18 દિવસમાં જ 25 રૂપિયાથી 90ની પાર પહોંચ્યો શેરનો ભાવ, 3 ગણાથી વધારેનો નફો

18 દિવસમાં જ 25 રૂપિયાથી 90ની પાર પહોંચ્યો શેરનો ભાવ, 3 ગણાથી વધારેનો નફો

એક શુગર કંપનીનો શેર હાલના દિવસોમાં ધમાલ મચાવી રહ્યો છે. આ કંપની છે SBEC Suger. કંપની, મોદી ગ્રુપનો હિસ્સો છે. SBEC Sugerના શેરોએ પાછલા 18 દિવસોમાં જ તાબડતોબ રિટર્ન આપ્યું છે. આ શુગર કંપનીનો શેર 25 રૂપિયાથી વધીને 90 રૂપિયાની પાર પહોંચી ગયો છે. SBEC Sugerનો શેર સોમવારે 26મી ડિસેમ્બરના રોજ 52 વીકના નવા હાઇ 90.05 પર પહોંચી ગયો છે. કંપનીના શેરોનો 52 વીકનો લો 21.05 રૂપિયા છે.

SBEC Sugerના શેરોએ પાછલા ટ્રેડિંગ સેશનમાં લગભગ 269 ટકાનું રિટર્ન આપ્યું છે. કંપનીના શેર 1લી ડિસેમ્બર 2022ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 24.35 રૂપિયાના સ્તર પર હતો. SBEC Sugerનો શેર 26મી ડિસેમ્બર 2022ના રોજ BSE પર 90.05 રૂપિયાના સ્તર પર બંધ આવ્યો છે. જો કોઇ વ્યક્તિએ 1લી ડિસેમ્બરના રોજ SBEC Sugerના 1 લાખ રૂપિયાના શેર લીધા હોત તો હાલના સમયે તેનું રોકાણ 3.69 લાખ રૂપિયા થઇ ગયું હોત.

SBEC Sugerના શેરોએ આ વર્ષે અત્યાર સુધી ઇનવેસ્ટર્સને 286 ટકાથી વધારેનું રિટર્ન આપ્યું છે. કંપનીનો શેર આ વર્ષની શરૂઆતમાં 3જી જાન્યુઆરી, 2022ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 23.30 રૂપિયાના સ્તરની નીચે હતો. SBEC Sugerનો શેર 26મી ડિસેમ્બર, 2022ના રોજ 90.05 રૂપિયાના ભાવ પર બંધ આવ્યો છે. જ્યારે, ગયા એક વક્ષમાં આ શુગર કંપનીના શેરોએ રોકાણકારોને લગભગ 298 ટકાનું રિટર્ન આપ્યું છે. કંપનીનું માર્કેટ કેપ લગભગ 429 કરોડ રૂપિયા છે.

SBEC Sugerના શેરોએ ગયા 3 વર્ષથી પણ ઓછા સમયમાં રોકાણકારોને 2300 ટકાનું રિટર્ન આપ્યું છે. કંપનીનો શેર 8મી એપ્રિલ, 2020ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 3.40 રૂપિયાના સ્તર પર હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર SBEC Sugerનો સ્ટોક 26મી ડિસેમ્બર, 2022ના રોજ 90.05 રૂપિયા પર બંધ થયો છે. શેરોમાં આવી રહેલી તેજીને લઇને સ્ટોક એક્સચેન્જે થોડા દિવસો પહેલા કંપની પાસે સ્પષ્ટીકરણ માગ્યું હતું. જેના જવાબમાં SBEC Sugerએ કહ્યું હતું કે, તેની પાસે હાલ પ્રાઇસ મૂવમેન્ટ પર અસર પાડનારી કોઇ ઇન્ફોર્મેશન નથી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *