Gujarat નું ગૌરવ ,આ દિવ્યાંગ દીકરીએ એશિયન પેરા ગેમ્સ ચેસમાં જીત્યું બ્રોન્ઝ મેડલ

Gujarat નું ગૌરવ ,આ દિવ્યાંગ દીકરીએ એશિયન પેરા ગેમ્સ ચેસમાં જીત્યું બ્રોન્ઝ મેડલ

Gujarat ની એક એવી દીકરીની સિદ્ધિ ગૌરવ અપાવે તેવી છે જે આંખથી બિલકુલ જોઈ નથી શકતી. પરંતુ તેમ છતાં પણ તેને એશિયન પેરા ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને પોતાનું, પરિવારનું અને ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે. પેરા એશિયન ગેમ્સમાં ચેસમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ગુજરાતી ગર્લ હિમાંશી રાઠીને IAS ઓફિસર બનવાનું સપનું પણ ધરાવે છે.

ખેલ મહાકુંભમાં રાજ્યસ્તરે પાંચ વખત અને 4 વખત નેશનલ વિમેન્સ ચેમ્પિયન રહી ચૂકી છે હિમાંશી

દીકરી અઢી વર્ષની હતી ત્યારે માતા – પિતાને દૃષ્ટિ ખામી અંગે જાણ થઈ છતાં ધોરણ 4 સુધી સામાન્ય બાળકોની શાળામાં જ ભણાવી અને ત્યારબાદ અંધજન શાળામાં આગળનું ભણતર પૂર્ણ કરવા સાથે હિમંશીએ Gujarat યુનિવર્સીટીમાંથી બી. એ લિટ્રેચરમાં ગોલ્ડ મેડલ સાથે સ્નાતકની ડિગ્રી મેળવી છે.

Gujarat
Gujarat

અડગ મનના માનવીને પહાડ પણ નડતો નથી. આ ઉક્તિને ફરી એક વખત Gujaratની દિવ્યાંગ દીકરી એવી હિમાંશી રાઠીએ સાર્થક કરી બતાવી છે. દૃષ્ટિ નહીં હોવા છતાં હિમાંશીએ તાજેતરમાં ચીન ખાતે યોજાયેલા પેરા એશિયન ગેમ્સમાં ચેસ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી પોતાની સાથે પરિવાર, ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે. જે હિમાંશીને આગળ UPSC પરીક્ષા ક્રેક કરીને આઇએએસ ઓફિસર બનવું છે. અને તે તેના આ લક્ષ્ય તરફ મજબૂત મનોબળ સાથે તે આગળ વધી રહી છે.

અઢી વર્ષની હતી ત્યારે માતા પિતાને દૃષ્ટિ ખામીની જાણ થઈ

હિમાંશી રાઠીનો જન્મ 30 ઓક્ટોમ્બર 1999 ના રોજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે થયો છે. તેના પિતા ભાવેશ રાઠીનો બિઝનેસ છે અને માતા દિપાલી રાઠીના ગૃહિણી છે. હિમાંશીનો જન્મ થયો ત્યારે માતા પિતા ને જરાય ખ્યાલ ન હતો કે તેમની દીકરી દૃષ્ટિ ખામીથી ગ્રસ્ત છે. તે જ્યારે અઢી વર્ષની થઈ ત્યારે કેટલીક બાબતોથી માતા પિતાને આ બાબતનો ખ્યાલ આવ્યો.

આ પણ વાંચો : Shiva Nadar 2042 કરોડ રૂપિયાનું દાન આપીને દેશના સૌથી મોટા દાનવીર બન્યા, અઝીમ પ્રેમજી બીજા ક્રમે

ત્યાર બાદ અનેક જગ્યાએ સારવાર માટે ધક્કા ખાધા પણ અંતે નક્કી થઈ ગયું કે હિમાંશી ની દૃષ્ટિ ધીરે ધીરે જતી રહેશે અને તે સંપૂર્ણ બ્લાઇન્ડ થઈ જશે. આમ છતાં માતા પિતાએ નિરાશ કે હતાશ થયા વગર દીકરીને જીવનમાં કંઇક બનવાના ધ્યેય સાથે હિંમત ભેગી કરી. પહેલા તો માતા પિતાએ હિમાંશીને સામાન્ય બાળકો સાથે જ સ્કૂલમાં ભણવા મૂકી અને ધોરણ 4 સુધી તેણીએ સામાન્ય બાળકોની જેમ જ અભ્યાસ પૂર્ણ કર્યો. પણ આગળ આ શક્ય ન હતું અને હિમાંશી ને આગળના ભણતર માટે અમદાવાદની અંધ કન્યા શાળામાં જવું પડ્યું.

Gujarat
Gujarat

અહીં તેની માટે સૌથી મોટી ચેલેન્જ એ હતી કે તેણીએ ધોરણ 4 સુધી સામાન્ય બાળકોની જેમ ભણતર કર્યું હતું જેથી અચાનક પાંચમા ધોરણમાં બ્રેલ લિપિ શીખવી પડે તેમ હતું. જોકે હિમાંશીની ધગસ અને માતા પિતાની મેહનત રંગ લાવી અને માત્ર દોઢ મહિનામાં જ હિમાંશી બ્રેલ લિપિ શીખી ગઈ.

