જીગ્નેશ કવિરાજના પહેલા ડાયરાનો વીડિયો થયો વાયરલ,જુઓ બાળપણમાં કેવા લાગતા હતા કવિરાજ..

જીગ્નેશ કવિરાજના પહેલા ડાયરાનો વીડિયો થયો વાયરલ,જુઓ બાળપણમાં કેવા લાગતા હતા કવિરાજ..

ગુજરાતના લોક કલાકારો ના ડાયરા ના કલાકારો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ અને વિદેશમાં પણ પોતાનો ડંકો વગાડી રહ્યા છે. આ કરીને આજે અમે તમને આ લેખ ની અંદર ગુજરાતના પ્રખ્યાત લોકગાયક એવા જીગ્નેશ કવિરાજ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

સાંભળ મારા કાળીયા ઠાકર, રસિયો રૂપાળો રંગ રેલીઓ, હાથમાં છે વીસ્કી જેવા ગીતોથી યુવાનો તેમજ બાળકોમાં પણ લોક ચાહના મેળવનાર આ કલાકારે તાજેતરમાં જ એક જૂનો વિડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા વીડિયો શેર કર્યો છે.

આ વિડિયો શેર કરતાં તેણે લખ્યું, મારા જીવનની પહેલી લાઈવ ડાયરો. આ વીડિયોમાં જીગ્નેશ કવિરાજ ખૂબ જ નાનો છે અને આ ચોઘડિયું ના નામે હરિ ભજન ગાઈ રહ્યો છે.

હજુ પણ તેમને સાંભળવા માટે હજારો લોકો એકઠા થયા હતા જે આ વિડીયોમાં જોઈ શકાય છે અને જીગ્નેશ કવિરાજના ચહેરા પરના હાવભાવથી તમે સમજી શકો છો કે તેમને બાળપણથી જ ગાયન અને ડાયરાનો કેટલો શોખ હતો.

જીગ્નેશ કવિરાજ ના ગીત માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ અને વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત બન્યા છે. તેમજ તેમના પ્રોગ્રામ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દુનિયાના ઘણા બધા દેશો ની અંદર તેમના પ્રોગ્રામમાં થઇ રહ્યા છે.

જીગ્નેશ કવિરાજની ગાવાની છટા અને સ્ટાઈલ લોકોને ખૂબ જ પસંદ આવે છે. જીગ્નેશ કવિરાજને બાળપણથી જ લોકગીતો ગાવાનો ખૂબ જ શોખ રહેલો છે.

જીગ્નેશ કવિરાજ નો જન્મ ૩ સપ્ટેમ્બર ૧૯૮૮ના રોજ ગુજરાતની અંદર આવેલા મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં થયો હતો. ખાસ કરીને આજે અમે તમને બાળપણની વાતો કરીએ તો જીગ્નેશ કવિરાજને પહેલાથી જ સંગીત ક્ષેત્રે ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

કવિ રાજના પિતા હસમુખભાઈ બારોટ અને તેમના મોટા ભાઈ વિશાલભાઈ બારોટ અને તેના દાદા અને તેના કાકા પણ સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલા હતા. તમે જીગ્નેશ કવિરાજ નાનપણથી જ તેમના પિતા અને કાકા સાથે ભજનના પ્રોગ્રામ માં જતા હતા.

અત્યાર સુધી જીગ્નેશ કવિરાજ ઘણા બધા ગુજરાતની અંદર પ્રોગ્રામ કર્યા છે અને તેમના ગુરુ એવા કીર્તિદાન ગઢવી સાથે પણ તેમણે ઘણા બધા લોક ડાયરા કર્યા છે.

ખાસ કરીને કિંજલ દવે વિક્રમ ઠાકોર ગમનભાઈ સાથલ જેવા કલાકારોની સાથે પણ તેમને ઘણા ગીતો અને ડાયરા ઓ કર્યા છે. ખાસ કરીને જીગ્નેશ કવિરાજના નવરાત્રી ની અંદર ખૂબ જ મોટી માત્રામાં ગીત વગાડવામાં આવે છે.

જીગ્નેશ કવિરાજની સફળતાની પાછળ તેમના ઘણા વર્ષોની મહેનત છે. જ્યારે તેઓ જૂના અનુભવની વાતો કરતા હતા ત્યારે કહેતા હતા કે, હું જ્યારે કોઈ મોટા પ્રોગ્રામ ની અંદર જતો હતો ત્યારે મોટા કલાકારોને કહેતો હતો કે મને એક ગીત ગાવા દો.

 

તે સમયે આખી રાત મને બેસાડી રાખતા અને એમ કહીને તે થોડીવાર પછી તને ગાવા દેશ એવી રીતે આખી રાત બેસાડ્યા ના પણ ઘણી વખત અનુભવ થયા છે.

આજના સમયમાં જીગ્નેશ કવિરાજ ના નામ ગુજરાત ની અંદર છવાઈ રહ્યું છે. તેમજ ગીત એમનું એક ગીત આવતાની સાથે જ લાખો લોકો જોવા માટે ખૂબ જ આતુરતાથી રાહ જોવે છે..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *