સુરત અને ગુજરાતને ફરી એકવાર ગૌરવવંતી ક્ષણ મળી ,ચંદ્રયાન-3 માટેનુ મહત્વનુ કમ્પોનન્ટ આપણા ગુજરાતમાં બન્યું…

સુરત અને ગુજરાતને ફરી એકવાર ગૌરવવંતી ક્ષણ મળી ,ચંદ્રયાન-3 માટેનુ મહત્વનુ કમ્પોનન્ટ આપણા ગુજરાતમાં બન્યું…

સુરતે વધુ એક ગૌરવની ક્ષણ સાંપડી, ચંદ્રયાન-3 માટે મહત્વનું કમ્પોનન્ટ તૈયાર કર્યું.. કાપડ અને ડાયમંડ ઉદ્યોગ માટે જાણીતા એવા સુરતને વધુ એક ગૌરવની ક્ષણ સાંપડી. ચંદ્રયાન-3 માટે મહત્વનું કમ્પોનન્ટ સુરતની કંપનીએ કર્યું તૈયાર.

કાપડ અને ડાયમંડ ઉદ્યોગ માટે જાણીતા એવા સુરતને વધુ એક ગૌરવની ક્ષણ સાંપડી છે. ચંદ્રયાન-3 માટે મહત્વનું એવું સ્કિવબ્સ નામનું કંપોનન્ટ સુરતની હીમસન કંપનીએ તૈયાર કર્યું છે. સુરતની આ કંપની છેલ્લા 30 વર્ષથી ઈસરો માટે સ્કિવબ્સ તૈયાર કરે છે.

જ્યારે કોઈપણ રોકેટ લોન્ચ થાય ત્યારે 3000 ડિગ્રી સેન્ટીગ્રેટેડ કરતાં પણ વધુ ગરમી ઉત્પન્ન થાય છે. જેથી ગરમીના કારણે વાયરોને નુક્સાન ન થાય તે માટે સ્કિવબ્સ ઇગ્નીશન આવરણ ચડાવવામાં આવે છે. આ સીરામિક પાર્ટ ખૂબ લાંબી પ્રોસેસથી બનાવવામાં આવે છે.

મહત્વનું કમ્પોનન્ટ સુરતની એક કંપનીમાં તૈયાર થયું
ઈસરોના ચંદ્રયાન-3 ના મિશન પર સમગ્ર વિશ્વની નજર છે, ત્યારે ચંદ્રયાન-3 મિશનમાં સુરતનો પણ સિંહ ફાળો છે, તેવું કહી શકાય. આ કહેવાનું કારણ એવું છે કે ચંદ્રયાન ત્રણ માટે મહત્વનું એક કમ્પોનન્ટ સુરતમાં એક કંપનીમાં તૈયાર થયું છે. આ કમ્પોનન્ટનું નામ છે સ્કિવબ્સ.

આ કંપની 1994થી સ્કિવબ્સ તૈયાર કરીને મોકલે છે
જ્યારે કોઈ રોકેટ ટેકનોલોજીથી કોઈ પણ યાનને લોન્ચ કરવામાં આવે છે ત્યારે રોકેટની નીચેના ભાગમાં 3000 ડિગ્રી સેન્ટિગ્રેડ કરતાં પણ વધારે ગરમી ઉત્પન્ન થતી હોય છે અને આ ગરમીના કારણે રોકેટના કોઈપણ વાયરને ડેમેજ ન થાય તે માટે સ્કિવબ્સ ઇગ્નિસનું એક આવરણ ચઢાવવામાં આવે છે.

સ્કિવબ્સ એલ્યુમિનિયમમાંથી તૈયાર કરવામાં આવે છે
ચંદ્રયાન-2માં પણ આ સ્કિવબ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કમ્પોનન્ટને એક ખાસ ટેકનોલોજીના માધ્યમથી તૈયાર કરવામાં આવે છે. સુરતની આ કંપની સેટેલાઈટ અને સ્પેશયાન આવશ્યક થાય તે પ્રકારના સિરામિક સ્કિવબ્સ બનાવે છે અને ઈસરોને સપ્લાય કરે છે.

જોકે, આ કમ્પોનન્ટ તૈયાર કરનાર નીતિન બચકાનીવાલાએ જણાવ્યું હતું કે, તેમની કંપની અગાઉ ટેક્સટાઇલ માટે કમ્પોનન્ટ તૈયાર કરતી હતી. પોખરણ દરમિયાન અનેક દેશો દ્વારા કમ્પોનન્ટ ખરીદવા માટે ભારતની કંપનીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી અને જે તે સમયે ઇસરો દ્વારા સુરતની આ હિમસન સિરામિક નામની કંપનીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેમની કંપની આ કમ્પોનન્ટ તૈયાર કરે છે અને ઈસરોને સપ્લાય કરે છે. સ્કિવબ્સ એલ્યુમિનિયમમાંથી તૈયાર કરવામાં આવે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *