સુરતનું આ દંપતી આજે ૩૦ જેટલા નિરાધાર અને ગરીબ માતાપિતાને પોતાના ઘરે આશરો આપીને તેમની સેવા કરીને તેમના દીકરાની ફરજ નિભાવી રહ્યા છે.
દરેક માતાપિતા પોતાના બાળકો માટે પોતાનું આખું જીવન તેમની પાછળ સમર્પિત કરી દેતા હોય છે, માતાપિતા પોતાના બાળકોની બધી જ ઈચ્છાઓ પુરી કરવા માટે પોતાના શોક પડતા મૂકીને પહેલા બાળકોના શોખ પુરા કરતા હોય છે પણ જયારે માતા પિતાની સેવા કરવાનો સમય આવે ત્યારે ઘણા એવા બાળકો હોય છે.
જે તેમના હાથ ઊંચા કરી દેતા હોય છે અને ઘણા બાળકો પોતાના માતા પિતાને રખડતા મૂકી દેતા હોય છે, ઘણા એવા પણ સમાજમાં લોકો હોય છે જે પોતાના કામથી માનવતા મહેકાવતા હોય છે. આજે આપણે એક તેવા જ સુરતના દંપતી વિષે વાત કરીશું, આ દંપતી વિષે જાણીને તમે પણ બોલી પડશો કે ખરેખર આ દંપતી દેવદૂત છે.
આ દંપતી આજે તરછોડાયેલા ગરીબ અને નિરાધાર માતા પિતાને પોતાના ઘરે આશરો આપીને તેમના બાળકોની ફરજ નિભાવી રહ્યા હતા, ગુણવંતભાઈ અને તેમની પત્ની લતાબેન નિરાધાર માતા પિતાની સ્થિતિ જોઈને તે ખુબજ ભાવુક થઇ ગયા હતા, ત્યારબાદ તેમને નક્કી કરી લીધું હતું કે તે આવા માતા પિતાને સહારો આપશે અને તેમના દીકરા દીકરી બનીને તેમની સેવા કરશે.
આ દંપતીએ આજથી ૩ વર્ષ પહેલા આ આશ્રમની શરૂઆત કરી હતી અને આજે ૩૦ જેટલા નિરાધાર અને મંદબુદ્ધિના લોકો રહેતા હતા, જેમના પરિવારમાં કોઈ નથી અને જે પરિવારના લોકોએ તેમને છોડી દીધા છે તેવા લોકોને તે પોતાના ઘરે આશરો આપી રહ્યા હતા, આવી દુઃખની ઘડીમાં આ દંપતી તે લોકોનો સહારો બન્યા હતા.
આ સેવા કરવા બદલ આ દંપતી તેમની પાસેથી એકપણ રૂપિયો લઇ રહ્યા ન હતા, આ દંપતી પોતાના ખર્ચે અથવા લોકોની સહાયથી આ આશ્રમ ચલાવી રહ્યા હતા, આજે આ દંપતી ૩૦ જેટલા નિરાધાર માતા પિતાની સેવા કરીને તેમના દીકરા બનીને તેમની બધી જ ફરજ નિભાવી રહ્યા હતા.