Surat : સુરતમાં માતાએ જ કરી 3 વર્ષના પુત્રની હત્યા, પર પુરૂષ સાથેના પ્રેમ સંબંધના કારણે મોતને ઘાટ ઉતાર્યો..
25 દિવસ પહેલા પુત્રની હત્યા કરી મૃતદેહને પાણી ભરેલા ખાડામા ફેંકી દીધો હતો
માતા અને પ્રેમી રાજસ્થાન જતાં પતિએ પોલીસને જાણ કરી
Surat : સુરતમાં વધુ એક શર્મનાક કરતો બનાવ બન્યો છે. પ્રેમમાં અડચણરૂપ બનતાં 3 વર્ષના પુત્રની હત્યા કરી ફેકી દેવામાં આવ્યો હતો. માતાએ પ્રેમી સાથે મળીને 25 દિવસ પહેલા પુત્રની હત્યા કરી મૃતદેહને પાણી ભરેલા ખાડામા ફેંકી દીધો હતો. ત્યાર બાદ પ્રેમી સાથે માતા રાજસ્થાન જતી રહી હતી.
Surat : પરંતુ પાપ છાપરે ચડીને પોકારે છે આખરે ગુનેગાર ક્યા સુધી નાસતો ફરે આખરે જેલના સળીયા પાછળ જવાનો વારો આવ્યો છે. માતાએ અન્ય પુરૂષ સાથેના પ્રેમ સંબંધમાં પુત્રની હત્યા કરી છે. આ વાત પોલીસ સુધી પહોચી હતી.
આ પણ વાંચો : Gold Price : બાપ..રે..બાપ.. આટલું બધુ મોંઘુ થઇ ગયું સોનું, લગ્નની સિઝન પહેલાં લોકોનું ટેન્શન વધી ગયું..
પ્રેમી સાથે આવી ત્યારે પુત્રને લાવી હતી
Surat : માતા અને પ્રેમી રાજસ્થાન જતાં પતિએ પોલીસને આ હત્યાની જાણ કરી દીધી હતી. રાજસ્થાન પોલીસે પૂછપરછ કરતા પુત્રની હત્યા કર્યાની માતાએ કબુલાત કરી હતી. જેને લઇ રાજસ્થાન પોલીસે પ્રેમી અને મહિલાને સાથે રાખી સુરતમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. રાજસ્થાની મહિલા અને પ્રેમી રાજસ્થાનથી ભાગીને સુરત આવ્યા હતા ત્યારે રાજસ્થાની મહિલા પ્રેમીની સાથે 3 વર્ષના પુત્રને પણ લાવી હતી.
સુરતમાં અગાઉ પણ પતિની હત્યા થઇ હતી
Surat : થોડા સમય અગાઉ સુરતના પાંડેસરા વિસ્તારમાં અજાણ્યા યુવકની હત્યાની ઘટના સામે આવી હતી આ ઘટનામાં પાંડેસરા પોલીસે મૃતક યુવકની હત્યાની તપાસ કરતા ભેદ ઉકેલ્યો ત્યારે ચોકી ઉઠી હતી. પોલીસ તપાસમાં મૃતક યુવકની હત્યા તેની પત્ની, સગીર વયના દીકરા અને જમાઈએ કરી હોવાનું બહાર આવ્યું છે. હત્યાનું કારણ મૃતકનો નશાખોર અને પૈસા ઉડાવી દેવાનો સ્વભાવ હોવાનું જાણવા મળ્યુ હતું.
MORE ARTICLE : Health Tips : ભૂખ્યા પેટે ભીંડાનું પાણી પીશો તો મળશે ગજબના ફાયદા, મોટાપાથી માંડીને ડાયાબિટીસ થઇ જશે ગાયબ…