કળયુગ..! માતા-પિતા દીકરીના પગમાં પડી ગયા, છતાં પણ શરમ વગરની દીકરી પ્રેમીનો હાથ પકડીને જતી રહી… વીડિયો જોઈને હૈયુ ધ્રુજી ઉઠશે…
આપણે સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો જોયા હશે જે જોઈને આપણે રડી પડીએ છીએ. દુનિયાની તમામ દીકરીઓ પિતાને પોતાના આદર્શ માનતી હોય છે, દીકરી અને પિતાને લઈ અનેક ગીતો પણ બન્યા છે. ત્યારે અમુક દીકરીઓ પ્રેમમાં પડીને પોતાના માતા પિતાના પ્રેમને ભૂલી જતી હોય છે. આવી જ એક ઘટના બનાસકાંઠાના દિયોદર માંથી સામે આવી છે.
દિયોદરના રૈયા ગામની એક દીકરીને એક યુવક સાથે પ્રેમ થયો હતો, જેથી દીકરી એ પોતાના પ્રેમી સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા. જે બાદ પિતાએ પોતાની દીકરીને પરત મેળવવા માટે દિયોદર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. આ અરજીના આધારે દીકરી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી. આ દરમિયાન પોતાની દીકરીને પરત લાવવા માટે માતા પિતાએ ખૂબ જ આજીજી કરી હતી.
છતાં દીકરી એ પોતાના માતા પિતાને ઓળખવાનો ઇનકાર કર્યો છે, માતા પિતાએ દીકરીને મનાવવા તેના પગ પણ પકડી લીધા હતા. આ સમયે દીકરીને મનાવતા માતા પિતાના હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. તેમ છતાં દીકરી ટસની મસ થયા વિના પોતાના પ્રેમી સાથે ચાલી ગઈ હતી. સમગ્ર ઘટનાની વાત કરીએ તો દિયોદરના રૈયા ગામના ગરીબ પરિવારે પેટે પાટા બાંધીને દીકરીને મોટી કરી.
જે બાદ તેની સામાજિક રીતે રિવાજ મુજબ સગા મોટાભાઈના સાટામાં સગાઈ કરી હતી. જોકે દીકરીને નાના ભાઈના સાડા સાથે પ્રેમ થઈ ગયો હતો અને તેણે તેની સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. યુવતીના મોટાભાઈ કેન્સરથી પીડી છતાં દીકરીએ પરિવારનું કે ભાઈનો વિચાર કર્યા વિના નાના ભાઈના સાળા સાથે ભાગીને પ્રેમ લગ્ન કરી લીધા.
જેથી માતા પિતાએ દીકરીને પાછી બોલાવવા માટે દિયોદર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જે બાદ તે પોલીસ સ્ટેશન હાજર થઈ ગઈ હતી, જ્યાં તેણે માતા પિતાને પણ ઓળખવાનો ઇનકાર કર્યો હતો. બે હાથ જોડીને માતા પિતા આજીજી કરતા રહ્યા, છતાં પણ દીકરી ટસ ની મસ ના થઈ.
પ્રેમમાં અંધ બનેલ દીકરીને મનાવતા માતા-પિતાના આ દ્રશ્યો જોઈને તમારું પણ હૃદય દ્રવી ઉઠશે. કારણકે એક દીકરી જેને પોતાના માતા પિતાને ઓળખવાનો ઇનકાર કર્યો હતો, તેના માતા પિતાની આ દશા જોઈને લોકોની આંખોમાંથી આંસુ આવી ગયા હતા. દીકરી ના પિતા દીકરીને પગે પણ લાગ્યા પરંતુ દીકરી તેના માતા પિતાને ઓળખવાનો ઇનકાર કરી દીધો હતો.