Surat : સુરતમાં શ્વાને આતંક મચાવ્યો, સામે આવ્યા 14 કેસ, આજે ફરી 4 વર્ષની બાળકીને બચકાં ભરી ઘાયલ કરી
Surat : સુરતમાં ફરી શ્વાનનો આતંક વધવા પામ્યો છે. ગત રોજ શ્વાનોએ ભેગા મળી ઘરની પાસે રમી રહેલ બાળકી પર અચાનક હુમલો કરી તેને બચકા ભર્યા હતા. જે બાદ બાળકીને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ર્ડાક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી.
- સુરતમાં 4 વર્ષની બાળકી પર શ્વાને કર્યો હુમલો
- બાળકી બેભાન અવસ્થામાં મળી આવી
- ફરજ પરના ર્ડાક્ટરે બાળકીને મૃત જાહેર કરી
આ પણ વાંચો : success story : 14 વર્ષના બાળકે મજાક-મજાકમાં 4 મહિનામાં 18 લાખ રૂપિયા કમાઈ લીધા, ઇન્ટરનેટની મદદથી મળ્યું કામ…
Surat : સુરતમાં 4 વર્ષની બાળકી નજીકની ઝાળીઓમાં ગાયોને નાંખેલી ચારમાં શેરડી લેવા ગઈ હતી. તે દરમ્યાન 8 થી 10 જેટલા શ્વાનોએ અચાનક બાળકી પર હુમલો કર્યો હતો. માતા-પિતા કામ પરથી પરત આવી રહ્યા હતા. તે દરમ્યાન બાળકીની શોધખોળ કરતા બાળકી બેભાન હાલતમાં મળી આવી હતી. જે બાદ બાળકીને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલનાં તબીબો દ્વારા બાળકીને મૃત જાહેર કરી હતી.
સુરતમાં શ્વાન કરડવાના રોજના નવા 13 કેસ
સુરત શહેરમાં દિન પ્રતિદિન કૂતરાનો આતંક વધી રહ્યો છે. સુરત સિવિલમાં શ્વાન કરડવાના 13 નવા કેસ નોંધાવા પામ્યા હતા. જ્યારે એન્ટી રેબિસ વિભાગના જણાવ્યા અનુસાર રોજ કૂતરા કરડવાના 35 થી 40 નોંધાઈ રહ્યા છે.
ડિંડોલીમાંથી 6 વર્ષીય બાળકને તાત્કાલી સારવાર અર્થે ખસેડાયો
ડિંડોલી વિસ્તારમાં શ્રીનાથ નગરમાં 6 વર્ષીય પૃથ્વીરાજ અમરેશ ચૌહાણ ઘર પાસે રમી રહ્યો હતો. તે દરમ્યાન અચાનક બે શ્વાને બાળક પર હુમલો કર્યો હતો અને શરીરે બચકા ભર્યા હતા. બાળક દ્વારા બુમાબુમ કરતા તેની માતા તેમજ પાડોશીઓએ દોડી આવી શ્વાનની ચૂંગાલમાંથી છોડાવી તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Kumbh melo : મહાકુંભ 2025 ક્યારે છે, કુંભ મેળો ક્યાં યોજાશે, શાહી સ્નાનની તારીખો…
જૂના ડોઝ લેવા માટે પણ રોજ લોકો આવે છે
આ બાબતે સિવિલ હોસ્પિટલનાં નર્સે જણાવ્યું હતું કે, હાલમાં રોજના 35 થી 40 નવા કેસ નોંધાઈ રહ્યા છે. તો બીજી તરફ જૂના ડોઝ લેવા માટે પણ રોજના 55 થી 60 લોકો આવી રહ્યા છે.
MORE ARTICLE :Accident : ગુજરાતમાં છેલ્લા 24 કલાકના અકસ્માતના 5 બનાવ, 4ના મોત, આ જગ્યાઓએ કાળ ત્રાટક્યો