સંતો અને હરિભક્તોની અથાક મહેનત અને પરિશ્રમથી બન્યું ભવ્ય મંદિર, એ પણ પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ સંસ્કાર થયા હતા ત્યાં જ

સંતો અને હરિભક્તોની અથાક મહેનત અને પરિશ્રમથી બન્યું ભવ્ય મંદિર, એ પણ પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ સંસ્કાર થયા હતા ત્યાં જ

પ્રમુખ સ્વામી મહારાજના જ્યાં અંતિમ સંસ્કાર કરાયા હતા, ત્યા જ બન્યું એમનું ભવ્ય મંદિર, જુઓ આ મંદિરની ખાસ તસ્વીરો..

પ્રમુખ સ્વામી મહારાજ 13 ઓગસ્ટ 2016ના રોજ અક્ષરધામવાસી થયા હતા. કરોડો ભક્તો એ દિવસને ક્યારેય ભૂલી શકશે નહીં. પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ સંસ્કાર સાળંગપુર સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં કરવામાં આવ્યા હતા.

હવે જ્યાં બાપાના અંતિમ સંસ્કાર થયા હતા, ત્યાં જ તેમનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ સ્મારક મંદિર બાપાના બ્રહ્મલીન થયાના ચાર વર્ષમાં આ મંદિર પૂર્ણ થયું હતું. 26 જાન્યુઆરીના રોજ ગુરુ શાસ્ત્રીજી મહારાજના હાથે અને વસંતપંચમીના શુભ દિવસે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી સ્મૃતિ મંદિરના મહંત સ્વામી મહારાજ દ્વારા સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો. ભક્તો માટે ફરી એક અન્ય સ્થળ બનાવવામાં આવ્યું છે. પ્રમુખસ્વામી મહારાજની ઈચ્છા મુજબ સાળંગપુર સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં બાપાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

તેમના અંતિમ દિવસોમાં તેમણે તેમની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું મારા અંતિમ સંસ્કાર ત્યાં કરો જ્યાં જ્યાં મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજે દર્શન કર્યા હોય. બસ આજ કારણોના લીધે તેમના બ્રહ્મલિન થયાના સ્થાન પર એક ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે.

આ રીતે અક્ષરપુરુષોત્તમ મંદિર અને શાસ્ત્રીજી મહારાજના સ્મારક મંદિરના બે ધ્રુવો વચ્ચે મંદિર પરિસરમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના સ્મારક મંદિરનો આકાર બનાવવામાં આવ્યો છે.

આ મંદિરનું નિર્માણ ચાર વર્ષથી ચાલી રહ્યું હતું. પરધામમાં વિદાઈ લેતાં પહેલાં બાપાએ એક ઈચ્છા વ્યક્ત કરી હતી, “તેમણે કહ્યું હતું કે મારી દૃષ્ટિ મારા ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે રહે અને મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજની દૃષ્ટિ મારી પર રહે.”

પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં 1200થી વધુ મંદિરોનું નિર્માણ કરી તથા ગાંધીનગર દિલ્હી અને અમેરિકામાં અક્ષરધામના સર્જન દ્વારા ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે.

તેમના આ યુગકાર્યને અંજલિ આપવા તેમના સ્મૃતિ મંદિરનું સ્થાપત્ય સ્વરૂપ પણ અક્ષરધામ જેવું જ રાખવામાં આવ્યું છે. રોજ પરમ પૂજય પ્રમુખસ્વામી સ્મૃતિ મંદિરની મહંત સ્વામી મહારાજના હસ્તે પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી.

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ મંદિરનો શિલાન્યાસ 17 ડિસેમ્બર 2018માં મહંત સ્વામી મહારાજે કર્યો હતો. આ પછી સંતો અને હરિભક્તોની મહેનતથી ચાર વર્ષમાં સ્મૃતિ મંદિર બનીને તૈયાર થયું છે. નાગરાદિ સ્થાપત્યશૈલી ધરાવતા આ મંદિરની લંબાઈ 140 ફૂટ પહોળાઈ 140 ફૂટ અને ઊંચાઈ 6.3 ફૂટ છે. જેમાં 7,839 પથ્થરના સંયોજનથી 1 ઘુમ્મટ, 4 સામરણ અને 16 ઘુમ્મટી આવેલી છે.

સાળંગપુર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી જ્ઞાનેશ્વર સાધુએ જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજની ઈચ્છા મુજબની જગ્યાએ જ તેમનો દિવ્ય દેહ એ વખતે પધરાવવામાં આવ્યો હતો, જ્યાં તેમણે સૌને દિશાસૂચન કર્યું હતું.

કે દરેક ભક્તે પોતાની દૃષ્ટિ ભગવાન સામે કેન્દ્રિત કરવી જોઇએ અને ગુરુની આજ્ઞા પ્રમાણે જીવન જીવે તો ગુરુની દૃષ્ટિ પણ તેમની પર રહે તો તેનું જીવન સફળ થાય છે પ્રમુખસ્વામી મહારાજ પોતે જે પ્રેમથી ભક્તોને સમજાવતા.

દરેકને ઉપદેશ આપતા એ ભાવથી તેમની મૂર્તિ સ્મૃતિ મંદિરમાં પધરાવવામાં આવી છે જેમાં છાતી પર એક હાથ છે અને બીજો જમણો હાથ સામે છે પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ મંદિરના સ્તંભ ઘુમ્મટ અને અંદર બહાર થઈને કુલ 95 જેટલી મૂર્તિઓ છે.

જેમાં શ્રીજી મહારાજના સમયના સંતો- ભક્તોની 40 મૂર્તિ ગુરુ શાસ્ત્રીજી મહારાજના તથા પ્રમુખસ્વામી મહારાજના સમયના સંતો અને હરિભક્તોની 43 મૂર્તિ છે અને 12 નારી ભક્તોની મૂર્તિઓ લગાવેલી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *