકે તેમ છે તેનો પણ પરિચય આપે છે. તો સાથે જ પોતાના મુખેથી સંસ્કૃતના શ્લોકનું પઠન કરી બ્રાહ્મણના રક્તના એક એક કણમાં શાસ્ત્ર ગુંથાયેલું હોય છે તેનો પરિચય આપે છે.
ધનવાન કે કિર્તીવાન બનવા માટે યજમાનો બ્રાહ્મણો પાસેથી આશીર્વાદ મેળવે…
સોનાની જનોઈ ધારણ કરવાનો મારો દૃઢ સંકલ્પ હતો. પહેલાના સમયમાં લંકેશ એટલે કે રાવણ, તે એક વિદ્વાન બ્રાહ્મણ હતો તે પણ સોનાની જનોઈ ધારણ કરતો હતો. પહેલેથી એક ચીલો ચાલતો આવે છે કે, એક ગરીબ બ્રાહ્મણ.. અમે એ વારતાને બદલવા માંગીએ છીએ.
બ્રાહ્મણ ગરીબ કે બિચારો ક્યારેય હોતો જ નથી. બધા યથાશક્તિ બ્રાહ્મણને દાન આપે છે અને બ્રાહ્મણ તેને ધનવાન-કિર્તિવાન બનવાના આશિર્વાદ આપતો હોય છે.
તો બ્રાહ્મણ કેવી રીતે ગરીબ હોઈ શકે? બ્રાહ્મણ પાસે કદાચ ધન ઓછું હોઈ શકે છે પરંતુ તેની પાસે વિદ્યાજ્ઞાન તેમજ તપોબળ અન્ય કરતાં વધુ હોય છે. જેના કારણે બ્રાહ્મણ જ્યારે પણ પોતાના યજમાનોને આશિર્વાદ આપે છે ત્યારે તેમને યશ, કિર્તિ, ધન તેમજ દીર્ઘાયુ સહિતના આશીર્વાદ આપે છે.
more article : farmer :રાજકોટ ના આ ખેડૂત ઘી બનાવીને કરે છે વર્ષે 3 થી 4 કરોડની કમાણી, 123થી વધુ દેશોમાં જાય છે આ ખેડૂતનું ઘી…