મુકેશ અંબાણીની પુત્રીની આ છે અજાણી વાતો, જાણો હકીકત..
ભારતના સૌથી પૈસાદાર બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણી હજી કેટલાક મહિના પહેલા જ પ્રભુતામાં પગલાં પાડી ચૂક્યા છે. સુંદર હોવાની સાથે સાથે ઈશા અંબાણીની બિઝનેસ સેન્સ પણ શાનદાર છે. ઈશા અંબાણી આનંદ પિરામલ સાથે લગ્ન કરી ચૂક્યા છે. વાંચો ઈશા અંબાણી વિશેની અજાણી વાતો.
ઈશા અંબાણીનો જન્મ 23 ઓક્ટોબર, 1991ના દિવસો થયો છે.ઈશા અંબાણીની નેટવર્થ 4,270 કરોડની મનાય છે. 2008માં ફોર્બ્ઝ મેગેઝિનના સૌથી યુવાન બિલિયોનેરની યાદીમાં ઈશા અંબાણી બીજા નંબરે હતા.
ઈશા અંબાણી યેલ યુનિવર્સિટીમાંથી સાયકોલોજી અને સાઉથ એશિયન સ્ટડીઝમાં ગ્રેજ્યુએશન કરી ચૂક્યા છે. ઈશાએ ઓક્ટોબર 2014માં રિલાયન્સ રિટેલ અને જિયોના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે એન્ટ્રી કરી હતી.
2014માં સાયકોલજી અને સાઉથ એશિયન સ્ટડીઝમાં ગ્રેડ્યુએશન કર્યા બાદ ઈશાએ મેકિન્સી એન્ડ કંપનીમાં બિઝનેસ એનાલિસ્ટ તરીકે કામ કર્યું છે.2015માં ઈશા અંબાણીનું નામ એશિયાના 12 પાવરફુલ બિઝનેસવુમનની યાદીમાં આવ્યું હતું.
ડિસેમ્બર 2015માં ઈશા અંબાણીએ પોતાના ભાઈ અને બ્રાન્ડ એમ્બેસેડર શાહરુખ ખાનની હાજરીમાં જીયોની 4G સર્વિસ લોન્ચ કરી હતી.ઈશા અંબાણીને 2015માં ફેમિના મેગેઝિનના કવર પેજ પર સ્થાન મળ્યું હતું
એપ્રિલ 2016માં ઈશા અંબાણી ઓનલાઈન ફેસન રિટેલર બ્રાન્ડ AJIO લોન્ચ કરી હતી. 2015ના લેક્મે ફેશન વીકમાં આ બ્રાન્ડ લોન્ચ કરાઈ હતી. 2016માં AJIOનું ઈ ટેઈલ સેલ્સ 15 બિલિયન ડૉલર હતું. જે રિટેઈલમાં રોકાયેલા પૈસાનું 2 ટકા હતું
ઈશા અંબાણીનો પહેલો સૌથી મોટો પ્રોજેક્ટ જીયો હતો.
AJIO રિલાયન્સ રિટેઈલની સબસિડરી કંપની છે. ઈશા અંબાણી AJIOનું બ્રાન્ડિંગ અને મેનેજમેન્ટ સંભાળે છે.ઈશા અંબાણી ભારતની સૌથી પૈસાદાર યુવતી છે. ઈશાએ બિઝનેસની દુનિયામાં પોતાનું નામ બનાવ્યું છે.ઈશા અંબાણી પોતાની બ્રાન્ડ AJIOને ઈ કોમર્સ બિઝનેસમાં બેસ્ટ બનાવવા ઈચ્છે છે.
ઈશા અંબાણી જાણીતા મેગેઝિન VOGUEના કવરપેજ પર પણ ચમકી ચૂક્યા છે. મેગેઝિને ઈશા અંબાણીને ગ્રેસિયસ, જનરલ, આર્ટિક્યુલેટ ગણાવ્યા હતા.ઈશા અંબાણી 2018માં સ્ટેન્ડફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલમાંથી એમબીએ કરી ચૂક્યા છે.
VOGUEના ઈન્ટરવ્યુમાં ઈશા અંબાણીએ કહ્યું હતું,’મારી જિંદગીમાં મે મારા આખા પરિવારને રિલાયન્સનો વિકાસ કરવા અને દેશના નાગરિકોનું જીવન ધોરણ સુધારવા માટે મહેનત કરતા જોયો છે. એટલે મને પણ દેશ માટે અને કંપની માટે જવાબદારીનો અહેસાસ છે. હું માનું છું કે રિલાયન્સનો વિકાસ જ મારો ધર્મ છે. ‘
ઈશા અંબાણીએ ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે તે ટીચર બનવા ઈચ્છતા હતા. પરંતુ તેને એ પણ ખબર હતી કે તેમણે ક્યારેક તો રિલાયન્સમાં જોડાવું જ પડશે.
VOGUE સાથેના ઈન્ટરવ્યુમાં ઈશાએ કહ્યું હતું,’મારા માતાપિતાએ મારો ઉછેર પરંપરાગત રીતે જ કર્યો છે. અને બાળપણથી જ મને શીખવવામાં આવ્યું છે પરિવાર હંમેશા પ્રાથમિક્તા છે.’
ઈન્ટરવ્યુમાં ઈશા અંબાણીને કામના દબાણ અંગે પૂછાયું તો તેમણે કહ્યું હતું,’હું હંમેશા સ્પોટલાઈટમાં રહું છું એટલે પ્રેશર વધુ રહે છે. લોકો તમને જોઈ રહ્યા છે, તમારી નિષ્ફળતાની રાહ જોઈ રહ્યા છે. મને લાગે છે કે મારે સફળતા જાળવી રાખવા બમણી મહેનત કરવી પડશે.’
રોલ મોડેલ્સ વિશે વાત કરતા ઈશા અંબાણીએ કહ્યું કે તેને શેરિલ સેન્ડબર્ગ, પેપ્સિકોના CEO ઈન્દ્રા નૂયી અને લ઼રેન પોવેલ જોબ્સ જેવી મહિલાઓ ગમે છે.
જો કે ઈશા અંબાણી વૉગ સાથેની વાતચીતમાં એ પણ કહ્યું હતું કે,’માર પિતા જ મારા બેસ્ટ રોલમોડેલ છે. કારણ કે તેમના કારણે જ મને ડર નથી લાગતો. તેમણે મને શીખવું છે કે હિંમતથી, મહેનતથી અને આત્મવિશ્વાસથી બધું જ મેળવી શકાય છે.’
આકાશ અંબાણીની આ જોડિયા બહેને અજય પિરામલ અને સ્વાતિ પિરામલના પુત્ર આનંદ પિરામલ સાથે લગ્ન કર્યા છે. આનંદ અને ઈશા લાંબા સમયથી મિત્રો હતા. બંનેના ફેમિલિ પણ એકબીજાને લાંબા સમયથી ઓળખે છે.માતા-પિતા નીતા અંબાણી, મુકેશ અંબાણી, ભાઈ અનંત અને આકાશ સાથે ઈશા.