Temple : ગુજરાતનું એકમાત્ર મંદિર જ્યા માત્ર સોપારીની માનતા રાખવાથી થઈ જાય છે રોગ દૂર, કહેવાય છે કે ભગવાન અહી સાક્ષાત આવે છે..

Temple : ગુજરાતનું એકમાત્ર મંદિર જ્યા માત્ર સોપારીની માનતા રાખવાથી થઈ જાય છે રોગ દૂર, કહેવાય છે કે ભગવાન અહી સાક્ષાત આવે છે..

આ જગ્યાએ માત્ર સોપારીની માનતાથી થઈ જાય છે તમામ કામ, ભગવાન સાક્ષાત્ આવ્યાં હોવાની લોકવાયકા..

Temple
Temple

જીવણબાપુ નાનપણથી જ આસપાસના ગામોમાં ભજન ગાવા જતા રહેતા હતા. કહેવાય છે કે કેટલીક વખત તો ભજનમાં એટલા ખોવાઈ જતા કે તેમના કામ કરવા ખુદ ભગવાને આવવું પડતું હતું.

Temple
Temple

રાજકોટ જિલ્લાનું એક એવુ Temple  કે જ્યાં માત્ર સોપારીની માનતાથી બીમારી દૂર થતી હોવાની માન્યતા છે. કહેવાય છે કે, આ જ જગ્યાએ ભગવાન પ્રગટ થયા હતા. એવા રોગ કે જે દવાથી પણ નથી મટતા તે અહીંયા માત્ર સોપારી ચઢાવવાથી મટી જાય છે. આ મંદિર એટલે રાજકોટ જિલ્લાના ઘોઘાવદર ગામમાં આવેલા દાસી જીવણનું મંદિર.

Temple
Temple

રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામમાં દાસી જીવણનો જન્મ થયો હતો. એમનો જન્મ ૧૮૦૬માં આસો મહિનાની અમાસ એટલે કે દિવાળીના દિવસે ચમાર જ્ઞાતિના એક ગરીબ કુટુંબમાં થયો હતો.

આ પણ વાંચો : Hanumanji : જુનાગઢમાં આવેલા લંબે હનુમાનજીના મંદિરે હનુમાનજીની પ્રતિમા દર વર્ષે એક ચોખાનાં દાણા જેટલી વધે છે એવી છે માન્યતા…

Temple
Temple

તેમનું મૂળ નામ જીવણદાસ હતું. તેમના પિતાનું નામ જગા દાફડા અને માતાનું નામ સામબાઈ હતું. કહેવાય છે કે, જીવણ બાપુ નાનપણથી જ કૃષ્ણ ભક્તિમાં સતત લીન રહેતા તે પુરુષ હોવા છતાં પોતાને રાધાનો અવતાર ગણાવતા હતા. તેઓ સીતારા વડે સતત શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિમાં લીન રહેતા હતા.

Temple
Temple

એવું કહેવાય છે કે કેટલીક વખત તો ભજનમાં એટલા ખોવાઈ જતા કે તેમના કામ કરવા ખુદ ભગવાને આવવું પડતું હતું. જીવણબાપુ નાનપણથી જ આસપાસના ગામોમાં ભજન ગાવા જતા રહેતા હતા. અહીંના લોકોનું કહેવું છે કે, જીવણ બાપુની ભક્તિ એટલી હતી કે ખુદ કૃષ્ણ ભગવાન તેમના નિવાસસ્થાન પર અનેક વખત આવી ચૂક્યા છે.

Temple
Temple

જીવણ બાપુ જે સીતારાની મદદથી ભગવાનને પ્રસન્ન કરતા તે સિતારો આજે પણ તેમના જન્મસ્થળે રાખવામાં આવ્યો છે. અહીં આવતા લોકો આ સીતારાને જોઈને ગર્વની લાગણી અનુભવે છે. આ સાથે જ આ સિતારો ભગવાનને બોલાવવામાં સાક્ષી રહ્યું હોવાનું જાણી ગર્વની લાગણી અનુભવે છે.

એક વખત તે સમયના રાજાને જીવણદાસ પાસેથી 60 કોરી લેવાની હતી. જો કે, એ સમયે તે દેણું ન દઈ શકતા હોવાથી તેમને રાજાએ જેલમાં પૂરી દીધા હતા. ત્યારે ભગવાન કૃષ્ણને આ વાતની જાણ થતા સાક્ષાત્ આવીને 60 કોરીના બદલે 600 કોરી આપી હતી અને જીવણદાસ બાપુને જેલમાંથી છોડાવ્યા હતા. કહેવાય છે કે આજે પણ ગોંડલ સ્ટેટના વંશજો દિવાળીના દિવસે આ કોરીની પૂજા કરે છે.

Temple
Temple

જીવણ બાપુનું જીવન પૂર્ણ થવા આવ્યું ત્યારે તેમણે જીવતા સમાધિ લીધી હતી. વિક્રમ સવંત 1881માં દિવાળીના દિવસે જીવણદાસ બાપુએ જીવતા સમાધિ લીધી હતી. જો કે, તે સમાધિ લે તે પહેલાં ગામના કેટલાક લોકોએ સાબિતી માંગી હતી.

આ સાબિતીના ભાગ સ્વરૂપે કહેવાય છે કે, જીવણદાસ બાપુએ ત્યાં રહેલા વાસના ઝાડ અંગે વાત કરી હતી અને કહ્યું હતું કે આ વાંસ જો આમલીનું ઝાડ બની જાય તો મારી પાછળ ભંડારો કરજો નહીંતર ન કરતા.

Temple
Temple

બાપુની સમાધિ બાદ વાંસનું ઝાડ આમલીના ઝાડમાં પરિવર્તિત થઈ ગયું હતું. આજે અહીં આવતા ભક્તો પણ આ ખાસ આમલીના દર્શન કરે છે. જીવણદાસ બાપુ દ્વારા લખાયેલા ભજનો અને સંતવાણી આજે પણ પ્રખ્યાત છે. દેશ કે દુનિયામાં જ્યાં કોઈ ગુજરાતી ભજનો કે સંતવાણી ગવાતી હોય ત્યાં જીવણદાસ બાપુ રચયિત ભજન સાંભળવા મળે છે.

આજના લોક ડાયરામાં જીવણદાસ બાપુના ભજન વગરનો લોકડાયરો અધુરો ગણાય છે. જીવણદાસ બાપુના અનેક ભજનો આજે પણ લોકમુખે સાંભળવા મળે છે. તેમના પ્રખ્યાત ભજનોમાં બંગલાનો બાંધનાર, વારી વારી જાઉં રે, બેની મારા શામળિયાના સમાચાર સહિતના અનેક ભજનો હજુ પણ લોકોના મુખે સાંભળવા મળે છે.

more article : Khodiyar Mataji : ગુજરાતના આ ખોડીયાર માતાજીના મંદિરમાં માતાજીનું ત્રિશૂળ દર વર્ષે વધે છે ! જાણો તેના પાછળનું રહસ્ય અને ક્યાં આવેલું છે તે મંદિર…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *