ગોવાની ભીડ છોડો..ગુજરાતનું મીની ગોવા છે ગુજરાતમાં આવેલો આ બીચ…આપશે ગોવા જેવો જ અનુભવ…જુઓ
ઉનાળાની કાળઝાળ ગરમીના હવે ગણતરીમાં દિવસો બાકી છે, ત્યારે ચાલો અમે આપને એક એવી જગ્યા વિશે જણાવીશું કે જ્યાં તમે ઉનાળાના વેકેશનમાં ફરવા જઇ શકો છો. આ જગ્યા ગુજરાતનું મીની ગોવા જ છે. જો તમે બજેટના પ્રોબ્લેમના લીધે ગોવા ન જઇ શકતા હોય તો ભાવનગરમાં આવેલ હાથબ બંગલાની મુલાકાત લો અને આ જગ્યાની એન્ટ્રી ફી માત્ર 10 રૂપિયા જ છે.
ભાવનગરથી 30 કિમી દૂર દરિયા કિનારે આવેલું ગામ છે. હાથબ ગામ હવા ખાવાનાં સ્થળ તરીકે પ્રખ્યાત છે. ઉનાળામાં અહીંયા મોટી સંખ્યામાં લોકો ફરવા માટે આવે છે. આ ગામ ખૂબ જ ખાસ છે કારણ કે ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા હાથબમાં ઉત્ખનન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. માનવ સંસ્કૃતિના પ્રાચીન અવશેષો મળી આવ્યાં હતા.
આજથી 1500 વર્ષ પહેલા પશ્ચિમ ભારતમાં મૈત્રક કાળ હતો અને મૈત્રક વંશના શાસકો ભારતીય ઇતિહાસમાં રાજકીય, આર્થિક, ધાર્મિક અને સાંસ્કૃતિક સિદ્ધિઓને લીધે જાણીતો હતો.
આ સમયગાળામાં વલભી વિદ્યાપીઠ વિશ્વપ્રસિદ્ધ હતી અને વિદ્યાપીઠ નજીક બંદરિય નગર તરીકે હસ્તવપ્ર હતું, આજે હાથબ તરીકે જાણીતું છે.
ઇતિહાસવિદો અને પુરાતત્વવિદો આજે પણ માને છે કે, હાથબમાં વ્યવસ્થિત ઉત્ખનન આગળ ધપાવવામાં આવે તો લોથલની જેમ આપણી એક વધુ ઐતિહાસિક ધરોહર ઉજાગર થાય તેમ છે.
ભાવનગરનાં રાજવીએ હાથબ ગામથી દોઢ કિમી દૂર દરિયા કિનારે બંગલો બનાવ્યો હતો. જે હાથબ બંગલા તરીકે ઓળખાય છે.
આ બંગલો હાલ વન વિભાગનાં કબજામાં છે. બંગલો હાલ બંધ છે. વર્ષ 2014માં બંગલાનાં પરિસરની બાજુરમાં પારિસ્થિકી, પ્રવાસન સ્થળ સંકુલ બનાવવામાં આવ્યું છે.
અહીંયા તમને રહેવા અને જમવા સહિતની સુવિધા છે. તેમજ હાથબ બંગલામાં ફરવા જવાની ફી દસ રૂપિયા છે.