તમાલપત્ર ના છે અધધ ફાયદાઓ, જાણો તેના લાભની સાથે સાથે સેવન કરવાની રીત…

0
146

આજના આધુનિક યુગમાં લોકો એકલા વ્યસ્ત બની ગયા છે તેઓ તેમના ભોજન અને જીવનશૈલીનો ખ્યાલ રાખી શકતા નથી. જેના કારણે તેઓ દિવસ દરમિયાનના થાકને કારણે તેને કમર દર્દ અને બીજા ઘણા અંગોના દુખાવાનો શિકાર બને છે.

આ સમસ્યાઓથી રાહત મેળવવા મેળવવા માટે લોકો દવાઓ તથા તેના જેવી બીજી દવાઓનું સેવન કરે છે પણ આ દવા ના ઉપયોગથી કંઈ ફરક પડતો નથી. તેના કારણે આ દવાની આડઅસરો થી શરીર ને વધુ પડતી નુકસાન પહોંચાડે છે પણ તમે અમુક ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ કરી ને આ બધી જ મુશ્કેલીમાંથી ક્ષણભર મા રાહત મેળવી શકો.

મોટાભાગના બધા લોકોના ઘરે તમાલપત્ર રસોડામાં આસાનીથી પ્રાપ્ત થઈ જાય છે. આ તમાલપત્ર નો ઉપયોગ લોકો આહાર ને વધુ પડતો સ્વાદિષ્ટ બનાવવા માટે કરે છે. પણ બહુ ઓછા લોકો ને ખબર હશે કે આ તમાલપત્ર ની સહાયતા થી વિવિધ પ્રકાર ના દુખાવામાંથી રાહત મેળવી શકીએ. તમાલપત્ર મા કોપર, પોટેશિયમ, કેલ્શિયમ , મેગ્નેશિયમ, સેલેનિય તથા લોહતત્વ વગેરે પોષકતત્વો અઢળક પ્રમાણમાં જોવા મળે છે.

આ સિવાય તમાલપત્ર ના એન્ટિઓક્સિડન્ટસ પણ અઢળક પ્રમાણ મા મળી રહે છે. આ એન્ટિઓક્સિડન્ટસ આપણા શરીર મા કેન્સર, બ્લડ ક્લોટિંગ અને હાર્ટ જોડે સંકળાયેલી અનેક બિમારીઓ ને આપણા શરીર મા પ્રવેશતા રોકે છે. જોકે હાલમાં તમને તમાલપત્ર માંથી બનેલી એક એવી વસ્તુ વિશે કહેવા જઇ રહ્યા છીએ, જેનુ સેવન કરવાને લીધે તમે વિવિધ પ્રકાર ના દુખાવાથી મુક્તિ મેળવી શકો છો.

  • સાધન-સામગ્રી :
  • તમાલપત્ર – ૩ નંગ,
  • લીંબુ – ૨ નંગ,
  • પાણી – અડધો લિટર

વિધિ : : આ વસ્તુ તૈયાર કરવા માટે સૌથી પહેલા ત્રણ તમાલપત્ર લો. ત્યારપછી આ તમાલપત્ર ને શુધ્ધ પાણી વડે સારી રીતે ધોઈ ને એક શુધ્ધ કપડા વડે સ્વચ્છ કરી લો. ત્યારપછી લીંબુ ના ૭-૮ ટુકડા કરો. હવે એક વાસણમાં અડધો લિટર જેટલુ પાણી ભરો. આ પાણીમાં તમાલપત્ર અને લીંબુ ને ઉમેરી દો.

ત્યારપછી આ વાસણને ચુલા પર મૂકી, ચૂલો સળગાવો અને આ મિશ્રણ ને અમુક સમય માટે ઉકળવા દો. આ મિશ્રણ સારી રીતે ઉકળી જાય તથા ચૂલો બંધ કરી આ પાત્ર નીચે ઉતારી મિશ્રણ ને અમુક સમય માટે ઠંડુ થવા દો. આ મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેનુ સેવન કરી લો. આ ઉપચાર તમે સવાર-સાંજ બંને ટાઈમ અપનાવી શકો.

લાભો : તમાલપત્રમાં એન્ટિઈન્ફ્લેમેન્ટરી અને એન્ટિ બેક્ટેરીયલ ગુણતત્વો જોવા મળે છે. જે શરીર મા થતા સોજા ને ઓછો કરીને તેના દુખાવામાં મદદ આપે છે. જો તમે આ સોજા પર તજ, લવિંગ સને તમાલપત્રને ક્રશ કરી ને તેમા અમુક પાણી ઉમેરી ને લેપ તૈયાર કરી ને આ સોજાવાળી જગ્યા પર લગાવી દો તો દુખાવામાંથી રાહત મદદ શકાય છે.