ફક્ત 4 વર્ષમાં આ શેરોનો ભાવ 5થી 20 ગણા સુધી વધી ગયોઃ

ફક્ત 4 વર્ષમાં આ શેરોનો ભાવ 5થી 20 ગણા સુધી વધી ગયોઃ

Multibagger Shares: સ્ટોક માર્કેટમાં કેટલાક શેરો દરેક સમયગાળામાં સારો દેખાવ કરવા માટે જાણીતા હોય છે. આવા શેરોમાં રોકાણ કરવાથી ઈન્વેસ્ટરો લાંબા ગાળે સારી એવી કમાણી કરી શકે છે. ET Markets દ્વારા એવા 5 શેર અલગ તારવવામાં આવ્યા છે જેના ભાવ 4 વર્ષની અંદર 5 ગણાથી લઈને 20 ગણા સુધી વધી ગયા છે. આ તમામ શેરમાં દર વર્ષે 25 ટકાના દરે ગ્રોથ થઈ રહ્યો છે. આ સરવે માટે માત્ર એવા સ્ટોક્સને પસંદ કરવામાં આવ્યા છે જેની માર્કેટ કેપિટલ 1000 કરોડથી વધારે છે.

આ લિસ્ટમાં ગુજરાત થિમિસ બાયોસિન (Gujarat Themis Biosyn)નું નામ સામેલ છે. છેલ્લા 4 વર્ષની અંદર આ શેરનો ભાવ 1904 ટકા જેટલો વધી ગયો છે. આ શેર હાલમાં 789 રૂપિયાના ભાવે ચાલે છે. આ કંપની નફાના માર્જિનમાં વધારાની સાથે સાથે ત્રિમાસિક ચોખ્ખો નફો વધારવામાં પણ સક્ષમ રહી છે. આ કંપની પર કોઈ દેવું નથી. છેલ્લા બે વર્ષથી કંપનીના વાર્ષિક નેટ પ્રોફીટમાં વધારો થયો છે અને બૂક વેલ્યૂ પ્રતિ શેર પણ વધી છે.

Ion Exchange (India) પણ છેલ્લા ચાર વર્ષમાં જબ્બરજસ્ત દેખાવ કરનારો શેર છે. 4 વર્ષની અંદર આ સ્ટોક 892 ટકા વધ્યો છે અને તેનો હાલનો બજારભાવ રૂ. 4000 ચાલે છે. આ કંપની પર દેવાનું પ્રમાણ ઓછું છે. છેલ્લા બે ક્વાર્ટરથી તેની રેવન્યુ અને નફામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં વાર્ષિક નેટ પ્રોફીટમાં વધારો થયો છે. આ કંપનીના પ્રમોટર્સ દ્વારા શેર ગીરવે મુકાયા નથી. એફઆઈઆઈ અને એફપીઆઈ દ્વારા તેનું શેરહોલ્ડિંગ વધારવામાં આવ્યું છે.

JB Chemicals & Pharmaceuticalsનો શેર પણ છેલ્લા 4 વર્ષથી જોરદાર ચાલે છે. આ શેરમાં રોકાણકારોને 4 વર્ષના ગાળામાં 436 ટકા નફો મળ્યો છે અને તેનો હાલનો બજારભાવ રૂ. 1951 છે. આ કંપનીનો શેર એટલા માટે ચાલે છે કારણ કે તેમાં દેવાનું પ્રમાણ ઓછું છે, છેલ્લા બે વર્ષમાં નેટ કેશ ફ્લોમાં સુધારો કર્યો છે, છેલ્લા બે વર્ષથી બૂક વેલ્યૂ પ્રતિ શેરમાં સુધારો થયો છે. કંપનીના પ્રમોટરે કોઈ શેર ગીરવે નથી મુક્યા.

Sanmit Infraના શેરમાં છેલ્લા 4 વર્ષના ગાળામાં 1912 ટકાનો ઉછાળો આવ્યો છે અને હાલમાં આ શેર 80ના ભાવે ચાલે છે. આ સ્ટોક એટલા માટે ચાલ્યો છે કારણ કે તેમાં છેલ્લા બે વર્ષમાં ROEમાં સુધારો થયો છે, કંપની પર દેવાનું પ્રમાણ ઓછું છે, છેલ્લા બે વર્ષથી તેના નેટ પ્રોફીટમાં વધારો થયો છે, બૂક વેલ્યુ સુધરી છે અને કંપનીના પ્રમોટર્સ દ્વારા કોઈ શેર ગીરવે રખાયા નથી.

આ લિસ્ટમાં પાંચમો અને છેલ્લો શેર ટિમકેન ઈન્ડિયા (Timken India) છે જેના ભાવમાં છેલ્લા 4 વર્ષમાં 386 ટકાનો વધારો થયો છે. હાલમાં આ સ્ટોક 3237 પર ચાલે છે. છેલ્લા બે વર્ષથી તેનો ROA સુધરી રહ્યો છે, કંપની પર દેવાનું પ્રમાણ ઓછું છે અને નેટ પ્રોફીટમાં પણ સુધારો થયો છે. આ કંપનીના પ્રમોટર્સ દ્વારા પણ કોઈ શેર ગીરવે મુકવામાં નથી આવ્યા. તેના કારણે તેનું પરફોર્મન્સ સુધર્યું છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *