આને કેહવાય સાચ્ચો પ્રેમ ! ટ્રેનમાં પગ આવી જતા યુવકના બંને પગ કપાય ગયા, બે પગ ન હોવા છતાં પણ યુવતી પ્રેમ કરતી રહી …
જીવનમાં દુઃખ ને જો ગળે લગાડી ને તમેં જીવન જીવી જાવ એજ મોટી વાત છે. ભગવાને આપેલ દુઃખ ને તને હસતા મુખે સ્વીકારો ત્યારે ભગવાન એ દુઃખ ને પણ એક સુખનાં અવસરમાં બદલી દે. આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવાની છે જેમાં જીવનની મુશ્કેલીઓનો સામનો કંઈ રીતે કરવો અને સાચો પ્રેમ કોને કહેવાય? ચાલો આ કહાની છે દેવ મિશ્રાની જેમને બે પગ ન હોવા છતાંય ઉંચાઈ પોહચી ને સફળતાનાં શિખરો સર કર્યા છે.
સુત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, બિહારના બેગુસરાયમાં રહેવા વાળો દેવ મિશ્રા હૈદરાબાદમાં કોઇ કોન્ટ્રાકટર માટે વેલ્ડરનું કામ કરતા હતા અને જ્યારે તે 6 વર્ષનો હતો ત્યારે જ પિતાજીનું અવસાન થઇ ગયું. દેવ તેના ત્રણ ભાઇઓમાં સૌથી નાનો હતો. તેમની માતા વંદના દેવી ખેતરમાં મજૂરી અને બીજાના ઘરના કામ કરી અને પરિવારનું ગુજરાન ચલાવતી હતી. આ જ કારણે દેવ પણ નાની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું અને આખરે તેના જીવનમાં દુઃખ ત્યારે આવ્યું જ્યારે વર્ષ 2015માં તે વેલ્ડરનું કામ કરવા માટે હૈદરાબાદ જઇ રહ્યો હતો.
ત્યારે બરૌની સ્ટેશન ઉપર ટ્રેનમાં ચઢતી ભીડના ધક્કાથી તે પાટા ઉપર પડી ગયો. બીજી તરફથી ટ્રેન આવી રહી હતી. આ ઘટનામાં તેના બન્ને પગ ઘૂંટણની ઉપરથી કાપવા પડ્યા.જ્યારે આ ઘટના બની ત્યારે તેની ઉંમર 19 વર્ષ હતી. છતાં પણ દેવ હિંમત ન હાર્યો અને તે કામ કરવા મુંબઈ ગયો. કામ શોધતો પણ કામ પર કોઈ ન રાખતું. રેલવે સ્ટેશન, પ્લેટફોર્મ એવી અલગ અલગ જગ્યાએ તે રાત વિતાવતો, કોઈ તેને દિવ્યાંગ સમજીને જમવાનું પણ આપતું. તો ક્યારેક ભૂખ્યા પણ સૂવું પડતું. તેને પગ વગર પોતાની કળા બતાવીને પૈસા ભેગા કરવાની શરૂઆત કરી.
તે બાંદ્રા અને જુહુ ગયો અને સેલેબ્રીટીના બંગલા સામે કામ માટે ઉભો રહેતો, એકવાર અભિનેતા જેકી શ્રોફની નજર તેના ઉપર પડી અને 5000 રૂપિયાની મદદ કરી. ડિઝાઇનરે ટેલેન્ટથી ખુબ જ પ્રભાવી થઇને તેના માટે ટ્રાઇસિકલ ખરીદી અને 10 હજાર રૂપિયાની મદદ પણ કરી. ત્યારબાદ દેવ મિશ્રાએ બોડી ફિટનેસ ઉપર જોર આપવાનું શરૂ કર્યું અને તેનેઘણા બધા રિયાલિટી શોમાં પણ ડાન્સ કરી ચુક્યો છે. ઇન્ડિયા ગોટ ટેલેન્ટમાં પણ તેના ટેલેન્ટને વખાણવામાં આવ્યું. બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ પણ તેના વીડિયો શેર કર્યા છે.
આ તમામ ઘટના સૌથી મહત્વનો સાથ જોઈ કોઈ આપ્યો હોય તો તેની પ્રેમિકા છે. ખૂબસૂરતીમાં પણ સુંદર છતાં પણ તેને દેવ મિશ્રા નો સાથ ન છોડ્યો. એ યુવતી જો ઇચ્છત તો તેને દેવ કરતા વધુ સારો છોકરો મળી શકતો હતો પરંતુ તેને પોતાના પ્રેમને ન છોડ્યો અને જેવી પરિસ્થિતિમાં હતો એવી પરિસ્થિતિમાં તેનો સ્વીકાર કર્યો. આ બંને હાલમાં લગ્ન પણ કરી લીધા છે અને બંને પોતાનું લગ્ન જીવન સુખે થી પસાર કરી રહ્યા છે. ખરેખર સાચો પ્રેમ તો આને કહેવાય કે લાગણી અંકબંધ રહેવી જોઈએ નાં કે માત્ર શરીર પ્રત્યેનું આકર્ષણ.