Surat Female Auto Driver : સંઘર્ષનું બીજું નામ એટલે સુરતની બબીતા પુરુષોના વ્યવસાયમાં એન્ટ્રી કરીને રીક્ષા ચલાવે છે, બની આત્મનિર્ભર..

Surat Female Auto Driver : સંઘર્ષનું બીજું નામ એટલે સુરતની બબીતા  પુરુષોના વ્યવસાયમાં એન્ટ્રી કરીને રીક્ષા ચલાવે છે, બની આત્મનિર્ભર..

Surat Female Auto Driver : સુરતમાં રીક્ષા ચલાવે છે ‘ગ્રેજ્યુએટ નાની મા ‘, પરિવાર માટે આત્મનિર્ભર બની બબીતા ગુપ્તા.. છેક નવસારી વાપી સુધી રીક્ષા લઈને જાય છે.

Surat Female Auto Driver : મધ્યપ્રદેશથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યા બાદ આજે સુરત શહેરમાં બબીતા ગુપ્તા રીક્ષા ચલાવીને આત્મનિર્ભર બની છે. જે ક્ષેત્રમાં મોટાભાગે પુરુષો રિક્ષા ચલાવે છે ત્યાં બબીતાએ રીક્ષા ચલાવીને પોતાની નવી ઓળખ બનાવી છે. તે માત્ર સુરત જ નહીં, પરંતુ ગુજરાતના અલગ અલગ વિસ્તાર સહિતો મુંબઈમાં રીક્ષા ચલાવી યાત્રીઓ ને સુવિધા આપે છે.

એટલું જ નહીં દીકરી નોકરી કરી શકે તે માટે પોતાના પૌત્રને દુપટ્ટા સાથે બાંધી પોતાના હૃદય પાસે રાખી રોજે રીક્ષા ચલાવે છે.

Surat Female Auto Driver : સુરતમાં એક રીક્ષા હાલ ચર્ચાનો વિષય બની છે તેની પાછળનું કારણ છે આ રીક્ષાને ચલાવનાર આત્મ નિર્ભર મહિલા. સુરતમાં રહેતી બબીતા ગુપ્તા આજે એક એવા ક્ષેત્રમાં છે, જ્યાં વર્ષોથી પુરુષોનો પગપેસારો છે. બબીતા રીક્ષા ચલાવે છે. કદાચ કોઈએ વિચાર્યું પણ ન હશે કે આ ક્ષેત્રમાં મહિલાઓ પણ પોતાનો દબદબો કાયમ કરશે. સૌથી અગત્યની વાત છે કે બબીતા ગુપ્તા મધ્યપ્રદેશથી ગ્રેજ્યુએશન કરી સુરત આવી છે અને આજે પોતાના પરિવારના ગુજરાન માટે તેઓ રોજે રીક્ષા ચલાવી રહી છે.

Surat Female Auto Driver : બબીતા ગુપ્તા છેલ્લાં 11 મહિનાના પોતાના બાળકને પેટે બાંધી રીક્ષા ચલાવે છે. સવારે 9 વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી રીક્ષા ચલાવતી બબીતા ગુપ્તા આખો દિવસ બાળકને પોતાની સાથે જ રાખે છે. બે દીકરીઓની માતા બબીતા છેલ્લા આઠ વર્ષથી રીક્ષા ચલાવી પતિ સાથે ખભે ખભો મિલાવીને પરિવારની જવાબદારી નિભાવી રહી છે.

Surat Female Auto Driver
Surat Female Auto Driver

Surat Female Auto Driver : તમને જાણીને નવાઈ લાગશે કે, આ બાળક બબીતાનું નહીં પરંતુ બબીતાની મોટી દીકરીનું છે. જેની સંપૂર્ણ જવાબદારી આ નાનીમા નિભાવી રહ્યાં છે. બબીતાએ જણાવ્યું હતું કે, મેં મધ્યપ્રદેશથી ગ્રેજ્યુએશન કર્યું છે અગાઉ તે સિવણ કામ કરતી હતી. પરંતુ જ્યાં તે નોકરી કરતી હતી ત્યાંના માલિક સમયસર પગાર આપતા નહોતા.

આ પણ વાંચો : Surat : સુરત એરપોર્ટ પર મોટો અકસ્માત શારજાહ ફ્લાઈટ સાથે અથડાઈ ટ્રક, વિંગ ડેમેજ થયા..

Surat Female Auto Driver : જેના કારણે તેને ઘણી મુશ્કેલીઓ થતી હતી. શાકભાજી દૂધના વિક્રેતાઓ તેના ઘરે આવીને પૈસા માંગતા હતા. પરંતુ સમયસર પગાર ન હોવાના કારણે તે તેણે સમયથી પૈસા આપી શકતી નહોતી જેથી તેણે રીક્ષા ચલાવવાનું નક્કી કર્યું હતું. રીક્ષા ચલાવવાથી મને કોઈને જવાબ આપવો પડતું નથી. જેટલા પણ રૂપિયાની જરૂર હોય તેટલું રીક્ષા ચલાવીને એકત્ર કરી લે છે અને સમયસર લોકોને પૈસા પણ આપી શકે છે. મારા પતિ પણ હવે રીક્ષા ચલાવી રહ્યા છે.

Surat Female Auto Driver : તેણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે પણ રિક્ષા ચલાવે છે તો ઘણા પુરૂષ રીક્ષા ચાલકોને સારું લાગતું નથી. ત્યારે તેઓ મારી રીક્ષાની સામે રિક્ષા લાવીને ઉભી કરી દેતા હોય છે ત્યારે અપશબ્દો પણ બોલતા હોય છે. પરંતુ જ્યારે આ ક્ષેત્રમાં કામ કરવું હોય ત્યારે આવા લોકોના વાતો ઉપર હું ધ્યાન આપતી નથી અને હું સતત રીક્ષા ચલાવીને કામ કરું છું. યુસીડી વિભાગ તરફથી મને ટ્રેનિંગ આપવામાં આવી અને રીક્ષા લોન પર લીધી માત્ર દોઢ વર્ષમાં લોન બેંકમાં ચૂકવી દીધા અને આજે માત્ર સુરત શહેરમાં જ નહીં પરંતુ જ્યારે મારા ગ્રાહકો કહે ત્યારે હું નવસારી વાપી અને કેટલીક વાર મુંબઈ સુધી પણ રિક્ષા લઈને જવું છું.

Surat Female Auto Driver : બબીતા કહે છે કે, તેની બે દીકરીઓ છે. તેમની દીકરી અને જમાઈ પણ નોકરી કરે છે. દીકરીનો પુત્ર ક્યાં રહેશે એ વિચાર તેને આવ્યો હતો. જેથી તેણીએ દીકરીને કહ્યું કે હું તેને પોતાની સાથે લઈને રીક્ષા ચલાવીશ તું નોકરી કર. મુસાફરી લેવાની સાથે પૌત્રની જમવા સહિતની દરેક બાબતોની કાળજી આ રિક્ષામાં જ કરું છું, જેટલી મદદ થાય તેટલી મદદ હું મારી દીકરીને કરું છું અને જે ગ્રાહકો મારી રીક્ષામાં બેસે છે તેમને પણ ખૂબ જ સારું લાગે છે કે હું મારી દીકરીના દીકરાને સાથે લઈને એ રીક્ષા ચલાવું છું.

more article : IPO : ₹83 નો IPO ₹130 પર લિસ્ટેડ, પ્રથમ દિવસે મોટો નફો, રોકાણકારો ખુશ…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *