સૌથી મોટી પ્રામાણિકતા,સુરતના યુવકે ૮ મહિના પછી ૧૫ લાખ રૂપિયાનું ખોવાયેલું સોનુ મૂળ માલિકને પરત કરી ઈમાનદારી બતાવી.

સૌથી મોટી પ્રામાણિકતા,સુરતના યુવકે ૮ મહિના પછી ૧૫ લાખ રૂપિયાનું ખોવાયેલું સોનુ મૂળ માલિકને પરત કરી ઈમાનદારી બતાવી.

સુરતથી પ્રામાણિકતાનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. આઠ મહિના પહેલા સુરતના કતારગામ સેફ ડિપોઝીટ વોલ્ટમાં એક યુવાન સોનાની લગડી જમા કરાવવા આવ્યો હતો. પરંતુ, તેને લગડી શિફ્ટ તિજોરીમાં રાખવાને બદલે, તે તેને બહાર ભૂલી જતો રહ્યો.

તેથી જ સેફ ડિપોઝીટ વોલ્ટના માલિક દિનેશભાઈ ઠુમ્મરે 8 મહિના પછી એક નહીં, બે નહીં પરંતુ બંને સોનાની ઈંટો તેમના હક્કદાર માલિકને પરત કરીને પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

સુરતના દિનેશભાઈ ઠુમ્મર કિરણ હોસ્પિટલ પાસે કતારગામ સેફ ડિપોઝીટ વોલ્ટના માલિક છે, જે અહીં છેલ્લા 10 વર્ષથી કામ કરે છે. 8 મહિના પહેલા એક ગ્રાહક અહીં તેની બે 10 તોલા સોનાની લગડીઓ સેફ વોલ્ટમાં જમા કરાવવા આવ્યો હતો.

પણ આ દરમિયાન બંને સોનાની લગડીઓ ભૂલી ગયો હતો. તે સમયે દિનેશભાઈ ઠુમ્મરના ધ્યાને આવતાં તેમણે સોનાની લગડીઓ પોતાની પાસે રાખી હતી. મૂળ માલિકને પરત કરવા માટે તમામ ગ્રાહકોને ફોન કરીને મેસેજ કર્યા પરંતુ 8 મહિના સુધી કોઈ આવ્યું નહીં.

જો કે, 8 મહિના પછી આ બંને સોનાની લગડીઓ તેમના હક્કદાર માલિકને પરત કરવામાં આવી.દિનેશભાઈ કહ્યું હતું કે નીતિનભાઈ વઘાસિયા કે જે હીરાનો વ્યવસાય કરે છે. તેઓ તિજોરીમાં બે સોનાની લગડી રાખવા આવ્યા હતા,

પરંતુ તેઓ બહાર ભૂલી ગયા હતા. તે આ વાતથી બિલકુલ અજાણ હતા અને 8 મહિના પછી ઘરમાં લગ્ન હોવાથી તે તિજોરીમાંથી સોનાની લગડી લેવા આવ્યો, પરંતુ તિજોરીમાં સોનાની લગડીઓ ન હોવાથી તે ચિંતામાં આવી ગયા હતા.

દરમિયાન બહારના બોર્ડ પર લખવામાં આવ્યું હતું કે જો કોઈની કિંમતી વસ્તુ ખોવાઈ જાય તો દિનેશભાઈ ઠુમ્મરનો સંપર્ક કરવો. તેથી તેઓએ અમારો સંપર્ક કર્યો અને બાદમાં અમે પૂરતી ચકાસણી કરી.

બાદમાં તેણે ડાયમંડ એસોસિએશન અને અગ્રણી વેપારીઓની હાજરીમાં તેની બે સોનાની લગડીઓ મૂળ માલિકને પરત કરી હતી. આ સોનાની લગડીઓની કિંમત 12 થી 15 લાખ આંકવામાં આવી છે.

દિનેશભાઈએ આજના સમયમાં પ્રામાણિકતાનું આ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અગાઉ પણ તેમને લાખો રૂપિયાના હીરા મૂળ માલિકોને પરત કર્યા છે. મૂળ માલિકે પણ સોનુ પરત મળતા દિનેશભાઈ અને ડાયમંડ ખુબજ એસોસિએશનનો આભાર માન્યો હતો અને હીરાના વેપારીઓએ પણ દિનેશભાઈ ઠુમ્મરનું સન્માન કર્યું હતું અને તેમની કામગીરીની ખુબજ પ્રશંસા કરી હતી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *