Success YouTuber : 20 કરોડની લક્ઝરી કાર, દુબઈમાં રૂ. 60 કરોડનું આલિશાન મકાન; અજમેરના ગૌરવ ચૌધરીની યુટ્યુબથી કમાણી જાણીને ચોંકશો તમે..

Success YouTuber : 20 કરોડની લક્ઝરી કાર, દુબઈમાં રૂ. 60 કરોડનું આલિશાન મકાન; અજમેરના ગૌરવ ચૌધરીની યુટ્યુબથી કમાણી જાણીને ચોંકશો તમે..

Success YouTuber : આજકાલ લોકો મહેનતથી નહીં પરંતુ નવી નવી પદ્ધતિઓથી પૈસા કમાઈ રહ્યા છે. જે યુટ્યુબ પર લોકો પોતાનો ફ્રી સમય પસાર કરે છે, તે જ યુટ્યુબથી ઘણા લોકો કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. વિશ્વભરમાં ઘણા લોકપ્રિય યુટ્યુબર્સ છે, જેઓ તેમના વીડિયોથી કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે.

Success YouTuber : ભારત પણ આ ક્ષેત્રમાં પાછળ નથી. ઘણા ભારતીય યુટ્યુબરોએ તેમની મહેનત અને ક્રિએટિવિટીના દમ પર તેમની YouTube ચેનલોને ખૂબ જ ફેમસ બનાવી દીધી છે અને હવે તેઓ તેમાંથી ઘણી કમાણી કરી રહ્યા છે.

Success YouTuber : સોશિયલ મીડિયા પર આજે આવા ક્રિએટર્સની ઓળખ કોઈ સેલિબ્રિટીથી ઓછી નથી. તેમના દમદાર કન્ટેન્ટથી આ ભારતીય યુટ્યુબર્સે દરેકના દિલ જીતી લીધા છે. લોકપ્રિય હોવાની સાથે જ આ ભારતીય યુટ્યુબર્સ તેમના એક-એક વીડિયોથી લાખો રૂપિયાની કમાણી પણ કરે છે.

Success YouTuber : અમે વાત કરી રહ્યા છીએ ગૌરવ ચૌધરીની જેમને હાલમાં જ ‘ધ નેશનલ ક્રિએટર્સ એવોર્ડ 2024’માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેક કેટેગરીમાં બેસ્ટ ક્રિએટર માટે એવોર્ડ આપ્યો હતો. તો ચાલો જાણીએ તેમના વિશે..

Success YouTuber
Success YouTuber

ટેક યુટ્યુબર્સની દુનિયામાં અલગ ઓળખ

ટેક યુટ્યુબર્સની દુનિયામાં ગૌરવ ચૌધરીએ એક અલગ જ ઓળખ બનાવી છે. તેઓ ટેકનિકલ ગુરુજીના નામથી પ્રખ્યાત છે. યુટ્યુબ પર તેમના અસંખ્ય ફોલોઅર્સ છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ તેમની લોકપ્રિયતા વિદેશમાં પણ છે. એક સામાન્ય એન્જિનિયરથી સૌથી પ્રભાવશાળી ટેક હસ્તીઓમાંથી એક સુધીની તેમની સફર જબરદસ્ત રહી છે.

તેમણે તેમની મહેનત અને ક્રિએટિવિટીના દમ પર આ મુકામ હાંસલ કર્યું છે. હવે તેઓ તેનાથી કરોડોની કમાણી કરી રહ્યા છે.

