યુવતી નો સંઘર્ષ ! બી.ટેક ના અભ્યાસ સાથે યુવતી એ શરૂ કરી ચા ની દુકાન યુવતી ની હિંમત ને સલામ છે કહાની જાણી થશે ગર્વ,
આપણા ભારતમાં કેટલાક યુવાનો એવા હોય છે કે જેને કોઈ કામ ધંધો કરવો હોતો નથી અને બેનંબરી ના પૈસા કમાતા હોય છે. પરંતુ કેટલાક યુવાનો એવા છે કે જે નાનપણથી જ પૈસા કમાવવા લાગે છે અને નાનપણથી જ ખૂબ જ સખત મહેનત કરતા હોય છે.
એવી એક બિહારની યુવતી ની કહાની સામે આવેલી છે. આ યુવતી ની વાત કરીએ તો આ યુવતી બી.ટેક નો અભ્યાસ કરી રહી છે અને સાથે સાથે સાંજ થી રાત સુધી ચાલી કેટલી ચલાવે છે.
વધુ વિગતે વાત કરીએ તો બિહારમાં રહેતી અને બી.ટેક નો અભ્યાસ કરી રહેલી સ્ટુડન્ટ વર્તિકા સિંહ કે જેને હરિયાણા ના ફરીદાબાદ માં ચા ની દુકાન ખોલી છે. યુવતીએ જણાવ્યું કે તે ઘણા સમયથી બિઝનેસ શરૂ કરવા માટે આતુર હતી અને આથી તેણે બી ટેક પૂરું થવાની રાહ જોયા વગર જ તેને આ ચા ની દુકાન શરૂ કરી દીધી તેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વર્તિકા સિંહ નું સપનું છે કે તે આગળ જઈને પોતાનું નામ કમાય અને પરિવારનું નામ રોશન કરે. વર્તિકાસિંહ ની વાત કરવામાં આવે તો તેને આ ચા ની દુકાન ખોલી કે જેમાં તે મસાલા ચા અને લેમન ટી રૂપિયા 20 એક કપના દરેક લે છે અને સાદી રેગ્યુલર ચા માત્ર દસ રૂપિયામાં આપે છે. વર્તિકા સિંહની આ દુકાન સાંજે સાડા પાંચે ખુલ્લી થાય છે અને રાત્રે 9:00 વાગ્યા સુધી તે ખુલ્લી રાખે છે.
તેના સ્ટોલ ઉપર ઘણા બધા લોકો ચા પીવા માટે આવે છે અને તેની સાથે વાતો પણ કરતા હોય છે. એવું તેને જરા પણ શરમ લાગતી નથી કે તે બી.ટેક નો અભ્યાસ કર્યો છતાં પણ ચા ની દુકાન ચલાવે છે.
આમ આ યુવતી એ જે કામ કર્યું તે જોઈને અનેક યુવાનોમાં ઉદાહરણરૂપ થઈ જાય તેવું કામ કરેલું જોવા મળે છે. આ વીડિયોને instagram ચેનલ ઉપર શેર કરવામાં આવેલું છે અને લોકો દ્વારા આમાં અવનવી પ્રતિક્રિયા કરવામાં આવે છે.