Surat Police નો માનવીય ચહેરો: કોર્ટમાં યુવતી અચાનક બેભાન થતાં PSI મદદે આવ્યા, ખંભે ઉચકી ત્રણ દાદરા નીચે ઉતર્યા

Surat Police નો માનવીય ચહેરો: કોર્ટમાં યુવતી અચાનક બેભાન થતાં PSI મદદે આવ્યા, ખંભે ઉચકી ત્રણ દાદરા નીચે ઉતર્યા

Surat Police સ્ટાફે એક બેભાન થયેલ યુવતીને ખંભે ઉચકી ત્રણ માળ દાદરાથી નીચે ઉતર્યા બાદ મહામુલી જિંદગી બચાવવામાં સરાહનીય કામગીરી કરી હતી.

Surat Policeનો માનવીય ચહેરો સામે આવ્યો છે. આજે કોર્ટમાં મુલાકાતી યુવતિ એકાએક બેભાન થઈ ઢળી પડી હતી. જેની જાણ થતાની સાથે જ પોલીસ સ્ટાફ ત્યાં દોડી ગયા હતા.

આ પણ વાંચો  : Suratના પાલનપુર પાટિયા પાસે સામૂહિક આત્મહત્યાની ઘટના ,એક જ પરિવારના 7 લોકોએ એકસાથે આત્મહત્યા કરી….

આ વેળાએ કોર્ટમાં ઉપસ્થિત PSI બી એસ પરમાર મદદે દોડી ગયા હતા. જ્યા તપાસતા યુવતિનું શરીર અચનાક ઠંડુ પડવા લાગ્યું હતું. પ્રથમ 108ને કોલ કર્યા બાદ પોલીસ સ્ટાફે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર યુવતિને ખંભે ઉચકી પોલીસે ત્રણ માળના દાદરા સડસડાટ નીચે ઉતર્યા હતા.

બેભાન યુવતીને ખંભે ઊંચકી તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરી

બાદમાં 108 કોર્ટ કેમ્પસમાં પહોંચે તે પહેલા જ પોલીસ અધિકારી દાદરા ઉતરી ગયા હતા અને આ સમય દરમિયાન 108 પણ આવી પહોંચી હતી. કે આથી યુવતિને તાત્કાલિક સારવાર માટે મોકલી આપી હતી. આમ યુવતીની મહામૂલી જિંદગી બચાવવામાં નિમિત્ત બનવા બદલ PSI બી.એસ. પરમારની સહરાનીય કામગીરીને લોકોએ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

more article  : Surat માં 4 વર્ષનું બાળક મોબાઈલમાં જોતું જોતું કામરેજ ચાર રસ્તા પહોંચી ગયું, પછી જે થયું તેનાથી માં-પિતાને આવ્યું ભાન

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *