રમત રમતમાં ગળેફાંસાનું નાટક કરતા નીચેનું વાસણ ખસી ગયું અને 11 વર્ષની દીકરીનું થયું મોત…

રમત રમતમાં ગળેફાંસાનું નાટક કરતા નીચેનું વાસણ ખસી ગયું અને 11 વર્ષની દીકરીનું થયું મોત…

શહેરમાં એક ચોંકાવનારો અને લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. આજકાલ આપણી આસપાસ ગળેફાંસો ખાઇને આપઘાત કરવાનાં અનેક બનાવો બનતા હોય છે. જેના કારણે બાળકો અને તરૂણોનાં મગજમાં આપઘાત શબ્દ સામાન્ય બનતો હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં પણ એક અગિયાર વર્ષની બાળકી પોતાની નાની બહેનોને આપઘાત કરવાનું બતાવી રહી હતી. તે દરમિયાન રમત રમતમાં જ બાળકીનાં પગની નીચે મુકેલું વાસણ ખસી જતા હકીકતમાં જ ગળેફાંસો ખવાઇ જતા તેનું મોત નીપજ્યું છે.

108એ બાળકીને મૃત જાહેર કરી આ અંગે મળતી માહિતી પ્રમાણે, શનિવારે શહેરના રણછોડનગર, મધુરમ હોસ્પિટલ પાસે આવેલા ગોલ્ડકોઇન એપાર્ટમેન્ટ નામના બિલ્ડિંગમાં બાળકીએ ફાંસો ખાઇને આપઘાત કર્યાની ઘટના પ્રકાસમાં આવી હતી. માતાપિતાને આ વાતની જાણ થયા બાદ તેમણે 108ને બોલાવી હતી. જોકે, 108ની તપાસમાં તરુણીનું મોત નીપજ્યાનું જાહેર કરી તેમણે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. જેથી પોલીસ કંટ્રોલરૂમે તુરંત બી ડિવિઝન પોલીસમથકને બનાવની જાણ કરતા તેમની ટીમ તાત્કાલિક આવી ગઇ હતી.

માતા પિતા ઘરમાં ન હતા
એપાર્ટમેન્ટના ચોકીદારની રૂમ પાસે તરુણીનો લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જેથી પોલીસે બાળકીનો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પૂછપરછમાં મોતને ભેટેલી બાળકી 11 વર્ષીય સમીક્ષા નરેશસિંઘ લોહારના પિતા નરેશસિંઘની પૂછપરછમાં અનેક ખુલાસા થયા હતા. તેઓ મૂળ નેપાળના વતની છે. એક વર્ષ પહેલા પત્ની, ત્રણ પુત્રી સાથે રાજકોટ આવ્યો હતો. આ એપાર્ટમેન્ટમાં જ એક રૂમમાં રહીને ચોકીદારી કરે છે. શનિવારે પોતે અને પત્ની બંને બહાર હોય તેવા સમયે આ ઘટના બની હતી.

નાની બહેનોને ગળેફાંસો કઇ રીતે લાગે તે બતાવતી હતી તેમની સૌથી મોટી પુત્રી સમીક્ષા અને તેનાથી નાની બે બહેનો ઘરે એકલી હતી. તે સમયે ત્રણેવ વચ્ચે મરવાની વાતો થઇ રહી હતી. ત્યારે સમીક્ષા પોતાની બહેનો સામે ગળેફાંસો કઇ રીતે ખવાઇ તે બતાવતી હતી. સમીક્ષાએ એક સળિયામાં ચૂંદડી બાંધી હતી. ત્યાર બાદ જમીન પર એક વાસણ મૂકીને તેના પર ઊભી રહી હતી. તે બાદ સમીક્ષા ચૂંદડીનો બીજો છેડો ગળામાં બાંધ્યો હતો. તેવા સમયે નીચે રાખેલું વાસણ ખસી જતા સમીક્ષાને સાચે જ ફાંસો લાગી ગયો હતો અને તેનું મોત થઇ ગયું.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *