Surapura Dham : ધોળકાના ભોળાદ સુરાપુરા ધામમાં 23 એપ્રિલે યોજાશે પાટોત્સવ, હજારો સ્વયંસેવકો દ્વારા તૈયારીઓ શરૂ..
Surapura Dham : અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ ભોળાદ ગામે સુરાપુરા ધામનો વાર્ષિક પાટોત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે. અત્યારે રાત-દિવસ સ્વયંસેવકો 23 એપ્રિલનાં રોજ પાટોત્સવની તૈયારીઓ કરી રહ્યા છે.
Surapura Dham : અમદાવાદના ધોળકા નજીક આવેલું સુપ્રસિદ્ધ સુરાપુરાધામ ભોળાદ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. સુરાપુરાધામમાં શ્રદ્ધા રાખનારા લાખો ભક્તો ભોળાદ દર્શને આવે છે. તેમાં પણ ખાસ કરીને સોમવારે અને મંગળવારે તો ભક્તોની મેદની ઉમટી પડે છે. અહીં આવતા ભક્તો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે.
Surapura Dham : જેના માટે હજારો સ્વયંસેવકો દિવસ-રાત જોયા વિના ખડે પગે સેવા કરે છે. દાદા તરીકે ખ્યાતિ પામેલા દાનભા પોતે પણ સ્વયંસેવકો સાથે લોકોની સેવામાં જોડાઈ જાય છે. હાલ ભોળાદમાં વાર્ષિક પાટોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાટોત્સવને ભવ્ય બનાવવા સ્વયંસેવકો જોતરાઈ ગયા છે.
Surapura Dham : આગામી પાટોત્સવમાં 5 લાખથી વધુ લોકો આવવાનો ટારગેટ છે. જેને લઈને તમામ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવશે. 23 એપ્રિલે થનારા પાટોત્સવને લઈને મંડપ અને પ્રસાદીઘરમાં ધમધમાટ શરૂ થયો છે.
આ પણ વાંચોઃ Ganeshji : 5000 વર્ષ જૂનું ગુજરાતનું એકમાત્ર ગણેશ મંદિર , જ્યાં મૂષક નહીં સિંહ છે ગણેશજીનું વાહન..
પાટોત્સવ દરમ્યાન 24 કલાક રસોડું ચાલુ રહેશેઃ સ્વયંસેવક
Surapura Dham : આ બાબતે સ્વયંસેવક ધ્રુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આપણે આ ત્રણ દિવસ તો રસોડું ચાલુ જ રહેતું હોય છે. પણ આ પાટોત્સવમાં આપણે કોઈ ટાર્ગેટ લઈને નથી ચાલતા. ત્યારે 24 કલાક રસોડું ચાલું રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આપણું આયોજન પાંચ થી સાત લાખનું છે. તેમજ 24 કલાક રસોડું ચાલુ રહેશે. પાટોત્સવ સાંજે ચાલુ થશે. બીજા દિવસે સવારે 7 વાગ્યા સુધી આપણું રસોડું ચાલુ રહેશે.
આ પણ વાંચોઃ Rashifal : ચૈત્ર નવરાત્રિ પર 5 રાજયોગનો દુર્લભ સંયોગ, આજથી 3 રાશિના લોકો અદ્દલ રાજા જેવું જીવન જીવશે…..
આ વખતે પાટોત્સવમાં વિશેષ આયોજનઃ સ્વયંસેવક
Surapura Dham : સ્વયંવેસકે જણાવ્યું હતું કે, આ વખતે પાટોત્સવનું જે આયોજન થયું છે. તો જોરદાર રીતે કામ થઈ રહ્યું છે. તે સાત વર્ષથી જે પાટોત્સવ થાય છે. તેનાથી અલગ પાટોત્સવ થશે. જે લોકો અહીંયા આવશે જોવા માટે આ વખતે પાટોત્સવમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
more article : Electric scooter : 160km ની રેંજ સાથે ભારતમાં લોન્ચ થયું આ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર, જાણો વોરન્ટીથી માંડીને ટોપ સ્પીડ સુધી બધુ જ..