ચમત્કારિ છે આ દેવીનું મંદિર, કુદરતી આફત આવે તે પહેલા જ કુંડનું પાણી થઈ જાય છે કાળું, જાણો શું છે રહસ્ય…
ચમત્કારિક છે આ દેવીનું મંદિર, કુદરતી આફત આવે તે પહેલા જ કુંડનું પાણી થઈ જાય છે કાળું. ભારત દેશમાં ઘણા એવા ચમત્કારિક અને અનોખા મંદિરો છે, જેના ચમત્કારો વિશે વૈજ્ઞાનિકો પણ આજ સુધી શોધી શક્યા નથી. આ તમામ મંદિરો સાથે જોડાયેલી રસપ્રદ વાતો છે અને તેમની સાથે ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી છે.
આ મંદિરોની એક કે હીલ ભવાની મંદિર પણ છે. આ પ્રખ્યાત મંદિર જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં સ્થાપિત છે. આ મંદિરમાં મા દુર્ગાની મૂર્તિ સ્થાપિત છે. માન્યતાઓ અનુસાર આ મંદિરની સ્થાપના હનુમાનજીએ કાશ્મીરમાં કરી હતી. આ મંદિરને સ્થાનિક લોકોમાં રાગ્ય દેવી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.
મંદિરમાં દર વર્ષે પરંપરાગત મેળો ભરાય છે. જે પરંપરાગત આદર અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. દર વર્ષે યોજાતા આ મેળાને ખીર ભવાની મેળો કહેવામાં આવે છે. અહીં આવતા ભક્તો ધાર્મિક મંત્રોચ્ચાર વચ્ચે મંદિરમાં ઘંટ વગાડીને દેવીના દર્શન કરે છે.
ખીર ભવાની મેળો આ વિસ્થાપિત સમુદાયનો સૌથી મોટો ધાર્મિક મેળો માનવામાં આવે છે. આ મેળાનો રાજ્યના સાંપ્રદાયિક સૌહાર્દના પ્રતીકોમાં સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે હિંદુ આસ્થા સાથે જોડાયેલા આ મેળા માટે મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા ઘણી વ્યવસ્થા કરવામાં આવે છે.
ભક્તો ઉઘાડા પગે દર્શન માટે આવે છે. દેવી માતાના દર્શન કરવા માટે ભક્તો ખુલ્લા પગે મંદિરે આવે છે. પુરૂષ ભક્તો મંદિર પાસેના પાણીમાં સ્નાન કરે છે. મંદિર પરિસરમાં સ્થિત પાણીની ટાંકીમાં ભક્તો ખીર ચઢાવે છે. એવું માનવામાં આવે છે કે, મંદિરની નીચે વહેતી નદીના પાણીનો રંગ ખીણનું કલ્યાણ દર્શાવે છે. જો તેનું પાણી કાળું હોય તો તે અશુભ માનવામાં આવે છે.
કોઈપણ કુદરતી આફત આવે તે પહેલા મંદિરના કુંડનું પાણી કાળું થઈ જાય છે. આ રીતે, સ્થાનિક લોકોને કટોકટી વિશે અગાઉથી માહિતી મળી જાય છે. લોકો તેને માતાનો ચમત્કાર માને છે. હિંદુઓની સાથે-સાથે બિનહિન્દુઓ પણ અહી અઢળક આસ્થા ધરાવે છે.
પૌરાણિક કથાઓ અનુસાર મંદિરનું મહત્વ, આ રામાયણ કાળની વાત છે. અગાઉ ખીર ભવાની માતાનું મંદિર શ્રીલંકામાં હતું. અહીં માતાની સ્થાપના રાવણે કરી હતી. રાવણે સખત તપ કરીને માતાને પ્રસન્ન કર્યા હતા અને મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. જો કે, પાછળથી માતા રાવણના દુષ્ટ કાર્યોથી નારાજ થઈ.
જ્યારે હનુમાનજી માતા સીતાની શોધમાં લંકા પહોંચ્યા, ત્યારે માતાએ રામના આ ભક્તને તેમની અન્ય જગ્યાએ સ્થાપના કરવા કહ્યું. ત્યારબાદ હનુમાનજીએ કાશ્મીરના તુલમૂલ ગામમાં માતાની સ્થાપના કરી હતી. આજે પણ આ મંદિર શ્રીનગરથી 14 કિમી દૂર ગાંદરબલ જિલ્લામાં આવેલું છે.