Surat : સુરતના એક મંદિરમાં નથી ભગવાન રામની મૂર્તિ કે તસવીર, જાણો તો પછી શેના દર્શન કરવા ઉમટે છે રામ ભક્તો.
Surat : આજે રામ નવમીનો પર્વ દેશભરમાં ધામ ધૂમથી ઉજવાઇ રહ્યો છે. ગુજરાતમાં પણ ભાવપૂર્વક લોકો રામનવમીની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે સુરતના અડાજણ ખાતે અનોખુ મંદિર આવેલું છે મંદિરમાં કોઈ તસવીર કે ભગવાનની પ્રતિમા નથી, છતા અહીં દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

Surat : સુરતના અડાજણમાં આવેલા રામ મંદિરમાં 1100 કરોડ મંત્રની સંખ્યા ધરાવતા 3 લાખથી વધુ રામ નામ લખેલી પુસ્તકો સ્થાપિત કરવામાં આવ્યા છે. મંદિરમાં મંત્રલેખન પુસ્તક રૂપી ભગવાન શ્રીરામને બિરાજમાન કરવામાં આવ્યા છે. જેના દર્શન માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે.
Surat : મંદિરમાં દિવ્ય તપ શક્તિમાં આધ્યાત્મિક આંદોલનને પ્રસરાવવા 45 ફૂટ ઊંચા પંચધાતુ નિર્મિત “વિશ્વ શાંતિ શ્રીરામ સ્તંભ”ઉભો કરાયો છે. આ સ્તંભની ભક્તો પ્રદક્ષિણા અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. મંદિરમાં સ્થાપિત 1100 કરોડ મંત્ર સ્થાપિત પુસ્તકો 1.5 લાખથી વધુ તપસ્વીઓ દ્વારા લખવામાં આવ્યા છે, ત્યારે રામનવમી હોવાથી મંદિરમાં દર્શન અર્થે ભક્તોની લાંબી કતારો લાગી છે.