DM ના ડ્રાઇવરના દીકરાએ પોતાની મહેનતથી SDM અધિકારી બનીને માતા-પિતાનું નામ દેશભરમાં રોશન કર્યું.
આપણા દેશમાં રહેતા બધા જ લોકોને તેમના જીવનમાં આજે આગળ વધવું હોય છે અને તેની માટે દિવસ રાત મહેનત પણ કરતા હોય છે. આજે એવા જ એક વ્યક્તિ વિષે જાણીએ જેઓએ તેમના માતા-પિતાનું નામ દેશભરમાં રોશન કર્યું છે.
આ વ્યક્તિએ પોતાની મહેનતથી SDM અધિકારી બનીને મોટો ઇતિહાસ રચ્યો છે.ઘણા એવા લોકોને તેમના જીવનમાં આગળ વધવું હોય છે પણ તેમના પરિવારની પરિસ્થિતિ એવી નથી હોતી કે બાળકોને અભ્યાસ કરાવી શકે.
એક DM ની કારના ડ્રાઇવરના દીકરાએ SDM અધિકારી બનીને ઇતિહાસ રચ્યો છે. આ યુવક મૂળ ફખરપુર બ્લોકના કેતારપુરવા તાખવા ગામના રહેવાસી છે અને તેમનું નામ કલ્યાણ સિંહ મૌર્ય છે.
તેઓએ પીસીએસની પરીક્ષા આપીને બહરાઈચનું નામ રોશન ર્ક્યું છે, કલ્યાણ સિંહના પિતા જવાહર લાલ મૌર્ય બહરાઈચમાં જિલ્લા મેજિસ્ટ્રેટના ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. તેઓએ તેમના બાળકોના અભ્યાસ માટે કોઈ પણ મુશ્કેલીઓ નથી આવવા દીધી. કલ્યાણ સિંહે અહીંયા સુધી પહોંચવા માટે દિવસ રાત એક કરી દીધી છે.
તેઓએ પીસીએસની પરીક્ષા પાસ કરીને હવે ડેપ્યુટી કલેક્ટર પદ માટે સિલેક્ટ થયા છે, તેઓએ UPPSC PCS પરીક્ષામાં ૪૦ મોં રેન્ક મેળવ્યો હતો. તેમની માતાનું ૫ વર્ષ પહેલા અવસાન થયું હતું. તેઓએ શરૂઆતનો અભ્યાસ નાનપારા બહરાઈચમાં પૂરો કર્યો અને આગળ સેવેન્થ ડે એડવેન્ટિસ્ટ કોલેજથી આગળ અભ્યાસ કર્યો હતો.
તેના પછી બીએચયુમાંથી બીએસસી કર્યું હતું અને આઈઆઈટી દિલ્હીમાંથી રસાયણશાસ્ત્રમાં એમએસસીની ડિગ્રી પ્રાપ્ત કરી. વર્ષ ૨૦૨૧ માં તેઓએ UPSC માં IAS માટે ઇન્ટરવ્યૂ આપ્યું હતું પણ તેઓને માર્ક્સ ઓછા હોવાથી સિલેક્શન નહતું થયું. હાલમાં તેઓનું સદમ અધિકારી તરીકે સિલેક્શન થઇ જતા આખો પરિવાર ખુબ જ ખુશ છે.