Surat : નંબરના ચશ્માથી આજીવન મેળવો છુટકારો,જાણો સુરતના Ph.D ડૉક્ટર ચેતના પટેલે શું કર્યું સંશોધન?
Surat : ઘણા લોકો આંખના નંબરથી પરેશાન હોય છે. આંખના નંબરથી પરેશાન થતા કેટલાક લોકોને ચશ્મા પણ ગમતા નથી. ત્યારે સુરતના એક ડૉક્ટર દ્વારા આંખના નંબરને લઇને મલ્ટીફોકસ લેન્સ પર એક રીસર્ચ કર્યું છે તેના આધારે લોકોને હવે ચશ્મામાંથી આજીવન છૂટી મળે જશે.
રીસર્ચ કરનાર પ્રોફેસરનું નામ ડૉક્ટર ચેતના પટેલ છે
Surat : રિપોર્ટ અનુસાર મલ્ટીફોકસ લેન્સ પર રીસર્ચ કરનાર પ્રોફેસરનું નામ ડૉક્ટર ચેતના પટેલ છે અને તેઓ દક્ષિણ ગુજરાત વીર નર્મદા યુનિવર્સિટીની એફિલીયેટેડ ભારતીમૈયા એપ્ટ્રોમેટ્રી કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. પ્રોફેસર ડૉક્ટર ચેતના પટેલ દ્વારા મલ્ટીફોકસ લેન્સ પરનું રીસર્ચ ભારતીમૈયા કોલેજના પ્રિન્સીપાલ ડૉક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કર્યું છે. પ્રોફેસર ડૉક્ટર ચેતના પટેલ દ્વારા કરવામાં આવેલા આ રીસર્ચ પરથી લોકો આજીવન નજીવી રકમે ચશ્મામાંથી મુક્તિ મેળવી શકે છે.
સંશોધન કરવામાં આવ્યું હતું
Surat : આ બાબતે ડૉક્ટર ચેતના પટેલ દ્વારા 200 આંખ પર મલ્ટીફોકસ લેન્સ બેસાડીને એક સંશોધન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નિરીક્ષણ કર્યાબાદ ક્લિનિકલ એનાલિસીસ કરવામાં આવતા આ રીસર્ચમાં કેટલાક તારણો બહાર આવ્યા હતા. આ તારણો અનુસાર મલ્ટીફોકસ લેન્સ બેસાડ્યા બાદ 95% લોકોને મોતિયાના ઓપરેશન પછી દૂરના કે નજીકના નંબરના ચશ્માં પહેરવાની જરૂર રહેતી નથી, આ ઉપરાંત મલ્ટીફોકસ લેન્સના પ્રત્યારોપણ બાદ પણ ગ્લેર, હેલોસ વગેરે સ્વભાવિક રહે છે.
આ પણ વાંચો : health tips : બીમારીઓનો જડબાતોડ ઈલાજ છે અંજીર, જાણીલો તેના 5 ચમત્કારીક ફાયદાઓ…..
Surat : લેન્સ બેસાડ્યા બાદ 75% દર્દીઓને નહીંવત માત્રમાં જ ગ્લેર, હેલોસની અનુભૂતિ થઇ છે. જેનાથી રોજીંદા કાર્યોની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી. આ ઉપરાંત લેન્સ બેસાડ્યા બાદ Quality of life Questionnaireમાં દર્દી તેમની દૂરની અને નજીકની દૃષ્ટિથી સંતુષ્ઠ છે. 98% દર્દીઓ એવા છે કે જેઓ મોતિયાના ઓપરેશન બાદ મલ્ટીફોકસ લેન્સના પ્રત્યારોપણથી ખૂબ જ સંતુષ્ઠ છે. તેથી 92% દર્દીઓ આ લેન્સની ભલામણ અન્ય દર્દીઓને કરી રહ્યા છે.
Surat : આ સર્જરી માટે દર્દી માટેનું સિલેકશન અને ઓરેશન માટે ચોકસાઈપૂર્વક કાઉન્સેલિંગ ખૂબ જ જરૂરી છે. દર્દી સાથે પરામર્શ બાદ જ આ સર્જરી માટે ક્યા દર્દીને મલ્ટીફોકસ લેન્સ નાંખવા તે હિતાવહ છે તે નક્કી કરી શકાય છે. મહત્ત્વની વાત છે કે, આ સંસોધન બાબતે ડૉક્ટર ચેતના પટેલ દ્વારા એક મહાશોધ નિબંધ લખીને તેને યુનિવર્સિટીમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ મહાશોધ નિબંધને લઇને યુનિવર્સિટીની રેફરીની પેનલે ડૉક્ટર ચેતના પટેલને Ph.Dની ડીગ્રી એનાયત કરી છે.
more article : Gujarat : આ રામાયણ વાંચવા તમારે અરિસાની સામે જ ઉભું રહેવું પડશે, ગુજરાતના રામ ભક્તે ‘મિરર રાઇટિંગ’માં લખી અનોખી રામાયણ…