‘બિન્દાસ રીતે ફરતા લોકોને રોકવામાં નહિ આવે તો ત્રીજી વેવ ધાર્યા કરતા જલ્દી આવશે’

‘બિન્દાસ રીતે ફરતા લોકોને રોકવામાં નહિ આવે તો ત્રીજી વેવ ધાર્યા કરતા જલ્દી આવશે’

વેક્સિનના બંને ડોઝ પુરા થઈ ગયાના અમુક મહિના બાદ શરીરમાં એન્ટિબોડીનું પ્રમાણ ઘટી જાય છે અને આવી અનેક મૂંઝવણને લઈને તેઓએ જણાવ્યું હતું કે, બોડીમાં વેક્સીનને લઈને મેમરી રહેશે અને જ્યારે ઇન્ફેક્શન થશે ત્યારે મેમરી કામ કરીને તમને કેવી રીતે ઇન્ફેક્શનથી પ્રોટેકટ કરવાનું છે તે બોડી જાતે જ શીખી જશે

કોરોનાનો બીજો ઘાતક ફેઝ તો પૂરો થઈ ચૂક્યો છે. પરંતુ બે મહિના બાદ કોરોનાની ત્રીજી લહેર (third wave) આવવાની શક્યતાઓ છે અને તેમાં બાળકોને અસર થવાની સંભાવનાઓ છે. જો કે IMA સુરતના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ડો.દિપક ચોરાવાલાનું માનીએ તો ત્રીજા ફેઝમાં 5000 બેડની જરૂરિયાત પડી શકે એમ છે. પરંતુ બાળકોને વધુ અસર થશે નહિ. કારણ કે સમગ્ર ભારતમાં કરવામાં આવેલા એક સર્વે અનુસાર 40 થી 45 ટકા બાળકોમાં એન્ટીબોડી ડેવલપ થઈ ચૂક્યા છે. જો કે સતર્કતા રાખવા માટે ડોક્ટરો વારંવાર અપીલ કરી રહ્યા છે.

કોરોના વાયરસની બીજી લહેરમાંથી લોકો અને વહીવટી તંત્ર માંડ માંડ બેઠું થઈ રહ્યું છે ત્યારે નિષ્ણાતોએ ત્રીજી લહેરની ચેતવણી આપી છે. ત્યારે આ અંગે IMA સુરતના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ડો.દિપક ચોરાવાલાએ જણાવ્યું કે, થર્ડ વેવને લઈને અનુમાન કરવું અઘરું છે. હાલ વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ છે. સરકાર તરફથી અને અમારી પ્રાઇવેટ પ્રેક્ટિસ થકી પોઝિટિવ કેસના જે ડેટા આવી રહ્યા છે, તે જોઈને મને નથી લાગતું કે જેવું આપણે બીજા ફેઝમાં જોયું તેવું પ્રમાણ ત્રીજા ફેઝમાં આવશે નહિ. પરંતુ જો કોઈ નવો વેરિયન્ટ આવે કે જે હજી સુધી આવ્યો નથી તો ત્રીજી વેવ આવવાની શક્યતા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગવર્મેન્ટ ઓથોરિટી સાથે મળીને IMA એ કોરોનાના પ્રથમ દિવસથી જ પબ્લિક પાર્ટનરશીપમાં કામ કર્યું છે. જેમાં સુરતે શ્રેષ્ઠ કામ કર્યું છે. આજે પણ ડે ટુ ડે બેઝિઝ પર દરેક ગવર્મેન્ટ ઓથોરિટી સાથે કો- ઓર્ડિનેશન થાય છે અને જે હિસાબ પરિસ્થિતિ આવશે એ પ્રમાણે પૂરતી રીતે કો ઓપરેટ કરીશું.

બે-ત્રણ મહિનામાં ત્રીજી લહેર આવવાની શક્યતા છે

તેમણે કહ્યું કે, સરકાર દ્વારા પ્રતિબંધો ઉઠાવી લેવાતા લોકો મોટી સંખ્યામાં બહાર ફરી રહ્યા છે. જો તેમને ન રોકવામાં આવ્યા તો મને લાગે છે કે બે-ત્રણ મહિનામાં ત્રીજી વેવ આવી શકે છે. જેથી લોકોએ વેક્સિન જરૂરથી લેવી જોઈએ અને બહાર નીકળે ત્યારે માસ્ક અચૂકપણે પહેરવું જોઈએ.