ત્યારબાદ તે ભણતરમાં હંમેશા અવ્વલ જ રહી ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષામાં અંધજન કેટેગરીમાં હિમાંશી રેન્કર રહી. ત્યારબાદ તેણીએ Gujarat યુનવર્સિટીમાંથી બી.એ લિટ્રેચરમાં ગોલ્ડ મેડલ સાથે સ્નાતકની ડીગ્રી મેળવી અને હવે સ્પીપાની પરીક્ષા પાસ કરીને તે UPSC ની તૈયારી કરી રહી છે. તે સાથે તેણે એશિયન પેરા ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવી મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

ચેસમાં રૂચીએ અપાવી સફળતા

સામાન્ય રીતે અંધજન શાળામાં મોટાભાગના બાળકો સંગીત તરફ વધુ આકર્ષાય છે. પણ હિમાંશીને ચેસની રમતમાં રુચિ જાગી અને તેણીએ ચેસની તાલીમ લેવાની શરૂઆત કરી અને એક બાદ એક વિવિધ સ્પર્ધાઓમાં તેણીએ ભાગ લઈ સફળતા મેળવી. હિમાંશી ખેલ મહાકુંભ માં રાજ્યસ્તરે પાંચ વખત ચેમ્પિયનનો ખિતાબ, ચાર વખત રાષ્ટ્રીય સ્તરે ચેમ્પિયનનો ખિતાબ જીત્યો છે અને હવે પેરા એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવી એક મુકામ હાસલ કર્યો છે. જે બાદ તેની મુલાકાત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ થઈ. જેઓએ હિમાંશીનો ઉત્સાહ પણ વધાર્યો હતો.

Gujarat
Gujarat

દીકરીની એશિયન ગેમ્સમાં મેડલ પ્રાપ્ત કરવા સુધીની સફર

હિમાંશી પહેલી વખત પેરા એશિયન ગેમ્સમાં પહોંચી એ પહેલી વખત નથી. આ પહેલા વર્ષ 2018 માં ઈન્ડોનેશિયા ખાતે યોજાયેલા પેરા એશિયન ગેમ્સમાં પણ તેણીએ ભાગ લીધો હતો. જોકે તે વખતે તે મેડલ તો જીતી ન શકી હતી પણ સારા પ્રદર્શન સાથે ચોથા ક્રમે રહી હતી. ત્યારબાદ વર્ષ 2022માં હિમાંશી એ ફ્રાન્સ ખાતે યોજાયેલ વર્લ્ડ વિમેન્સ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને તે 14માં ક્રમે રહી હતી.

ચાર વખત નેશનલ વિમેન્સ ચેમ્પિયન રહેલી હિમાંશી એ વર્ષ 2023માં ચંદીગઢ ખાતે આયોજિત નેશનલ વિમેન્સ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો. આ ઇવેન્ટમાંથી જ ચાઇના ખાતે યોજાનાર પેરા એશિયન ગેમ્સમાં માટેની પસંદગી થવાની હતી. હિમાંશી એ સ્પર્ધામાં VI B1 કેટેગરીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો અને ફરી એક વખત પેરા એશિયન ગેમ્સમાં રમવાના દરવાજા હિમાંશી માટે ખુલી ગયા.

આ વખતે હિમાંશી મેડલ જીતવાના લક્ષ્ય સાથે આગળ વધી અને તે સફળ પણ રહી. પેરા એશિયન ગેમ્સમાં ચેસ સ્પર્ધામાં હિમાંશી એ શાનદાર દેખાવ સાથે બ્રોન્ઝ મેડલ મેળવી દેશ અને Gujaratનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. તેના માટે આ સફર અઘરી હતી પણ તેણે તે સિદ્ધ કઈ બતાવી.

અનેક પુરસ્કારોથી સન્માનિત હિમાંશી

પ્રતિભાશાળી હિમાંશી રાઠીને અત્યાર સુધી અનેક પુરસ્કાર મળી ચૂક્યા છે. જેમાં એવોનપ્લાસ્ટ કૌન બનેગા સુપર સ્ટાર, માહેશ્વરી યુવા સંઘ, કિરણ જેમ્સ અને પી. પી.સવાણી ગ્રુપ દ્વારા આયોજિત પાનેતર સમારોહ વગેરે સામેલ છે. તો વર્ષ 2023માં જીનીયસ ફાઉન્ડેશન અને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા હિમાંશી ને જીનીયસ ઇન્ડિયા એચિવર્સ એવોર્ડ થી નવાજવામાં આવી હતી.

આ સિવાય તેની બહેન પણ ઉર્વી પણ તેના જેવી જ બીમારીથી પીડાઈ રહી છે. જોકે તેમ છતાં પણ ઉર્વીએ જીમનેશિયમ ગેમ્સ માં બે ગોલ્ડ મેડલ જીતી પોતાની સાથે પરિવાર અને Gujarat નું નામ રોશન કર્યું છે. અને આ સાથે રાઠી પરિવાર અને રાઠી પરિવારની બને દીકરી લોકો માટે એક ઉદાહરણ રૂપ બન્યા છે. જેમના માંથી લોકોએ પણ શીખ લેવાની જરૂર છે. કે હિંમત છે ત્યાં હાર ન હોઇ શકે.

more article : Gujaratની 17 વર્ષની દીકરીએ બનાવ્યું અદ્ભુત આર્ટ પ્રદર્શન,પીએમ મોદીની બનાવી ખાસ તસવીર..

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *