Surat : પરીક્ષા સેન્ટર પહોચે તે પહેલા જ અકસ્માતમાં વિદ્યાર્થીના હાથમાં ફ્રેક્ચર,હિંમત હાર્યા વિના રાઈટરની મદદથી પેપર આપ્યું

Surat : પરીક્ષા સેન્ટર પહોચે તે પહેલા જ અકસ્માતમાં વિદ્યાર્થીના હાથમાં ફ્રેક્ચર,હિંમત હાર્યા વિના રાઈટરની મદદથી પેપર આપ્યું

Surat :  રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો. ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓએ પહેલુ પેપર આપ્યુ હતું. ત્યારે આ વચ્ચે સુરતના એક વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષા આપવા જતા સમયે રસ્તામાં જ અકસ્માત થયો હતો. તેનો હાથ ભાંગી જતા તેને રાઈટરની મદદથી પહેલુ પેપર આપવું પડ્યુ હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપવા નીકળેલા અનિલ પ્રજાપતિ નામના વિદ્યાર્થીનો રસ્તામાં જ અકસ્માત થયો હતો. અનિલને જે હાથે પરીક્ષા લખવાનો હતો એ જ હાથ ભાંગી ગયો હતો. જેથી તેને રાઇટરના મદદથી વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર આપ્યું હતું. અકસ્માતમાં હાથ ભાંગી ગયો હોવા છતાં વિદ્યાર્થીએ હિંમત ન ગુમાવી. વિદ્યાર્થીએ પહેલું પેપર રાઈટર દ્વારા આપ્યું છે.

પરીક્ષા આપ્યા બાદ સારવાર લીધી

Surat : પરીક્ષાનું પહેલું પેપર પૂર્ણ થયા બાદ અનિલ પ્રજાપતિ સારવાર અર્થ સિવિલ હોસ્પિટલ આવ્યો હતો. આમ, અનિલના હાથમાં ફેક્ચર હોવાનું સામે આવતા તમામ પેપર રાઇટરના મદદથી વિદ્યાર્થી આપશે. તેનો આ જુસ્સો જોઈ શાળા સંચાલકો પણ ખુશ થઈ ગયા હતા.

આ પણ વાંચો  : Vastu Tips : ઘરમાં કારેલાનો છોડ લગાવવો શુભ છે કે અશુભ, જાણો શું કહે છે વાસ્તુ

 

View this post on Instagram

 

A post shared by Kem Cho Surat (@kemchhosurat)

તાપીમાં બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને અકસ્માત, 15 ઘાયલ

Surat : તાપી જિલ્લામાં બોર્ડની પરીક્ષા આપવા વ્યારા તરફ જતા વિદ્યાર્થીઓની પિકઅપ ગાડીને પણ અકસ્માત નડ્યો હતો. ઉકાઈથી જીવતા મોતની જેમ દોડતા ડમ્પરે પિક અપ ગાડીને અડફેટે લીધી હતી. જેમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષા આપવા જઇ રહેલા વિદ્યાર્થીઓ સવાર હતા. સોનગઢના તાલુકાના માંડલ ગામ હાઈસ્કુલ ની વિદ્યાર્થીઓની પીકઅપ ગાડીને અકસ્માત નડ્યો હતો. ચોરવાડ ગામ પાસે ડમ્પર અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 15 થી વધુ વિદ્યાર્થીનીઓ ધોરણ 12 બોર્ડની પરીક્ષા આપવા માટે વ્યારા આવી રહ્યા હતા. આ ઘટનામાં એક વિદ્યાર્થીનીને સામાન્ય ઈજા પહોંચતા તેમને વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી.

પહેલુ પેપર સહેલુ ગયું

Surat : તો બીજીત રફ, આજે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના પ્રથમ પેપરને લઈને વિદ્યાર્થીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ પેપર પૂર્ણ કરીને પરીક્ષા કેન્દ્રોની બહાર નિકળી રહ્યા છે અને પેપરને લઈને પ્રતિક્રિયા આપી હતી. ધોરણ 10નું ગુજરાતી, અંગ્રેજી, ઉર્દૂ, હિન્દી અલગ અલગ મીડિયમની પ્રથમ ભાષાનું પેપર આજે યોજાયું હતું. આથી વહેલી સવારથી વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા.

પ્રથમ પેપરને લઈને વિદ્યાર્થીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પ્રવેશ આપ્યો હતો. વિદ્યાર્થીઓ પેપર પૂર્ણ કરીને પરીક્ષા કેન્દ્રોની બહાર નીકળતા ખુશ જણાયા હતા. પરીક્ષા પૂર્ણ કરીને બહાર આવેલા વિદ્યાર્થીઓમાં પ્રથમ પરીક્ષા સારી રીતે પૂર્ણ થવાના લીધે આનંદની લાગણી જોવા મળી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, પહેલું પેપર મસ્ત રહ્યું, લખવાની બહુ જ મજા આવી, એકદમ સરળ હતું. ધો. 10નું પેપર પૂર્ણ થયા બાદ આન્સર કી પોલીસ બંદોબસ્ત વચ્ચે ઝોનમાં મોકલાઈ છે.

more article : Success Story : ચિનુ કાલા કોણ છે? માત્ર 300 રૂપિયા ખિસ્સામાં રાખીને તે 15 વર્ષની ઉંમરે ઘરેથી ભાગી, 100 કરોડની કંપની બનાવી

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *