Surat : બેગમપુરાની દીકરીની ઊંચી ઉડાન, 22 વર્ષની વયે અમેરિકામાં પ્રોફેશનલ પાઈલટ બનીને ગુજરાતનું ગૌરવ વધાર્યું…
Surat : ‘જીત ઉસી કી મિલતી હૈ. જિસકે સપનો મેં જાન હોતી હૈ, પંખ સે કુછ નહી હોતા હોંસલો સે ઉડાન હોતી હૈ…’- આ ઉક્તિને સુરતની એક યુવતીએ સાર્થક કરીને બતાવી છે. સામાન્ય પરિવારની દિપાલી દાળિયાએ અનેક પડકારોનો સામનો કરીને 22 વર્ષની વયે અમેરિકાના કેલિફોર્નિયાથી પ્રોફેશનલ પાઈલટ બનવાની ઊંચી ઊંડાન ભરી છે.
Surat : સુરતના બેગમપુરાના વતની સંજયભાઈ દાળિયાની દીકરી દિપાલીએ (22)એ USAના કેલિફોર્નિયામાં શિફટ થઈને પ્રોફેશનલ પાઈલટ બનવાનું લાઈસન્સ મેળવ્યું છે.
Surat : દિપાલીએ ધો.10 સુધીનો અભ્યાસ સુરતની અઠવાગેટની વનિતા વિશ્રામ સ્કૂલમાં કર્યો છે. જે બાદ વર્ષ 2017માં માતા-પિતા અને ભાઈ સાથે દિપાલી USA શિફ્ટ થઇ ગઈ હતી. માતા-પિતા અને ભાઈ ન્યુજર્સીમાં રહેતા હતા. જ્યારે દિપાલી પાઈલટ બનવાના અરમાનો સાથે કેલિફોર્નિયામાં એકલી સ્થાયી થઇ હતી. જ્યાં અનેક પડકારોનો સામનો કરીને દિપાલીએ પાઈલટ બનવાનું સપનું પૂર્ણ કર્યું છે.
પ્રોફેશનલ પાઈલટ બન્યા પછી પહેલી વખત સુરત આવેલી દિપાલીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પરિવારના સભ્યો જ નહી, પરંતુ રાણા સમાજના આગેવાનો દ્વારા પણ દિપાલીનું સન્માન કરી હજુ વધુ ઊંચી ઉડાન ભરે તેવી શુભેચ્છા પાઠવાઈ હતી.
આ પણ વાંચો: Ahmedabad : BRTS-AMTS બસમાં મુસાફરી કરતા હોવ તો સાવધાન! આ મહિલા ગેંગની મહિલાઓ છે ખતરનાક..
આ અંગે દિપાલી દાળિયાએ જણાવ્યું કે, ઇન્ડિયાથી USAની પહેલી ફ્લાઈટ લીધી હતી, ત્યારે જ મેં પાઈલટ બનવાનું સપનું જોયું હતું. જયારે હું પાઈલટ બની જાવ પછી સૌથી પહેલા મારે માતા-પિતાને ફ્લાઈટમાં લઇ જવા હતા, કારણ કે મારા પપ્પાને ફ્લાઈટ ખૂબ જ પસંદ છે.
Surat : મારી ઈચ્છા હતી કે, ફ્લાઈટને હું ચલાવતી હોવ અને તેમાં મારા માતા-પિતા અને ભાઈ બેઠા હોય. પાઈલટ બનવા માટે ખૂબ જ સંઘર્ષ પણ કર્યો છે. હવે મારી ઈચ્છા છે કે, હું પોતે ફ્લાઈટને ફ્લાઈ કરીને સુરત લઈને આવું.
more article : Health Tips : ચોખાના પાણીને ફેંકવાનું બંધ કરી લગાડો ચહેરા પર, પાર્લરના ખર્ચા વિના મળશે ગ્લોઇંગ ત્વચા..