સુતેલા કિસ્મતને પણ જગાડશે લાલ કિતાબના આ 5 ટૂચકા, ગરીબી તમારી નજીક પણ નહીં ફરકે

ઘણી વખત તમે સાંભળ્યું કે જોયું હશે કે ખુબ મહેનત કર્યા પછી પણ આપણી ઈચ્છા પ્રમાણે સફળતા મળતી નથી. જ્યારે અમુક લોકો ઓછી મહેનતે પણ ઘણું બધું હાંસલ કરી લે છે. તેમની પાસે તે બધું છે જે તેઓએ મેળવવાનું સપનું જોયું હતું. મતલબ કે ક્ષમતા હોવા છતાં નસીબનો પૂરો સાથ નથી મળતો. આવી સ્થિતિમાં લાલ કિતાબની કેટલીક ખાસ યુક્તિઓ અથવા ઉપાયો કરીને સૂતેલા ભાગ્યને જાગૃત કરી શકાય છે. જાણો ગરીબી દૂર કરવા અને સૂતેલા ભાગ્યને જગાડવાની ખાસ યુક્તિઓ.
પક્ષીઓને દાણા નાખવા પણ દુર્ભાગ્યને દૂર કરે છે. રોજ ઘરમાં અથવા તો બહાર પંખીઓને દાણા નાંખો, લાલ કિતાબના મતે રોજ આવું કરવાથી સૂતેલું કિસ્મત ફરી જાગી જશે.
લાલ કિતાબના મતે ઘરમાં ટૂટેલો કાચ અથવા તો બંધ ઘડીયાળ રાખવી જોઈએ નહીં. તેને રાખવાથી કિસ્મતના દરવાજા બંધ થઈ જાય છે. સાથે ઘર પર દુર્ભાગ્યનો સાયો પણ મંડરાય છે.
ઘરમાં શનિ યંત્ર રાખવું અથવા તો તેનું ચિત્ર લગાવવું પણ શુભ મનાય છે. લાલ કિતાબ અનુસાર, આ યંત્રથી કોઈ પણ પ્રકારની અનહોનીનો ખતરો રહેતો નથી. આ યંત્ર ગળામાં પણ પહેરી શકાય છે અને પર્સમાં પણ રાખી શકાય છે.
ઘરમાં એક્વેરિયમ રાખો. માછલીઘરમાં કાળા રંગની પાંચ માછલીઓ રાખો. આ સિવાય બે ગોલ્ડન ફિશ પણ રાખો. તેનાથી દુર્ભાગ્ય દૂર થાય છે.
લાલ કિતાબના મતે ગાયની રોજ સેવા કરવાથી સૂતેલું કિસ્મત ફરી જગાડી શકાય છે. તેના સિવાય ગાયને નિયમિત ચારો ખવડાવાથી પણ દુર્ભાગ્ય દૂર થાય છે. આ સિવાય ગાયને ગોળ અને રોટલી ખવડાવવી પણ શુભ મનાય છે.