આ પણ વાંચો : Share Market : 1 શેર પર 1 શેર બોનસ આપી રહી છે કંપની, 6 મહિનામાં પૈસા કર્યાં ડબલ…

અજમેરમાં થયો હતો જન્મ

ગૌરવ ચૌધરીનો જન્મ 1991માં રાજસ્થાનના અજમેરમાં થયો હતો. તેમણે કેન્દ્રીય વિદ્યાલયમાં પોતાનો સ્કૂલી અભ્યાસ પૂર્ણ કર્યા પછી એન્જિનિયરિંગની ડિગ્રી લીધી. તેઓને ટેક્નોલોજીમાં રસ હતો. તેમનામાં શીખવાનો એક અલગ જ જુસ્સો હતો. તેમણે ધોરણ 11 દરમિયાન કોડિંગ શરૂ કરી દીધું હતું. આનાથી તેમના ભવિષ્યના પ્રયાસોનો પાયો નાખ્યો.

2015માં શરુ કરી યુટ્યુબ ચેનલ

ટેક્નોલોજી પ્રત્યે તેમની ઉત્સુકતા સતત વધતી ગઈ. તેમના મગજમાં 2012માં એક યુટ્યુબ ચેનલ શરૂ કરવાનો આઈડિયા આવ્યો. જોકે, 2015 સુધી તેઓ પોતાના વિચારને વાસ્તવિકતામાં ન ફેરવી શક્યા. 2015માં તેમણે તેમની યુટ્યુબ ચેનલ શરૂ કરી. તેનું નામ ‘ટેકનિકલ ગુરુજી’ હતું.

તેમની ચેનલે ઝડપથી લોકપ્રિયતા મેળવી લીધી. આજે તેમની મુખ્ય ચેનલ પર 23.5 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે. આ તેમને વિશ્વના ટોચના ટેકનિકલ યુટ્યુબર્સમાંના એક બનાવે છે.

Success YouTuber
Success YouTuber

360 કરોડની નેટવર્થ

તેમની સફળતાનો શ્રેય અનેક ફેક્ટર્સને આપી શકાય છે. સૌથી પહેલા જટિલ ટેક્નોલોજી કોન્સેપ્ટને સરળ બનાવવા અને તેને હિન્દીમાં રજૂ કરવાની તેમની ક્ષમતાએ મોટી સંખ્યામાં યુઝર્સને પ્રભાવિત કર્યા છે. સરળ ભાષાનો ઉપયોગ કરીને અને વધુ પડતી ટેકનિકલ ભાષાને ટાળીને તેઓ એ સુનિશ્ચિત કરે છે કે ઓછું ટેક્નિકલ જ્ઞાન ધરાવતા લોકો પણ તેમના કન્ટેન્ટને સમજી શકે.

યુટ્યુબ પર ગૌરવ ચૌધરીની સફળતાએ તેમની કમાણીને પણ વધારી દીધી. તેમની કુલ અંદાજિત સંપત્તિ લગભગ 360 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો : Umiyamata : રામ મંદિર બાદ હવે અમેરિકામાં ગૂંજ્યો જય ઉમિયાનો નાદ, ન્યૂયોર્કનું ટાઈમ્સ સ્ક્વેર ગુંજી ઉઠ્યું..

દુબઈમાં ઘર, ઘણી લક્ઝરી કાર

તેમનું દુબઈમાં એક ઘર છે. તેની કિંમત લગભગ 60 કરોડ રૂપિયા છે. તેમના કલેક્શનમાં 11 કાર છે. તેમની વાદળી રંગની રોલ્સ રોયસ ઘોસ્ટની કિંમત 8 કરોડ રૂપિયા છે. McLaren GTની કિંમત 4.75 કરોડ રૂપિયા છે. આ કાર તેમના ભાઈએ ગિફ્ટમાં આપી હતી. તેમની રેન્જ રોવર વોગની કિંમત 2.10 કરોડ રૂપિયા છે.

તેમની પાસે Porsche Panamera GTS પણ છે. તેની કિંમત 1.90 કરોડ રૂપિયા છે. આ સિવાય તેમની પાસે પોર્શે પનામેરા, મર્સિડીઝ બેન્ઝ જી-ક્લાસ, BMW 750Li સહિત અન્ય ઘણી લક્ઝરી કાર છે.

Success YouTuber
Success YouTuber

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *