Diwaliની રાત્રે કરેલા આ ટોટકા રૂપિયાથી ભરી દેશે ઘર, ભુલ્યા વિના કરી લેજો આ ઉપાય…
હિન્દુ ધર્મમાં Diwali સૌથી મોટો તહેવાર હોય છે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસ થી થાય છે અને ભાઈબીજ સુધી આ તહેવાર ચાલે છે.
અમાસના દિવસે Diwaliની ઉજવણી થાય છે. આ વર્ષે 12 નવેમ્બરે દિવાળી ઉજવાશે. આ દિવસે બધા લક્ષ્મી અને ગણેશજીને પૂજા કરવાની સાથે લોકો કેટલાક ઉપાય પણ કરતા હોય છે જે ખૂબ જ કારગર અને શુભ ફળ આપનારા છે
Diwali ના દિવસે આ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાં ક્યારેય ધનની ખામી સર્જાતી નથી. જે વ્યક્તિ દિવાળીના દિવસે આ ઉપાય કરી લે છે તેના પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. તો ચાલો તમને પણ જણાવીએ કે દિવાળીની રાત્રે એવા કયા ઉપાય છે જેને કરવાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
ધનપ્રાપ્તિ માટેના ઉપાય
ચણાની દાળનો ઉપાય
Diwaliના દિવસે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે ગણેશજી અને લક્ષ્મીજીની વિધિપૂર્વક પૂજા કરો. પૂજામાં તેમને ચણાની દાળ અર્પણ કરો. પૂજા પછી દાળને પીપળાના ઝાડમાં ચડાવો. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન પ્રાપ્તિના આશીર્વાદ મળે છે.
ગણેશ યંત્રનો ઉપાય
Diwali ના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો ઘરના મંદિરમાં લક્ષ્મી ગણેશ યંત્રની સ્થાપના કરવી જોઈએ. આ યંત્રની સ્થાપના કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની કૃપા હંમેશા વ્યક્તિ પર રહે છે.
આ પણ વાંચો : Vibhishana : ૯૦૦૦ વર્ષથી અહિયાં આજે પણ જીવિત છે વિભીષણ, આખરે ક્યાં રહે છે વિભીષણ
સફેદ મીઠાઈ
Diwali ના દિવસે માતા લક્ષ્મી ને સફેદ મીઠાઈ અર્પણ કરવી જોઈએ આમ કરવાથી વ્યક્તિના જીવનમાંથી કરજ દૂર થાય છે. પ્રસાદમાં ચડાવેલી મીઠાઈ ને કોઈ ગરીબ વ્યક્તિને પ્રસાદમાં આપવી.
પીપળા નીચે દીવો
કોઈ વ્યક્તિ લાંબા સમયથી આર્થિક સમસ્યાથી પરેશાન હોય તો તેને Diwaliની રાત્રે પીપળાના ઝાડ નીચે સાત દીવા કરવા જોઈએ. આમ કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ સુધરે છે અને ધન લાભ થાય છે.
તુલસીની માળા
Diwali ના દિવસે સવારે સ્નાનાદી કર્મ કરીને માતા લક્ષ્મીને તુલસીની માળા અર્પણ કરવી જોઈએ આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન વૃદ્ધિ થાય છે.
more article : Diwaliની રાત્રે ચૂપચાપ કરી લો આ ટોટકો: રાતોરાત શરૂ થઈ જશે ધનની આવક, છલકાઈ જશે ઘરની તિજોરી…