ગુજરાતમાં આવેલું હનુમાન દાદાનું એવું અનોખુ મંદિર જ્યાં શનિદેવ સ્ત્રી સ્વરૂપે બિરાજમાન છે, જાણો …
શનિદેવને સૌથી ક્રોધીત દેવતા માનવામાં આવે છે. કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પર તેમની ખરાબ નજર પડે છે તો તેના જીવનમાં મુશ્કેલીઓ આવવા લાગે છે. આપણા હિંદુ શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ ભગવાન હનુમાનની પૂજા કરે છે તેના પર શનિદેવનો પ્રભાવ નથી પડતો. કહેવાય છે કે મહાબલી હનુમાન સમક્ષ શનિદેવ પણ કંઈ કરી શકતા નથી.
આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું જ્યાં ભગવાન શનિ સ્ત્રી સ્વરૂપમાં મહાબલી હનુમાનના ચરણોમાં છે. હવે પ્રશ્ન એ પણ થાય છે કે શનિદેવને સ્ત્રી રૂપ ધારણ કરીને મહાબલી હનુમાનજીના ચરણોમાં બેસવાનું શું કારણ હતું? ભારતમાં આવું મંદિર ક્યાં છે? તો ચાલો જાણીએ…
પૌરાણિક કથાઓ અનુસાર, એક સમયે પૃથ્વી પર શનિદેવનો પ્રકોપ થોડો વધારે હતો. શનિદેવની દુષ્ટ દ્રષ્ટિથી(ખરાબ નજર) મનુષ્ય અને માનવ દેવતાઓ પણ ખૂબ જ પરેશાન હતા. આ પછી બધાએ શનિદેવના પ્રકોપથી બચવા માટે મહાબલી હનુમાનજીને યાદ કર્યા અને તેમની રક્ષા માટે પ્રાર્થના કરી. ભક્તોની વિનંતી પર, હનુમાનજી શનિદેવને દંડ આપવા માટે નીકળ્યા.
જ્યારે શનિદેવને આ વાતની ખબર પડી તો તેઓ ડરી ગયા. કારણ કે તે જાણતા હતા કે હનુમાનજીના ક્રોધથી તેમને કોઈ બચાવી શકશે નહીં. લોક્પ્રીય દંતકથાઓ અનુસાર, ભગવાન હનુમાનના પ્રકોપથી બચવા માટે શનિએ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું.
દરેક વ્યક્તિ જાણે છે કે હનુમાનજી બ્રહ્મચારી છે અને તેઓ કોઈ સ્ત્રી પર હાથ નથી ઉપાડતા અને ન તો દંડ કરતા. બસ આ જ વિચારીને શનિદેવે હનુમાનજીથી બચવા માટે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને ભગવાન હનુમાનના ચરણોમાં શરણ માંગી. હનુમાનજીને ખબર પડી કે ભગવાન શનિ સ્ત્રીના રૂપમાં છે. તેમ છતાં હનુમાનજીએ શનિદેવને તેમના સ્ત્રી સ્વરૂપમાં માફ કરી દીધા હતા. તે પછી શનિદેવે હનુમાનજીના ભક્તો પરથી પોતાનો ક્રોધ દૂર કર્યો.
મંદિર ગુજરાતના ભાવનગરમાં આવેલુ છે-
આ મંદિર ગુજરાતના ભાવનગરના સારંગપુર ગામમાં છે. આ પ્રાચીન હનુમાન મંદિર ‘કષ્ટભંજન હનુમાન મંદિર’ તરીકે ઓળખાય છે. એવી માન્યતા છે કે જે પણ ભક્ત આ મંદિરમાં હનુમાનજીના દર્શન કરવા આવે છે અને ભક્તિ કરે છે, તેના પરથી ભગવાન શનિનો પ્રકોપ દૂર થઈ જાય છે. એવું પણ માનવામાં આવે છે કે શનિદેવ હનુમાનજીના ભક્તોને ક્યારેય પરેશાન કરતા નથી.
આ મંદિરમાં શરીર માથી ભૂત-પ્રેત પણ કાઢી આપવામાં આવે છે. અને આ મંદિરમાં રોજના લાખો ભક્તો મુલાકાત લે છે. અને હનુમાનજીના આશીર્વાદ મેળવે છે.