૭ માં ધોરણમાં ભણતા ટેણીયાએ વિજ્ઞાન મેળામાં પ્રદર્શનમાં લઇ જવા એવી ઇલેક્ટ્રિક સાયકલ બનાવી જેને બેટરી અને પેન્ડલથી પણ ચલાવી શકાય છે.
અત્યારનો સમય આધુનિક થઇ ગયો છે અને તેની સાથે સાથે ટેક્નોલોજીનો જમાનો આવી ગયો છે. એવામાં આજે પેટ્રોલ-ડીઝલનો ભાવ પણ સતત વધી રહ્યો છે જેથી લોકો આજે ઘરે જ એવા ઇલેક્ટ્રિકલ સાધનો બનાવી દેતા હોય છે. હાલમાં એક ટેણીયાએ એવો આવિશ્કાર બનાવ્યો છે.
જેને જોઈને બધા જ લોકો ખુબ જ ખુશ પણ થઇ ગયા છે.આ ટેણીયો હજુ તો ધોરણ ૭ માં અભ્યાસ કરે છે, આ વિદ્યાર્થી નડિયાદની સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહારમાં ભણે છે અને મૂળ પણસોરા ગામનો રહેવાસી છે.
તેનું નામ જીલ પટેલ છે, જીલ પટેલે શાળામાં ચાલી રહેલા વિજ્ઞાન મેળામાં પ્રદર્શન માટે અને પોતાની કૃતિ રજૂ કરવા માટે એક ઇલેક્ટ્રિકલ સાયકલ બનાવી છે અને તેને જોઈને બધા જ શિક્ષકો પણ ખુશ થઇ ગયા છે.
આ સાયકલ બનાવવા માટે પોતાની સૂઝબૂજ અને શિક્ષકોના સહકારથી લઈને આ વિદ્યાર્થીએ આ સાયકલ બનાવી દીધી છે. જેમાં તેને જૂની પડેલી સાયકલને ઉપયોગમાં લીધી હતી, તેમાં તેઓએ એક મોટર જે ૨૪ વોલ્ટની છે અને બીજી જરૂરી બેટરીનો પણ ઉપયોગ તેઓએ કર્યો અને અને આ સાયકલને બનાવી દીધી છે.
આ સાયકલને બે રીતે ચલાવી શકાય છે જેમાં પેન્ડલ મારીને અને બેટરીથી પણ તેને બરાબર રીતે ચલાવી શકાય છે. આજે આવી જ રીતે તેઓ તેમની આ સાયકલ ચલાવે છે. આજે આ સાયકલ બનાવવા માટે તેમને સાડા સાત હજાર રૂપિયા જેટલો ખર્ચો આવ્યો હતો અને આ સાયકલને જોઈને બધા જ લોકો ખુબ જ ખુશ પણ થઇ જાય છે.