swapna shastra : આર્થિક લાભ પહેલા સપનામાં દેખાય છે આ 3 વસ્તુઓ, પછી પૈસાથી છલકાઈ જાય છે તિજોરી…
swapna shastra અનુસાર સપનામાં કોઈ આવી વસ્તુ દેખાય તો તે તમારા અમીર હોવાના સંકેત આપી શકે છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર આ પ્રકારના સપના ભવિષ્યનો સંકેત આપે છે.રાત્રે સૂતા સમયે ઘણા સપના જોવા તે સામાન્ય વાતઆ પ્રકારના સપના અમીર હોવાના સંકેત આપે છેઆ વસ્તુ દેખાય તો સમજવું લક્ષ્મી માતા તમારા પર છે મહેરબાન
swapna shastra અનુસાર સપનામાં કોઈ આવી વસ્તુ દેખાય તો તે તમારા અમીર હોવાના સંકેત આપી શકે છે. રાત્રે સૂતા સમયે ઘણા સપના જોવા તે સામાન્ય વાત છે. તેમાંથી ઘણા સ્વપ્ન એવા પણ હોય છે. જે આપણને ખુશી આપે છે. તો કેટલાક સપના એવા હોય છે, જે જોઇને આપણે ડરી જઇએ છીએ. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર આ પ્રકારના સપના ભવિષ્યનો સંકેત આપે છે. જો તમારા સપનામાં આ વસ્તુઓ દેખાય તો સમજી જજો કે લક્ષ્મી માતા તમારા પર મહેરબાન થયા છે.
સાવરણી
આ પણ વાંચો : Abu Dhabi Mandir : અબુધાબી હિન્દુ મંદિરના ઉદઘાટનની આતુરતાનો અંત : આજથી શરૂ થઈ વિવિધ વિધિ
સ્વપ્નશાસ્ત્ર અનુસાર તમારા સપનામાં આ સાવરણી હોય તો તે શુભ સંકેત માનવામાં આવે છે. સાવરણીને લક્ષ્મી માતાનું પ્રતીક માનવામાં આવે છે. જો તમારા સપનામાં સાવરણી દેખાય તો તમારે સમજી જવું જોઈએ કે, તમારા પર લક્ષ્મી માતાની વિશેષ કૃપા છે. આ સપનાનો અર્થ છે કે, જો તમારા જીવનમાં આર્થિક તંગી ચાલી રહી છે, તો તે પણ દૂર થઈ જશે.
ઈલેકટ્રિક વસ્તુ
જો તમારા સપનામાં ઈલેક્ટ્રિક વસ્તુ તૂટતી દેખાય તો તે સપનાને સારું માનવામાં આવે છે. આ સપનાનો અર્થ છે કે, ટૂંક સમયમાં તમારી ધન સંબંધિત સમસ્યા દૂર થઈ જશે. આર્થિક પરિસ્થિતિ મજબૂત થશે.
ઉંદર
સ્વપ્નશાસ્ત્ર અનુસાર તમારા સપનામાં ઉંદર દેખાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. સપનામાં ઉંદર દેખાય તો તેનો અર્થ છે કે, તમારા ઘરમાંથી ગરીબી દૂર થશે. આવકમાં વધારો થશે. જો તમને આવું સપનું આવ્યું હોય તો સૌથી પહેલા આ સપના વિશે ઘરના સૌથી નાના સભ્યને જણાવો. આ સ્વપ્નનું ફળ જરૂરથી પ્રાપ્ત થશે.
more article : Vastu Shashtra : સુતા સમયે કઈ દિશામાં રાખવા પગ? જાણી લો વાસ્તુ નિયમ