સુરતે વિશ્વ યોગા દિવસના દિવસે રચ્યો વિશ્વ રેકોર્ડ, જુઓ આ અનેરા અવસરના ખાસ ફોટાઓ…
સુરતમાં રાજ્યકક્ષાની યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. સુરતમાં વહેલી સવારથી વાય જંક્શન પર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં 1.45 લાખ લોકો યોગ કરવા માટે એકઠા થયા હતા. જેમાં એક વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો. 1.45થી પણ વધારે લોકોએ એકસાથે યોગા કર્યા હતા.
સુરતમાં 125 બ્લોકમાં 1.50 લાખ લોકોએ યોગ કર્યા
સુરત શહેરના વાય જંક્શનથી પાર્લે પોઇન્ટ અને બીજી બાજુ વાય જંક્શનથી બ્રેડ લાઇનર સર્કલ સુધી લોકોએ પોતાની મેટ પર જુદાં જુદાં યોગાસન કર્યાં હતાં. આ માટે 125 બ્લોક બનાવાયા, એક બ્લોકમાં એક હજાર લોકોનો સમાવેશ થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક બ્લોકમાં એક સ્ટેજ અને એક એલઈડી લગાવાઈ હતી. જેના કારણે મુખ્ય સ્ટેજનું પ્રસારણ જોઈ શકાય.
2.25 લાખથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું
આ કાર્યક્રમ 12 કિમીના રસ્તા પર યોજાયો હતો. આ બંને રસ્તા આઇકોનિક રોડ છે. 1 લાખ 25 હજાર લોકો એકસાથે યોગ કરી ગિનિસ બુક ઓફ રેકોર્ડ માટે એપ્રોચ કર્યો હતો. આ કાર્યક્રમ માટે 2 લાખ 26 હજારથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
નેધરલેન્ડથી આવેલા બે વિદેશી નાગરિક પણ યોગ દિવસની ઉજવણીમાં સામેલ થયા હતા. સુરત 12 કિલોમીટર વિસ્તારમાં 1.45 લાખથી પણ વધુ લોકો હાજર રહ્યા હતા. QR કોડથી દરેક લોકોની ગણતરી કરાઈ હતી.
UNમાં ફરી એકવાર PMએ ભારત માતાને ગર્વ અપાવ્યું: CM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, UNમાં મોદીએ યોગ કરીને ફરી એકવાર ભારત માતાને ગર્વ અપાવ્યું છે. યોગના 21 યોગ સ્ટુડિયો નવા શરૂ કરી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે સુરત ઇતિહાસ રચી દેશે.
1 લાખ કરતાં વધુ લોકો જોડાયા. મોડે સુધી જાગતા સુરતીઓ આજે 4 વાગ્યાથી અહીં આવી રહ્યા હતા. 250 સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ન ભૂતો ન ભવિષ્યતિ જેવો કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું છે. મોદી અમેરિકામાં છે પણ ગુજરાત અને તેમાં પણ સુરતમાં આ દૃશ્ય અદભુત જોવા મળ્યું છે.
યોગવિદ્યા ગ્રહણ કરી નિયમિત તેનો અભ્યાસ કરો
આ પ્રસંગે મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતની ભવ્ય વિરાસત સમા યોગથી વિશ્વમાં ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના વધુ મજબૂત થઈ છે. જેનું શ્રેય આપણા વડાપ્રધાનને ફાળે જાય છે.
યોગ અભ્યાસથી સ્વસ્થ-તંદુરસ્ત અને તણાવમુક્ત જીવન કેવી રીતે જીવી શકાય તેનું જ્વલંત ઉદાહરણ આપણા ઋષિ-મુનિઓ, યોગાચાર્યોએ દુનિયાને પૂરું પાડ્યું છે, આપણે સૌએ સુસ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોગવિદ્યા ગ્રહણ કરી નિયમિત તેનો અભ્યાસ કરવો જોઈએ એવો મત વ્યક્ત કર્યો હતો.