Holi ના રંગોના આ ઉપાયો છે ચમત્કારિક, આર્થિક તંગી અને ગ્રહદોષથી એક રાતમાં મુક્તિ મળશે….

Holi ના રંગોના આ ઉપાયો છે ચમત્કારિક, આર્થિક તંગી અને ગ્રહદોષથી એક રાતમાં મુક્તિ મળશે….

Holi  : ફાગણ મહિનાની પૂનમની તિથિના દિવસે હોળીનો તહેવાર મનાવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર હોળીનો તહેવાર ભગવાન શ્રીકૃષ્ણને અતિપ્રિય છે. આ વર્ષે હોળીની ઉજવણી 25 માર્ચે કરવામાં આવશે. આ દિવસનું વિશેષ મહત્વ હોય છે. Holi ના દિવસે રંગ અને ગુલાલથી એકબીજાને રંગવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં Holi ના રંગોના અને ગુલાલના કેટલાક ઉપાય પણ જણાવવામાં આવ્યા છે જેને કરવાથી વ્યક્તિને ગ્રહ દોષ અને આર્થિક તંગીથી છુટકારો મળી શકે છે.

આ પણ વાંચો: Surat : સુરત એરપોર્ટ પર મોટો અકસ્માત શારજાહ ફ્લાઈટ સાથે અથડાઈ ટ્રક, વિંગ ડેમેજ થયા..

Holi  : ધાર્મિક માન્યતા અનુસાર Holi  ના દિવસે દેવી-દેવતાઓની ઉપાસના કરી તેમની પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે. આ દિવસે મંત્રોનો જાપ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે અને જીવનની સમસ્યાઓ પણ દૂર થાય છે. આજે તમને Holi  ના રંગોના કેટલાક વિશેષ ઉપાયો વિશે જણાવીએ.

હોળી 2024 માટેના રંગોના ઉપાય

– જો ઘરમાં કોઈ વ્યક્તિ માનસિક રોગથી પરેશાન હોય તો હોલિકા દહનમાં સૂકુ નાળિયેર, કાળા તલ, લવિંગ અને પીળી સરસવના દાણા બીમાર વ્યક્તિના માથા પરથી ઉતારી પધરાવી દેવા.

– પરિવારમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે તો હોલિકા દહનની ભસ્મમાંથી તે વ્યક્તિને તિલક કરવું. થોડી રાખ ઘરમાં રાખી રોજ આ કામ કરવાથી વ્યક્તિને લાભ થશે.

– હોલિકા દહનની ભસ્મનો શિવલિંગની પૂજામાં પણ ઉપયોગ કરી શકાય છે. શિવજીની પૂજા ધૂળેટીના દિવસે કરો ત્યારે આ ભસ્મ તેમને અર્પણ કરવી તેનાથી ગ્રહ દોષથી મુક્તિ મળે છે.

– ધુળેટીના દિવસે ઘરના મુખ્ય વ્યક્તિએ મુખ્ય દરવાજાની બહાર ગુલાલ છંટવો જોઈએ અને બે વાટનો ઘીનો દીવો કરવો જોઈએ. આમ કરવાથી આર્થિક સમસ્યાઓથી છુટકારો મળે છે અને આવકમાં વધારો થાય છે.

આ પણ વાંચો : સૂર્યગ્રહણ : 50 વર્ષ પછી લાગી રહ્યું છે આવું સૂર્યગ્રહણ, જાણો કેમ છે ખાસ, શું ભારતમાં જોવા મળશે આ નજારો?

– ધુળેટીના દિવસે માં લક્ષ્મીની પૂજા કરી તેમને ગુલાલની સાથે લાલ ફુલ, ફળ વગેરે અર્પણ કરી આરતી ઉતારવી. આ દિવસે માતાને ખીરનો ભોગ ધરાવો. આ રીતે પૂજા કરવાથી ઘરની પૈસાની સમસ્યાઓ દૂર થવા લાગે છે.

– જ્યોતિષશાસ્ત્ર અનુસાર લીલો રંગ બુધ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. બુધ ગ્રહ સુખ સમૃદ્ધિનો કારક છે. તેથી ધુળેટીના દિવસે ગુલાલની સાથે લીલા રંગનો પણ ઉપયોગ કરવો. આમ કરવાથી બુધ ગ્રહ મજબૂત થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *