અંબાણી પરિવારને ગુજરાતના આ મંદિર પર છે ખુબ જ આસ્થા.. કોઈ પણ કામ કરતા પહેલા આ મંદિરમાં આવીને શીશ નમાવી લે છે.
આપણાં દેશમાં મોટા ભાગના લોકોને દેવી-દેવતાઓમાં ખુબ જ શ્રદ્ધા અને આસ્થા હોય છે એટલે કોઈ પણ કામ કરતી પહેલા આપણે દેવી-દેવતાઓને આગળ કરીને બધા જ શુભ કામ કરતા હોઈએ છીએ.
આજે આપણે મુકેશ અંબાણી અને તેમના પરિવાર વિષે વાત કરીએ જેઓને ગુજરાતના આ મંદિરમાં પ્રભુ પર અતૂટ શ્રદ્ધા છે અને તેથી તેઓ કોઈ પણ કામ કરતા પહેલા આ મંદિરમાં આવીને દર્શન કરે છે.
ઈશ્વરના દ્વારે જતા બધા જ ભક્તો ઈશ્વર માટે સરખા જ છે, જેમાં જયારે જયારે ભક્તોને તેમના જીવનમાં કોઈ પણ સમસ્યા થાય એટલે ભક્તો સીધા મંદિરમાં જઈને ભગવાન પાસે તેમના દુઃખો દૂર થાય તેની માટે માનતા માંગતા હોય છે.
એવી જ રીતે મુકેશ અંબાણી અને તેમનો પરિવાર પણ જયારે તેઓ કોઈ પણ કામ કરવા જતા હોય તેની પહેલા જ દ્વારિકાધીશને યાદ કરે છે.અંબાણી પરિવારને દ્વારિકાધીશ પર અતૂટ શ્રદ્ધા છે.
એટલે તેઓ કોઈ પણ કામ કરતા પહેલા દ્વારકા આવીને દ્વારિકાધીશના ચરણોમાં શીશ નમાવીને તેમના આશીર્વાદ લઈને પછી જ આગળ કઈ કામ કરે છે. શ્રીનાથજીને પણ ભગવાન કૃષ્ણના અવતાર માનવામાં આવે છે જેથી અંબાણી પરિવાર અવારનવાર શ્રીનાથજી પણ દર્શને જઈને પ્રભુના આશીર્વાદ લે છે.
દરેક લોકો તેમના ઘરમાં કોઈ પ્રસંગ કરે તો પણ પહેલા કુળદેવી-દેવતાઓને યાદ કરતા હોઈએ છીએ એવી જ રીતે ઈશા અંબાણીના લગ્નની પહેલી આમંત્રણ પત્રિકા શ્રીનાથજી અને દ્વારિકાધીશના અર્પણ કરવામાં આવી હતી. એટલે જ અંબાણી પરિવાર વર્ષમાં એક વખતે તો અહીંયા દ્વારિકાધીશના ચરણોમાં શીશ નમાવવા માટે આવે જ છે.