કોરોનાના ત્રીજા ફેઝમાં 5000 બેડની જરૂરિયાત પડી શકશે

આ અંગે ડો.દિપક ચોરાવાલાએ જણાવ્યું હતું કે,પ્રથમ અને બીજા તબક્કામાં કોરોનાના કેસમાં ઘણો ફરક હતો. નવા વેરિયન્ટ આવે છે તેમાં સિસ્ટમ અફેક્શન પણ અલગ અલગ હોય છે. જેથી એડમિનિસ્ટ્રેશનને પણ ખબર ન હતી કે બીજા ફેઝમાં રેસપ્રિરેટરી કોમ્પ્લિકેશન આટલું હશે અને ઓક્સિજનની ડિમાન્ડ વધી જશે. જેથી એવું નથી કે આજે પણ એટલા જ બેડ ખાલી રાખી શકીએ છીએ. જેથી પરિસ્થિતિ ગંભીર જો થશે તો મને વિશ્વાસ છે કે IMA ની સાથે ઓથોરિટી બેડને તાત્કાલિક વધારીને અમે કોરોનાને કન્ટ્રોલ કરી શકીશું. બીજી વેવ પ્રમાણે જોઈએ તો જો કદાચ ત્રીજી વેવ આવે તો ઓછામાં ઓછા 5000 બેડની જરૂરિયાત પડી શકે એમ છે.

એન્ટિબોડી નહિ હોય તો પણ મેમરી શરીરને પ્રોટેક્ટ કરતા શીખવશે

વેક્સિનના બંને ડોઝ પુરા થઈ ગયાના અમુક મહિના બાદ શરીરમાં એન્ટિબોડીનું પ્રમાણ ઘટી જાય છે અને આવી અનેક મૂંઝવણને લઈને તેઓએ જણાવ્યું હતું કે, બોડીમાં વેક્સીનને લઈને મેમરી રહેશે અને જ્યારે ઇન્ફેક્શન થશે ત્યારે મેમરી કામ કરીને તમને કેવી રીતે ઇન્ફેક્શનથી પ્રોટેકટ કરવાનું છે તે બોડી જાતે જ શીખી જશે.

ડો.દિપકે જણાવ્યું હતું કે, કોરોનાના પ્રથમ ફેઝમાં સિનિયર સિટીઝન અસર વધુ પહોંચી હતી. ત્યારબાદ તેઓનો વેક્સિનેશન થયું. બીજા વેવમાં મધ્યમ ઉંમરના અને એવા યુવા લોકો જેઓએ વેક્સિન ન લીધી હતી તેઓને વધુ અસર થઈ હતી. જેથી એ હિસાબે વાતચીત થઈ રહી છે કે પીડિયાટ્રિક વિભાગમાં કોવિડ આવશે. પરંતુ જો સાયન્ટિફિક રીતે જોવા જઈએ તો દેશભરમાં રેન્ડમલી જે સીરો કન્વર્ઝન એન્ટિબોડી ટેસ્ટીંગ થયું છે, તેમાં 40-45 ટકા બાળકોમાં એન્ટીબોડી છે. એટલે કે તેમને કોવિડ ઇન્ફેક્શન થઈ ચૂક્યું છે. પીડિયાટ્રિક એજ ગ્રુપ ઇમ્યુનિટીથી એટલું રીએક્ટ થતું નથી. તો તેઓમાં તો કોરોના હોય પણ છે તો તે ગંભીર હોતો નથી. જેટલો મિડલ એજમાં થયો છે. તેથી મને એવું લાગે છે કોવિડ પીડિયાટ્રિક એજ ગ્રુપમાં થાય તો પણ બેડ અવેબિલિટી વધુ પડશે નહિ. સિવિલ હોસ્પિટલનાં 250 તૈયાર છે અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ ઘણા બેડ તૈયાર છે. મને વિશ્વાસ છે કે જો પીડિયાટ્રિક એજ ગ્રુપ અફેક્ટ પણ થશે તો પણ અમે તેને હેન્ડલ કરી શકીશું.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *