બસમાં દાદાગીરી કરનાર ટપોરીઓને પોલીસે કૂકૂડા બનાવ્યા, ડ્રાઈવરને પગ પડાવ્યા
બસમાં ચપ્પુ લઈને તોફાન મચાવનાર ટપોરીઓને પોલીસે ઔકાત દેખાડી દીઘી હતી. પોલીસે ટપોરીઓને પકડીને શહેરમાં ફેરવ્યા હતા. તેમજ ડ્રાઈવરના પગે પડીને માફી પણ મંગાવડાવી હતી. એટલું જ નહીં જે બસમાં હંગામો કર્યો હતો તેની સાફ-સફાઈ પણ કરાવડાવી હતી.
મધ્યપ્રદેશના ઈન્દોરમાં સિટી બસના ડ્રાઈવર અને કંડક્ટરને બે બદમાશોએ ચપ્પુ દેખાડી ધમકાવ્યા હતા. આનો વીડિયો પણ વાઈરલ થયો હતો. પોલીસે વીડિયોને આધારે બંને ટપોરીઓને ઝડપી લીધા હતા.
ડ્રાઈવરના પગમાં પડી માફી માંગી
બસમાં લાગેલ CCTV ફુટેજના આધારે પોલીસે ગત રાત્રે બંનેને પકડ્યા હતા. આ વિસ્તારમાં ચલાવીને તેમનું સરઘસ કાઢવામાં આવ્યું અને સીટી બસના કંડક્ટર પાસે માફી પણ મંગાવડાવી. એટલું જ નહીં.
જે બસમાં ચઢીને બંને બદમાશો ધમકાવતા હતા તેમની પાસે પોલીસે એ જ બસમાં પોતુ પણ કરાવ્યું અને બધુ અભિમાન ઉતારી નાખ્યું. આ દરમિયાન આરોપી ડ્રાઈવરના પગમાં પડીને માફી માંગતા જોવા મળ્યા. TI દિનેશ વર્માના જણાવ્યા અનુસાર, આરોપી અંકિત પુત્ર અનિલ અને તેનો સાથી અતુલ પુત્ર મધુકર છે.
અગાઉ પણ કરી ચૂક્યા છે આવાં કામ
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી નશો કરવાનો આદી છે. સાથે-સાથે ભાડાથી મેજિક પણ ચલાવે છે. નશા માટે રૂપિયા માટે તે વારંવાર સિટી બસ ડ્રાઈવર અને કંડક્ટરને ધમકાવતા હતા. બંને પર આ પહેલાં પણ ઘણા ગુના નોંધાયેલ છે. બંને કનાડિયા અને તિલકનગરમાં આ પહેલાં પણ ગુના કરી ચૂક્યા છે.
પોલીસે રસ્તા પર ઉતાર્યું અભિમાન
પોલીસે રસ્તા પર આરોપી અંકિત અને અતુલને ચાલીને ફેરવ્યા. પોલીસથી બચીને ભાગવા દરમિયાન પગ સ્લિપ થઈ જવાથી અંકિત મોંઢાના બળે નીચે પડ્યો હતો. જેમાં તેના હાથમાં ફ્રેક્ચર થઈ ગયું. બંનેનું સરઘસ કાઢતી વખતે, તેઓ વિસ્તારના લોકોની માફી માંગતા જોવા મળ્યા. પોલીસે ચાર રસ્તા પર સિટી બસના ડ્રાઈવર પાસે માફી મંગાવડાવી ફરીથી અપરાધ ન કરવાની કસમ પણ ખવડાવી.