154 વર્ષ જૂનું પૌરાણિક રામજી મંદિર પોલીસ સ્ટેશનની સામેથી જ થઈ ગયું ગાયબ, ભગવાનની મૂર્તિઓ સાથે એવું થયું કે… જાણો શું છે મામલો?
જિલ્લાના મહુવા તાલુકાના પોલીસ સ્ટેશન સામે આવેલ 154 વર્ષ જુનું અને પૌરાણિક રામજી મંદિરને જમીનદોસ્ત કરી લાખો રૂપિયાનો કાટમાળ વેચાઈ ગયો હોવાના ગંભીર આરોપ સાથે ભગવાનની મૂર્તિઓ અને શ્રૃંગાર સહિત કિંમતી પૌરાણિક વસ્તુઓ ગાયબ હોવાનુ જણાવતા સુરત ગ્રામ્ય વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા ભારે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. તેણે જણાવતા કહ્યું હતું કે, 154 વર્ષ જુના મંદિર બાબતે તપાસ કરવામાં આવે એવી માંગ સાથે જ મહુવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.
મળતી માહિતી અનુસાર, મહુવા તાલુકા મામલતદાર કચેરી મુકામે આવેદનપત્ર આપતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જણાવ્યા અનુસાર, 1869 ના વર્ષમાં બાંધવામાં આવેલ અને સાર્વજનિક ટ્રસ્ટ તરીકે રજી. નં. એ 1500 હેઠળ નોંધવામાં આવેલ મહુવા પોલીસ સ્ટેશન સામે આવેલા પૌરાણિક શ્રી રામજી મંદિર ના ટ્રસ્ટી અને વહીવટદાર તરીકે કાર્યરત પદ્માબેન મહંત 15 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા અને આ મંદિરનો કારભાર તેમના પુત્ર સંભાળતો આવ્યો હતો. આશરે ત્રણ વર્ષ અગાઉ ચેરિટી કમિશનર અથવા કોઈપણ સક્ષમ અધિકારીની પરવાનગી વગર મંદિર જમીન દોસ્ત કરવામાં આવ્યું હતુ.
મહત્વનું છે કે, લાખો રૂપિયાના કાટમાળ નો હાલમાં કોઈપણ હિસાબ મળતો નથી અને નવું મંદિર બન્યુ નથી. વધુમાં જણાવતા કહ્યું હતું કે, મંદિરની પૌરાણિક વસ્તુઓ અને મૂર્તિઓ પણ ક્યાં છે તે અંગે પણ હજુ સુધી રહસ્ય ઉકેલી શકાયું નથી.
ઉલ્લેખનીય છે કે, હાલમાં આ મંદિર હતું ત્યાં પવિત્ર જગ્યાએ લોકો પોતાના વાહનો પાર્ક કરી રહ્યા છે. મંદિર પરિસર સિવાય ટ્રસ્ટની માલિકીની મોટી જમીન ઉપર અનેક લોકોએ દબાણો કર્યા હોવાનું જણાવ્યું હતું એટલે આવેદનમાં જણાવાયા અનુસાર, આ જમીન રાજકીય નેતાઓ અને અધિકારીઓના મેળાપીપણામાં વેચાઈ જવાની શક્યતાઓ દેખાઈ રહી છે.
મહત્વનું છે કે, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મંદિર ટ્રસ્ટની જમીન ઉપર વિવિધ દબાણો અને ડામર રોડ અંગે તપાસ કરવામાં આવે અને સરકાર સીધે સીધો હસ્તક્ષેપ કરી મંદિર ટ્રસ્ટનો વહીવટ પોતાના હાથમાં લઇ નવું ટ્રસ્ટ બનાવવામાં આવે અને નિષ્પક્ષ તપાસ સાથે યોગ્ય પગલા ભરવામાં આવે અને મહુવાના રામજી મંદિર મામલે ન્યાયની માંગણી કરતા મહુવા તાલુકા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને મુખ્યમંત્રી, ચેરીટી કમિશનર કચેરી ગાંધીનગર થતા સુરત, કલ્ચરલ એક્ટિવિટી વિભાગ, સુરત જિલ્લા કલેકટર તથા પ્રાંત અધિકારી ડેપ્યુટી કલેકટર કચેરી મુકામે નકલો રવાના કરવામાં આવી છે. આ પરથી લાગી રહ્યું છે કે, આગામી દિવસોમાં મહુવાના પૌરાણિક રામજી મંદિરનો મામલો સંઘર્ષમય બની શકે છે.
આ આવેદનમાં કરવામાં આવેલી ફરિયાદ મુજબ એક સમયે જ્યા પ્રથમ તસવીરમાં દેખાતું મંદિર હતુ એ પવિત્ર જગ્યાએ હાલ લોકોના વાહન પાર્ક થઇ રહ્યા છે. મંદિર પરિસર સિવાય ટ્રસ્ટની માલિકીની મોટી જમીન ઉપર અનેક લોકો દ્વારા દબાણો કરવામાં આવ્યા છે. જેથી આ મુદ્દે કોઇ પણ પ્રકારની કાર્યવાહી ન થાય તો આ જમીન વેચાઈ જવાનો પણ ડર વ્યક્ત કરવામાં આવ્યો છે.