ઘરમાં ગરીબી અને દરિદ્રતા લઈને આવે છે આ 5 વસ્તુ, આજે જ બદલી નાંખો પોતાની આદત નહિતર બરબાદ થવાથી ભગવાન પણ નહીં બચાવી શકે

ઘરમાં ગરીબી અને દરિદ્રતા લઈને આવે છે આ 5 વસ્તુ, આજે જ બદલી નાંખો પોતાની આદત નહિતર બરબાદ થવાથી ભગવાન પણ નહીં બચાવી શકે

ઘરમાં આપણા રૂમની દિશા યોગ્ય હોવું કાફી હોતું નથી, પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવામાં આવેલી દરેક ચીજ સકારાત્મક અને નકારાત્મક ઊર્જાના કારણ બને છે. જેથી ઘરમાં રાખવામાં આવેલી ચીજોને લઈને ખુબ જ સતર્કતા રાખવી જરૂરી છે, નહીંતર ઘરની સુખ-શાંતિ બરબાદ થઈ જાય છે અને એક બાદ એક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. તો ચાલો તમને અમારા આ લેખમાં જણાવીએ કે કઈ ચીજોને ઘરમાં કયા સ્થાન ઉપર રાખવી જોઈએ અને કઈ ચીજો ઘરમાં રાખવી જોઈએ નહીં.

ઘરમાં ક્યારેય પણ કાંટા વાળા છોડ રાખવા નહીં. કાંટાવાળા છોડ ઘરમાં નકારાત્મકતા લાવે છે. પરિવારનાં સદસ્યો ની વચ્ચે મતભેદ લાવે છે. વળી બોનસાઈ પ્લાન્ટ પ્રગતિમાં અડચણ લાવે છે. આ છોડ ઘરમાં હોવાથી ઘણા વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે.

ઘરની દિવાલ ઉપર ક્યારેય પણ જંગલી જાનવરોની તસ્વીર, યુદ્ધ વાળી તસ્વીર, ઉજ્જડ વેરાન રણ ની તસ્વીર, સુકાયેલા વૃક્ષની તસ્વીર લગાવવાની ભૂલ ક્યારેય કરવી નહીં. આવું કરવાથી ઘણા પ્રકારની સમસ્યા અને પરિવારમાં તણાવ ઊભો થાય છે. ઘરમાં હંમેશા ખુશહાલી, રંગબેરંગી અને મનને શાંતિ મળે એવી તસ્વીરો લગાવવી જોઈએ.

ઘરમાં કરોળિયાનાં જાળા હોવા પણ ખુબ જ અશુભ હોય છે. તેનાથી ઘરના લોકોમાં આળસ તથા ચીડીયાપણું આવે છે, હંમેશાં મુંઝવણમાં રહે છે, તેમની પ્રગતિ અટકી જાય છે, યોગ્ય નિર્ણય લઈ શકતા નથી. કુલ મળીને ઘરમાં કરોળિયાના જાળા હોવાથી પરસ્પર સંબંધો તથા નોકરી વેપાર બંને માટે પણ સારું માનવામાં આવતું નથી.

ઘરમાં નટરાજની મુર્તિ હોવી પણ અશુભ માનવામાં આવે છે. વળી શિવ તાંડવ ની તસ્વીર જે ઘરમાં હોય છે તે ઘરમાં સંબંધો અને પરસ્પર પ્રેમ ઉપર ખરાબ અસર પડે છે. એટલા માટે ઘરમાં ક્યારેય પણ નટરાજની મુર્તિ રાખવી નહીં. ઘરમાં ક્યારેય પણ તુટેલી-ફુટેલી, ખરાબ થઈ ગયેલી ચીજો, તુટી ગયેલા વાસણ, ખરાબ થયેલ ઇલેક્ટ્રોનિક સામાન, ફાટી ગયેલી તસ્વીરો અને ફર્નિચર રાખવું જોઈએ નહીં. તે ઘરમાં નકારાત્મક ઊર્જા લાવે છે. તેનાથી ઘરમાં ધન હાનિ થાય છે અને ગરીબીનો સામનો કરવો પડે છે.

admin

Leave a Reply

Your email address will not be published.