Surat : પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં નવો ખુલાસો, સુરતમાં સોલંકી પરિવારના તમામ સભ્યોએ આપઘાત નહોતો કર્યો

Surat : પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં નવો ખુલાસો, સુરતમાં સોલંકી પરિવારના તમામ સભ્યોએ આપઘાત નહોતો કર્યો

Surat માં સામુહિક આપઘાત કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો સામે આવ્યા બાદ હવે મૃતક મનીષભાઈ સોલંકી સામે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઇ છે. વિગતો મુજબ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માતા અને મોટી દીકરીનું ગળું દબાવી હત્યા થયાનું ખુલ્યું છે.

મૃતકોના પીએમ રિપોર્ટમાં ખુલાસા બાદ હવે ગુનો નોંધવા તજવીજ શરૂ કરાઇ છે. Surat ના અડાજણમાં તાજેતરમાં જ સોલંકી પરિવારના આપઘાત કેસમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે. વિગતો મુજબ માતા અને મોટી દીકરીનું ગળું દબાવી હત્યા થયાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલ્યું છે. આ સાથે પરિવારના બાકીના સભ્યોને સોડામાં ઝેરી દવા મિક્સ કરી પીવડાવ્યાનું અનુમાન છે.

Surat
Surat

જોકે સામુહિક આપઘાત કેસમાં કારણ હજી પણ અકબંધ છે. આ તરફ સામુહિક આપઘાત કરવા પાછળનું કારણ શોધવા પોલીસની મથામણ યથાવત છે. આ તરફ મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પત્ની, પિતા, બે બાળકોને ઉધઈ મારવાની દવા પીવડાવ્યાનો ખુલાસો થયો છે.

આ પણ વાંચો : accident : ગોંડલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત,ડમ્પરે રસ્તો ક્રોસ કરી રહેલા વૃદ્ધને મારી ટક્કર; વૃદ્ધના શરીરના ટુકડા થઈ ગયા….

આ સાથે માતા અને મોટી દીકરીનું ગળું દબાવી હત્યા થયાનું સામે આવ્યું છે. જેને લઈ હવે પોલીસે ફર્નિચરના ધંધા સાથે સંકળાયેલા કારીગરો અને ગ્રાહકોના નિવેદન લીધા છે. આ સાથે જુદી જુદી બેંકના લોન એજન્ટ બોલાવી ફરી નિવેદન લીધા છે.

Surat
Surat

સોલંકી પરિવારના આપઘાત કેસમાં હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો સામે આવ્યા બાદમૃતક મનીષભાઈ સોલંકી સામે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઇ છે. આ તરફ પોલીસ દ્વારા ધંધામાં ઉધારી, કારીગરોને આપવાની બાકી રકમની વિગતોને લઇ તપાસ શરૂ કરાઇ છે. બેંકની લોનની રકમના હપ્તાની વિગતો મેળવવાની તજવીજ પણ હાથ ધરાઇ છે. મહત્વનું છે કે, FSLમાંથી મોબાઈલ ફોનની ડિટેઇલના આધારે પોલીસ દ્વારા કડી મેળવવા કવાયત શરૂ કરાઇ છે.

more article : Surat સામૂહિક આપઘાત કેસમાં નવો વળાંક, મૃતક મનીષ સોલંકી હતો ડિપ્રેશનમાં…મળ્યું દવાનુ પ્રિસ્ક્રીપ્શન

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *