Swin Flu Cases : ગુજરાતમાં નવી બીમારીની એન્ટ્રી : જાન્યુઆરીથી અત્યાર સુધી 180 કેસ, 9 લોકોના મોત..
Swin Flu Cases : ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કેસમાં ચિંતાજનક વધારો.. 1 મહિનામાં સ્વાઈન ફ્લૂના 180 જેટલાં કેસ તો 9 લોકોએ ગુમાવ્યો જીવ..સૌથી વધુ કેસ 534 કેસ સાાથે રાજસ્થાન પહેલા નંબરે..
Swin Flu Cases : ગુજરાતમાં એક તરફ બેવડી ઋતુનો માર છે. આ વચ્ચે અંગ દઝાડતી ગરમી આવી ગઈ છે. બેવડી ઋતુમાં લોકો બીમાર પડી રહ્યાં છે. ત્યારે હવે ગુજરાતમાં નવી બીમારીએ દસ્તક આપી છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લૂથી બચીને રહેવાનો સમય આવ્યો છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કેસમાં એકાએક વધારો થયો છે. એક જ મહિનામાં સ્વાઈન ફ્લૂના રાજ્યસભરમાં 180 કેસ નોંધાયા છે. જેમાં 9 લોકોના તો મોત થયા છે. સ્વાઈન ફ્લૂના સૌથી વધુ કેસમાં ગુજરાત દેશભરમાં ચોથા સ્થાને છે.
Swin Flu Cases : ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કેસ વધી રહ્યા છે જેથી વધતા સ્વાઈન ફ્લૂના કેસના કારણે આરોગ્ય વિભાગની પણ ચિંતા વધી છે. છેલ્લા એક મહિનામાં સ્વાઈન ફ્લૂના 180 કેસ આવ્યા છે. નવા વર્ષ 2024 માં સ્વાઈન ફ્લુનો કહેર જોવા મળ્યો છે. નવા વર્ષમા સ્વાઈન ફ્લૂથી 9 લોકોના મોતના કેસ આવ્યા છે.
Swin Flu Cases : માત્ર બે નહિમાં સ્વાઈ ફ્લૂના ગુજરાતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. દેશભરમાં ગુજરાત સ્વાઈન ફ્લૂના કેસમાં ચોથા સ્થાને છે. સમગ્ર દેશમાં આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં જ સ્વાઈનફ્લૂના 2545 કેસ નોંધાયા હતા. જેમાં દેશભરમાંથી કુલ 77 લોકોના બે મહિનામાં મોત થયા છે.
આ પણ વાંચો : Sarkari Naukri : BHEL માં પરીક્ષા વગર નોકરીની શાનદાર તક, જો આ યોગ્યતા હશે તો પગાર મળશે 2,60,000 રૂપિયા..
ગુજરાતમાં સિવીયર હીટવેવની આગાહી : 40 ડિગ્રી સુધી પારો જશે
- રાજસ્થાન – 534 કેસ
- દિલ્હી – 474 કેસ
- પંજાબ – 290 કેસ
- ગુજરાત – 180 કેસ
- હરિયાણા – 232 કેસ
Swin Flu Cases : તબીબોના મતે સ્વાઈન ફ્લૂ મિક્સ ઋતુને કારણે વકર્યો છે. ઠંડી તેમજ ભેજવાળા વાતાવરણમાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થાય છે. હવે ઉનાળામાં ગરમી વધશે તેમ સ્વાઈન ફ્લુના કેસ ઘટશે તેવી શક્યતા જોવાઈ રહી છે.
MORE ARTICLE : Gujarat : ગુજરાતમાં સિવીયર હીટવેવની આગાહી 40 ડિગ્રી સુધી પારો જશે..