Surat : સુરત નકલી ડિગ્રી કૌભાંડમાં મોટો પર્દાફાશ, 137 વિદ્યાર્થીઓના નામે ઈશ્યૂ થઈ હતી માર્કશીટ..
Surat : સુરતમાં ફરી એકવાર નકલી ડિગ્રી કૌભાંડનો મોટો પર્દાફાશ થયો છે, પોલીસે અચાનક દરોડા પાડીને શહેરમાં ચાલતા નકલી ડિગ્રી કૌભાંડના આરોપીઓને ઝડપી પાડ્યા છે
Surat : સુરતમાંથી એક મોટું નકલી ડિગ્રી કૌભાંડ સામે આવ્યું છે, વિદ્યાર્થીઓને નકલી ડિગ્રી પધરાવીને લાખો રૂપિયાનો વેપલો સુરતમાં ચાલી રહ્યો હતો, જેનો પોલીસે પર્દાફાશ કરી દીધો છે. 137 વિદ્યાર્થીઓને આ કૌભાંડ થકી નકલી માર્કશીટ ડિગ્રી ઇશ્યૂ કરવામાં આવી હતી. આ કેસ મામલે પોલીસે તપાસ કરી જેમાં પોલીસને હિસાબની ડાયરી અને રસીદ બુક મળી આવી છે.
આ પણ વાંચો : Pomegranate Powder : કચરો નહી કંચન છે દાડમની છાલ, ભુક્કો કરીને ફાકશો તો મળશે ગજબના ફાયદા..
સુરતમાં ફરી એકવાર નકલી ડિગ્રી કૌભાંડનો મોટો પર્દાફાશ થયો છે, પોલીસે અચાનક દરોડા પાડીને શહેરમાં ચાલતા નકલી ડિગ્રી કૌભાંડના આરોપીઓને ઝડપી પાડ્યા છે, અને સાથે કેટલોક મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આજે સુરત નકલી ડિગ્રી કૌભાંડમાં મોટો પર્દાફાશ થયો છે. 137 વિદ્યાર્થીઓના નામે ઈશ્યૂ થઈ હતી આ નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ. પોલીસ તપાસમાં નકલી ડિગ્રી કૌભાંડ ચલાવનારાઓના લાખોના વ્યવહાર પકડાયા છે.
નિલેશ સાવલિયાના બેન્ક એકાઉન્ટમાં લાખોના વ્યવહાર થયા હોવાનુ પોલીસે પકડી પાડ્યુ છે. નિલેશ સાવલિયા એ યશ એજ્યુકેશન એકેડમી, ડિવાઈન એકેડમીના સંચાલક છે. યુપીના ફરિદાબાદના મનોજ કુમારની પણ આ કેસમાં સંડોવણી સામે આવી છે.
આ પણ વાંચો : Gujarat : મંદિરમાં માત્ર દોરો બાંધવાથી નિકળી જાય છે પથરી, ગુજરાતમાં અહીં આવેલું છે આ મંદિર
નોઈડાના રાહુલ જૈન, EDU ઝૉન ગ્રુપ ઓફ એજ્યૂકેશનના કરણની પણ સંડોવણી છે. ખાસ વાત છે કે, આ કેસમાં પોલીસને હિસાબની ડાયરી અને રસીદ બુક મળી છે. ડાયરીમાં રોકડ રકમ, ઓનલાઈન અને ચેકથી પેમેન્ટ લીધાનો ઉલ્લેખ છે.
more article : Share Market : અનિલ અંબાણીની આ કંપનીનો આ શેર મચાવી રહ્યો છે ધમાલ, 4 વર્ષમાં 3000%ની તેજી, 9 રૂપિયાથી 280 રૂપિયાને પાર..