Surat : નવસારીથી બાળકોને મળવા આવેલા પિતાની કરપીણ હત્યા, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો

Surat : નવસારીથી બાળકોને મળવા આવેલા પિતાની કરપીણ હત્યા, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો

Surat : શહેરના નાનપુરા મક્કાઈપુલ સર્કલ પાસે યુવકની હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં પોલીસે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક નવસારીથી તેના બાળકોને મળવા સુરત આવ્યો હતો અને રાત્રીના સમયે તેની હત્યા કરવામાં આવી હતી.

Surat : નવસારી જલાલપોર ખાતે રહેતા રવિદાન ઉર્ફે કોચ્યો જબરદાન બાટી (26) છેલ્લા 6 વર્ષથી મનમેળ ના હોવાને લઈને તેની પત્નીથી અલગ રહે છે. તેના 3 બાળકો પૈકી 2 બાળકો તેની પત્ની સાથે સુરતમાં નાનપુરા વિસ્તારમાં રહે છે. રવિદાન કોઈક કોઈકવાર નવસારીથી તેના બાળકોને મળવા સુરત આવતો હતો.

Surat : ગત 24 એપ્રિલના રોજ તે નવસારીથી તેના બાળકોને મળવા નાનપુરા ડક્કા ઓવારા પાસે આવ્યો હતો અને બાદમાં રાત્રીના 11 વાગ્યાના અરસામાં નાનપુરા મક્કાઈપુલ સર્કલ પાસે ફૂટપાટ પર તેની હત્યા કરવામાં આવી હતી.

Surat
Surat

Surat : રવિદાનને ગાલ તથા માથાના ભાગે અજાણ્યા ઈસમોએ માર મારતા ઈજાઓ થતા તે લોહીલુહાણ થઇ ગયો હતો. જે બાદ તેને હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. હત્યાના આ બનાવને લઈને અઠવા પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી આ બનાવમાં પોલીસે આરોપી રમેશ ઉર્ફે કાલુ છગનભાઈ ચૌધરી (44) ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : Ambalal Patel : ગુજરાતના 16 થી વધુ જિલ્લાઓમાં આજે કમોસમી વરસાદની આગાહી, જોરદાર પવન પણ ફૂંકાશે..

ડીસીપી વિજયસિહ ગુર્જરે જણાવ્યું હતું કે, મૃતક રવિદાન હાલમાં નવસારી જલાલપોર ખાતે રહેતો હતો અને પહેલા તે મક્કાઈપુલ જાગનાથ મંદિર પાસે રહેતો હતો તેની પત્ની અને બાળકો સુરતમાં જ રહે છે. તે તેના બાળકોને મળવા નવસારીથી સુરત આવતો રહેતો હતો.

Surat
Surat

Surat : આ દરમ્યાન ગત 24મીએ તે રાતે મૃતક રવીદાન અને આરોપી રમેશ ઉર્ફે કાલુ છગનભાઈ ચૌધરી બંને ફૂટપાથ પર બેઠા હતા. જેમાં આરોપીની બે દીકરી છે જેમાં એક 8 વર્ષની છે અને એક 3 વર્ષની છે. જેમાં નાની દીકરીને મૃતક ખોળામાં બેસાડીને રમાડી રહ્યો હતો. જેથી આરોપીને લાગ્યું કે, તે તેની દીકરી સાથે છેડછાડ કરી રહ્યો છે.

આ વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં આરોપીએ ત્યાં પડેલી લાકડી લઈને મૃતકને ગાલ અને માથાના ભાગે માર્યું હતું. જેમાં ઈજા થતા રવિદાનનું મોત થયું હતું.

Surat
Surat

more article : Kutch Ajrakh Art : કચ્છી કલાકારોની વર્ષોની તપસ્યા ફળી , અજરખ કળાને મળ્યું GI ટેગ

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *