અઢી મહિનાની ભૂખી અને તરસી બાળકીને આ મહિલા કોન્સ્ટેબલે દૂધ પીવડાવ્યું અને ખોળામાં સુવડાવીને પ્રેમ આપી જીવ બચાવ્યો, તો આજે કોન્સ્ટેબલના વખાણ કરતા લોકો થાકતા જ નથી.

અઢી મહિનાની ભૂખી અને તરસી બાળકીને આ મહિલા કોન્સ્ટેબલે દૂધ પીવડાવ્યું અને ખોળામાં સુવડાવીને પ્રેમ આપી જીવ બચાવ્યો, તો આજે કોન્સ્ટેબલના વખાણ કરતા લોકો થાકતા જ નથી.

માતાની મમતાના ઘણા એવા કિસ્સાઓ આપણને રોજે રોજ જોવા મળે છે અને જેટલા પણ ઉદાહરણો ગણાવો એટલે ઓછા પડતા હોય છે. આપણે એક એવા જ પોલીસ કર્મી વિષે જાણીએ જેઓએ માતાની મમતાનું ઉદાહરણ કાયમ કર્યું છે.

આ મહિલા પોલીસ કર્મી રાજસ્થાનના બરાન જિલ્લાના છે અને તેઓએ એક અઢી મહિનાની બાળકીનો જીવ બચાવ્યો છે.આ કિસ્સો સરથલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ મુકલેશ અને પૂજાએ આ બાળકનો જીવ બચાવ્યો છે.

તેના પિતાને લીધે આ બાળકીનો જીવ પણ જઈ શકતો હતો જેમાં થોડા દિવસ અગાઉ આ પિતાની કેટલીક ટેવને લીધે તેમની પત્ની સાથે તેમનો ઝગડો થયો હતો, જેથી પત્ની જતી રહી હતી અને તે તેના બાળકને લઇને જતી હતી.

પણ તેના પતિએ તેના બાળકને સાથે લઈને નહતી જવા દીધી. એવામાં પોલીસને ખબર પડી હતી કે એક બાળક અને યુવક રસ્તામાં પડી રહ્યા છે. તો પોલીસની ટિમ ત્યાં પહોંચી ગઈ હતી અને તપાસ કરી પણ બાળકીનીએ તબિયત ખરાબ હતી તો આ દીકરી રડી રહી હતી અને તે ભૂખી હતી.

તો મહિલા કોન્સ્ટેબલ મુકેશ અને કોન્સ્ટેબલ પૂજાએ બાળકને તેમના ખોળામાં લઈને સંભાળ રાખી હતી.આ દીકરીની યશોદા માતા બનીને બાળકીની દેખભાર કરી હતી, બાળકને ખવડાવ્યું પણ હતું.

પછી તેની માતાને બોલાવીને તેને આ બાળકી આપવામાં આવી હતી, આજે આ બંને કોન્સ્ટેબલના સારા કામના વખાણ બધા જ લોકો કરી રહ્યા છે. આ બંનેના કામને આજે આખા વિસ્તારના લોકો પણ સલામ કરી રહ્યા છે.

admin

Leave a Reply

Your email address will not be published.